________________
૭૭ આવતો નહિ–અને તે સંબંધ હતો પણ નહીં તે સ્પષ્ટ છે. કારણ સ્વયં પ્રજ્ઞાપનાના પ્રારંભમાં જ કર્તાને જણાવ્યા પ્રમાણે આ પ્રજ્ઞાપના દૃષ્ટિવાદમાંથી ઝરતો રસ છે – . अज्झयणमिण चित्त सुयरयण दिष्ट्रिवायणीस दं ।।
जह वणियं भगवया अहमवि तह वण्णइस्सामि ।३।। આર્ય શ્યામાચાયે આ ગ્રંથનો સીધો સંબંધ દષ્ટિવાદ સાથે જોડડ્યો છે એ તો નિશ્ચિત છે જ, પણ આપણી સમક્ષ દૃષ્ટિવાદ છે નહિ તેથી તેના કયા પ્રકરણ સાથે પ્રજ્ઞાપનાને સંબંધ છે તેની તે કલ્પના જ કરવી રહી. અને એ કલ્પના પ્રમાણે દૃષ્ટિવાદના ૧૪ પૂર્વોમાંથી નીચેના પૂર્વે સાથે પ્રજ્ઞાપનાના વિષયને સંબંધ જોડી શકાય તેમ છે—
જ્ઞાનપ્રવાદ, આત્મપ્રવાદ અને કમપ્રવાદ. પરંતુ ટૂખંડાગમની ટીકા ધવલામાં ષખંડાગમને સંબંધ* આગ્રાયણી પૂર્વ સાથે પણ જોડવામાં આવ્યો છે તે જોતાં અને પ્રજ્ઞાપના અને ખંડાગમને ચર્ચિત વિષય સમાન છે એ જોતાં પ્રજ્ઞાપનાને સંબંધ આગ્રાયણી પૂર્વ સાથે પણ હેવાને સંભવ ખરે જ.
આચાર્ય મલયગિરિના મતે સમવાયાંગમાં કહેલ અર્થનું જ વર્ણન પ્રજ્ઞાપનામાં પણ છે. તેથી તે સમવાયાંગનું ઉપાંગ છે. પણ સ્વયં કર્તા એવું કેઈ સૂચન કરતા નથી પણ તેનો સંબંધ દૃષ્ટિવાદ સાથે સ્પષ્ટપણે જણાવે છે. અને તે ઉચિત જ છે. કારણ, દૃષ્ટિવાદમાં મુખ્યપણે દૃષ્ટિ-દર્શનનું વર્ણન હતું તેથી જૈન દર્શનને માન્ય પદાર્થોનું વ્યવસ્થિત નિરૂપણ કરનાર પ્રજ્ઞાપનાને સંબંધ દૃષ્ટિવાદ સાથે હોય તે વધારે ઉચિત પણ છે.
અને જે આધારે પરંપરા રૂઢ થઈ તે પરંપરાને અનુસરી આચાર્ય મલયગિરિએ જણાવ્યા મુજબ સમવાયાંગમાં પણ છવ-અજીવ આદિ તત્તનું જ નિરૂપણ છે તેથી પ્રજ્ઞાપનાને તેનું ઉપાંગ માનવામાં કશે વિરોધ પણ નથી.
પ્રજ્ઞાપનાની રચનાશૈલી ગ્રંથના પ્રારંભમાં સ્તુતિરૂપ મંગલ કરીને ગ્રંથરચનાની પ્રતિજ્ઞા બાદ પ્રતિપાદા વિષયને નિર્દેશ કરતી ગાથાઓ આપી છે. આમાં ૩૬ વિષયને ૩. આ સ્થિતિમાં તાંબરામાં બારમા અંગને સર્વથા અભાવ હોવાની સૂચના - પખંડામમાં (પુસ્તક ૫, પ્રસ્તાવના, પૃષ્ઠ ૭૧) કરવામાં આવે છે તે વિચારણીય છે. ૪. પખંડાગમ, પુસ્તક ૫, પ્રસ્તાવના, પૃષ્ઠ ૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org