________________
૭૧
આર્યા પદ્માવતી વિશે પણ એવો જ (અગિયાર અંગના અભ્યાસને) ઉલ્લેખ છે.
–અંતગડ, સૂ૦ ૯. ભગવાન મહાવીર કાળે શ્રેણિકની પત્નીએ દીક્ષિત થઈ તે તેમને વિષે પણ જણાવ્યું છે કે તેમણે ૧૧ અંગેનું અધ્યયન કર્યું–અંતગડ, સૂ૦ ૧૬.
પૂર્વનું મહત્ત્વ હોવાથી જ તેના જ્ઞાનને એક પ્રકારની ઋદ્ધિ કે લબ્ધિ ગણવામાં આવે તેમાં આશ્ચર્ય નથી. આવશ્યકનિયુક્તિમાં લબ્ધિધને ગણાવતાં પૂર્વ ધરાને પણ તેમાં ગણાવ્યા છે, તે સૂચવે છે કે “પૂવ'નું મહત્ત્વ શ્રુતમાં વિશેષ હતું.–ગાથા ૬૯; વિશેષા, ગા૦ ૭૭૬.
આગમવ્યવહાર અથવા તે પક્ષવ્યવહારની ચર્ચાને પ્રસંગે આગમવ્યવહારમાં ચૌદ દશ-નવ પૂર્વધર અને ગંધહસ્તીનો ઉલ્લેખ છે.– જિતકલ્પભાષ્ય, ગા. ૧૧૨, ૧૧૩. વળી, પૂર્વધરોના વિચછેદ સાથે પ્રાયશ્ચિત્તને પણ વિચછેદ થયો છે એ મત કોઈ ધરાવતા હતા તેને ઉલ્લેખ આચાર્ય જિનભદ્દે કર્યો છે (એજન, ગા. ૨૫૬-૬૨) અને તેને પ્રતિવાદ પણ કર્યો છે (ગા. ૨૬૩થી). જે “પૂર્વ” જેવી કઈ પરંપરા હતી જ નહિ તો આ બધી ચર્ચા નિરર્થક જ ઠરે, માટે માનવું જોઈએ કે ક્યારેક પણ પૂર્વ નામે ઓળખાતું શ્રુત વિદ્યમાન હતું. તે માત્ર કલ્પિત છે એમ માનવાને કઈ આધાર નથી. એ પૂર્વને સમાવેશ દષ્ટિવાદમાં પૂર્વગત” નામે કરી દેવામાં આવ્યું હત–આ પરંપરા નિરાધાર નથી.
સિદ્ધાતિક ગ્રંથો અને આગમનાં કેટલાંક પ્રકરણમાં પૂર્વ ને જ અથવા તે દષ્ટિવાદનો આધાર શા માટે લેવામાં આવ્યો, વિદ્યમાન અંગમાંથી જ તે તે ગ્રંથની સામગ્રી શા માટે લેવામાં ન આવી, તે પ્રશ્ન સહજ છે, પણ
જ્યારે સ્વયં અંગેની જ રચના “પૂવેને આધારે થઈ હોય એમ મનાતું હોય ત્યારે અંગ કરતાં ‘પૂર્વ નું મહત્ત્વ વિશેષ છે જ, તે પછી તે કારણે ગ્રંથકાર ‘પૂર્વને આધાર લે તેમાં શું ખોટું છે ? વળી, જે અત્યારે વિદ્યમાન નથી તે, તે કાળે પણ વિદ્યમાન નહીં હોય તેમ માનવાને કારણ નથી. કારણ, તેને વિચછેદ પણ સમય જતાં થયા છે. વળી, દષ્ટિવાદ એ નામ જ સૂચવે છે કે દાર્શનિક માન્યતાઓ–પછી તે સ્વયં જૈનદર્શનની હોય છે કે અન્ય દર્શનની કે ઉભય દર્શનની–દષ્ટિવાદમાં સમાવેશ પામી હશે. એટલે દાર્શનિક કે સૈદ્ધાતિક ચર્ચાનું મૂળ અન્ય કરતાં જે દષ્ટિવાદમાં શેધવામાં આવે તે તે ઉચિત ગણુંવું જોઈએ. અને બન્યું પણ એમ જ છે. અંગબાહ્ય ગ્રંથોમાં જે ગ્રંથો સંદ્ધાનિક અર્થાત તાત્વિક ચર્ચા સાથે સંબંધ ધરાવે છે તેનું મૂળ સામાન્ય રીતે દષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org