________________
s
અંગને આધારે રચાયેલ આ ગબાહ્ય ગ્રંથમાં કાળક્રમે વધારે રચનાસૌષ્ઠવ આવે તે સ્વાભાવિક છે. આથી વિષયનિરૂપણની બાબતમાં વ્યવસ્થા, અંગ કરતાં અંગબાહ્યમાં વધારે સારી હોય–-વાચકને સુગમ અને અનુકૂળ હોય–તેમ બનવું સ્વાભાવિક છે. આવી વ્યવસ્થાનું-સુંદર અને વાચકને અનુકૂળ વ્યવસ્થાનું–પ્રમાણપત્ર માત્ર આજે જ આપણે આપીએ છીએ તેમ નથી, પણ અંગ ગ્રંથની અંતિમ વાચનામાં અંગબાહ્ય ગ્રંથને આવું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે, અને તે, તે તે વિષયનું નિરૂપણ વિશેષાથીએ તે તે અંગબાહ્યમાં જોઈ લેવું તેમ સૂચવીને આપ્યું છે. આથી જ આપણે જોઈએ છીએ કે અંગ કરતાં નંદી, અનુયોગદ્વાર કે પ્રજ્ઞાપના કાળદષ્ટિએ પછીની રચના છતાં ભગવતી જેવા મહત્ત્વના અંગ ગ્રંથમાં નંદી, અનુગદ્વાર કે પ્રજ્ઞાપનામાં તે તે વિષય જોઈ લેવાની ભલામણ કરવામાં આવી છે. આમ પ્રામાણ્યની દૃષ્ટિએ પૂર્વ અને અં વિશેષ મહત્ત્વનાં છતાં વિષયનિરૂપણની દષ્ટિએ તેમના કરતાં અંગબાહ્ય ગ્રંથે વિશેષ મહત્ત્વ ધરાવે છે—એ બાબત લક્ષ્યમાં લેવા જેવી છે.
અંગ ગ્રંથમાં સૈદ્ધાતિક ચર્ચા નથી જ એમ તો ન કહેવાય પણ સ્થાનાંગસમવાયાંગમાં સંખ્યાને આધારે થયેલ છે, વિષયને આધારે નહીં; જ્યારે ભગવતીમાં સૌદ્ધાતિક ચર્ચા મુખ્ય છતાં–તેનું પ્રાધાન્ય છતાં–તેને ક્રમ વ્યવસ્થિત નથી, કારણ કે તેમાં જુદા જુદા વિષયને લગતી પ્રસંગ પ્રાપ્ત ચર્ચા થયેલી છે;
જ્યારે અંગબાહ્ય ગ્રંથોમાં તેમ નથી. તેમાં તે વિષયનિરૂપણ મુખ્ય છે. તેથી નિશ્ચિત ક્રમે તેમાં વિષયોની વ્યવસ્થિત ચર્ચા કરવામાં આવી છે. આ જ વિશેષતાને કારણે અંગ કરતાં અધ્યયન-અધ્યાપનની દૃષ્ટિએ અંગબાહ્યનું મહત્ત્વ વિશેષ છે.
અંગમાં ભગવાન મહાવીરના વિહાર અને જીવનપ્રસંગે સાથે સૈદ્ધાતિક ચર્ચાને વણી લેવામાં આવી છે તેથી કોઈ પણ વિષયનું સળંગ વર્ણન તેમાં મળવું મુશ્કેલ હતું. આ કમીની પૂતિ અંગબાહ્ય ગ્રંથની રચના કરીને આચાર્યોએ કરી છે. પાલિપિટકમાં પણ આમ જ બન્યું છે. સુત્તપિટકમાં ભગવાન બુદ્ધના ઉપદેશ પ્રસંગે યત્ર તત્ર રૌદ્ધાન્તિક ચર્ચા થયેલ છે, પણ તેથી સમગ્ર બૌદ્ધ દશનનું સ્વરૂપ ઉપસ્થિત થતું નથી; પણ તેની પૂતિ અભિધમપિટકમાં કરવામાં આવી છે. આથી બૌદ્ધસિદ્ધાન્તનું સ્વરૂપ જાણવાની ઇચ્છા ધરાવનાર માટે અભિધમ અધ્યયન જેમ અનિવાર્ય છે તેમ જૈન દર્શનની સૈદ્ધાતિક દષ્ટિ માટે અંગબાહ્ય ગ્રંથોમાંના પ્રજ્ઞાપના, જીવાભિગમ આદિ ગ્રંથે અનિવાર્ય છે. એટલે એમ કહી શકાય કે જેન આગમ ગ્રંથોની રચનાને જે બીજો તબક્કો–એટલે કે વ્યવસ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org