________________
પ્રજ્ઞાપના
અંગમાલ ગ્રંથાની રચના; તેને અંગ સાથે સબંધ
શ્વેતામ્બર સમત વિદ્યમાન જૈન આગમેાની રચનાના જે અનેક તબક્કા છે તેમાં પ્રથમ તબક્કામાં અંગ પ્રથાની સંલના કે રચના થઈ. પરપરા પ્રમાણે અંગ પ્રથાની રચના ગણધરા કરે છે. એટલે કે તીથંકરના સાક્ષાત્ મુખ્ય શિષ્યા દ્વારા તે અંગ ગ્રંથેની રચના થાય છે. આથી કહી શકાય કે વિદ્યમાન જૈન આગમામાં સૌથી પ્રાચીન રચના અંગ ગ્રંથાની છે. તે રચનામાં મુખ્યપણે ભગવાન મહાવીરના ઉપદેશનું અને તેમના જીવનના પ્રસ ંગોનું સંક્લન ગણુધરાએ કર્યુ છે. વિદ્યમાન અંગ ગ્રથાની સંકલના કે રચના ગણુધર સુધર્માં દ્વારા થયેલી છે. અને તે આપણને પર પરાથી શ્રુતરૂપે પ્રાપ્ત છે. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યા એ પ્રકારના ઉપદેશની એક પર પરા ચાલી આવતી હતી તેને અનુસરીને તેથાં કાલાનુસારી સ`શાધન પરિવતન-પરિવન છતાં ભગવાન મહાવીરે એ ઉપદેશ આપ્યા હતા——એવી માન્યતા છે. પરપરા સ્પષ્ટ કરે છે કે દ્વાદશાંગીની રચના ‘પૂર્વ’ને આધારે છે.
આ પૂર્વ”ને નામે પ્રસિદ્ધ આગમ અત્યારે ઉપલબ્ધ નથી, માત્ર નામે અને તેમાં પ્રતિપાદ્ય વિષયની સૂચી ઉપલબ્ધ છે. પણ ‘પૂર્વ એ શબ્દ જ સૂચવે છે કે તે ભગવાન મહાવીર પૂર્વનુ કાઈ પરંપરાપ્રાપ્ત શ્રુત હશે. પરંપરા એમ પણ કહે છે કે તે પૂના સમાવેશ બારમા અંગ દૃષ્ટિવાદમાં કરી લેવામાં આવ્યા હતા અને દુર્ભાગ્યે એ બારમું અંગ વિદ્યમાન નથી. પણ એવા ધણા ગ્ર ંથે અને અધ્યયના વિદ્યમાન છે જેમાં અથવા જેમને વિષે સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ` છે કે તેની રચના દૃષ્ટિવાદના આધારે કરવામાં આવી છે, અથવા તે। દૃષ્ટિવાદગત અમુક પૂના આધારે કરવામાં આવી છે.૧
ડો. શુશ્રી ગ દૃષ્ટિવાદ અને પૂર્વ વિષે ચોક્કસ શું મત ધરાવે છે તે તેમના લખાણ ઉપરથી તારવવું મુશ્કેલ પડે છે. પણ તેમનાં એક-એક વિધાનાથી ચોક્કસ કહી શકાય તેમ છે કે પૂર્વાં એ પ્રાચીન ગ્રંથા હતા અને તેને આધારે અમુક ગ્રંથા અન્યાની જે વાત કહેવામાં આવે છે તે તેમને મતે એક ભ્રાન્ત સમજ आगमयुगका जैनदर्शन, पृ० २०.
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org