________________
૭૫
વળી, જ્યાં પણ અંગોમાં “ભગવાને આ કહ્યું છે કે આવું નિરૂપણ કર્યું છે તેમ બતાવવાનું હોય છે ત્યાં પણ સર્વત્ર “ઘ' (aa:) એવો શબ્દપ્રયોગ જોવા મળે છે. તેથી પણ જેન શાસ્ત્રની શૈલીમાં આ પ્રજ્ઞાપના શબ્દનું પ્રાધાન્ય જણાય છે. એથી આર્ય શ્યામાચાયે એ શબ્દ પસંદ કર્યો તે ઉચિત જ છે.
સ્વયં ભગવાન મહાવીર પણ પિતાના ઉપદેશ માટે આ શબ્દનો પ્રયોગ કરે છે તે ધ્યાનમાં લેવા જેવું છે--
વહુ મા વિદ્યા વદે શ્રો7 જૂને “ભગવતી, ૨-૧-૯૦. આ જ પ્રકારના પ્રયોગો આચારાંગ આદિ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે મળે છે. વળી, અંગમાં મહત્ત્વપૂર્ણ લેખાતા પાંચમા અંગનું નામ “વિયાહપન્નત્તિ’ ‘વ્યાખ્યાપ્રાપ્તિ છે તે પણ ભગવાનના ઉપદેશ માટે “પ્રજ્ઞાપના’ શબ્દનું પ્રાધાન્ય સૂચવે છે. તેથી આ શબ્દનું વિશેષ મહત્ત્વ જૈન પરંપરામાં સ્વીકારાય તે સ્વાભાવિક છે. અને, ટીકાકારના જણાવ્યા પ્રમાણે, આ શબ્દપ્રયોગમાં “” ઉપસર્ગ જે મૂકવામાં આવ્યું છે તે ભગવાન મહાવીરના ઉપદેશની વિશેષતાનો સૂચક છે એટલે કે ભગવાન મહાવીરે જીવ, અજીવ આદિ તત્ત્વોનું જે નિરૂપણ કર્યું છે તે વિશિષ્ટ પ્રકારનું છે; જૈનેતર શાસ્ત્રોમાં તે પ્રકારનું નિરૂપણ જોવામાં આવતું નથી-- તેવો ભાવ પણ એ શબ્દના પ્રયોગમાં રહેલું છે. એટલે કે આ નિરૂપણ જૈન શાસ્ત્રમાં આગવી રીતે થયેલું છે, જે અન્યત્ર દુલભ છે. અને તે વસ્તુસિથિતિનું પણ સૂચક છે જ. આ પ્રકારનું નિરૂપણ અન્યત્ર તે કાળનાં શાસ્ત્રોમાં આવતું નથી, એ સૂચક છે.
વળી, ભાષા પદમાં પ્રસ્તુત ગ્રંથમાં જ ભાષાના ભેદોને જે વિચાર છે તેમાં gogવી” પણ ભાષાને એક પ્રકાર છે (૮૩૨). તેને ટીકાકાર અથે કરે છે પ્રસવની' “પ્રજ્ઞાબેનેતિ પ્રજ્ઞાવની”-પત્ર ૨૪૯ ; અને તેનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે–“કથાવસ્થતાથમિધનાદ્રિ પ્રજ્ઞાપની”—પત્ર ૨૪૯ ; અર્થાત અર્થ–વસ્તુ જે પ્રકારે વ્યવસ્થિત હોય તેનું સ્થાન જે ભાષા વડે થાય તે ભાષા પ્રજ્ઞાપની કહેવાય. વળી, તે જ ભાષા પદમાં પ્રસ્તુત ગ્રંથમાં. જ ભાષાના “કાત્તિયા” અને “અપત્તિ ” એવા બે ભેદ કર્યા છે (૮૬૦) અને મપત્તિયા'ના વિવરણ પ્રસંગે “અરવી” એટલે કે જેને સત્ય કે મિથ્થા સાથે, સંબંધ નથી પણ કેવળ વસ્તુનું નિરૂપણ કરવા પ્રવૃત્ત છે, તેવી ભાષાના જે બાર પ્રકાર જણાવ્યા છે તેમાં પાંચમો પ્રકાર gogવળા (૮૬૬) ભાષા છે. એટલે કે એવી ભાષા, જે વસ્તુનું નિરૂપણ કરવા પ્રવૃત્ત છે, તે googવળી કહેવાય છે. પ્રજ્ઞાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org