________________
સાતમા ખંડમાં પરચૂરણ વિષયોને સંગ્રહ હોવાથી તેને વિવિધ એવું નામ આપ્યું છે. આમાં વ્યાકરણ, સંગીત, કળા, વૈદ્યક, દંડનીતિ વગેરે અનેક પ્રકારના રોચક વિષયોને સમાવેશ છે.
આ પ્રમાણે સમગ્ર ભાવે જોઈએ તે આમાં સંસારનાં લગભગ બધાં ય, હેય અને ઉપાદેય તો વિષે થોડીઘણી હકીકતે આપવામાં આવી છે; તેથી આ ગ્રન્થનું યથાર્થ નામ વિશ્વકોષ બની શકે છે. વિષયસૂચિમાં નજર ફેરવીએ તે આ વસ્તુની સહજ પ્રતીતિ થઈ જાય છે.
આ ગ્રન્થની એવી કઈ વિશેષતા છે જે અન્ય જૈન ગ્રન્થમાં નથી ? એ તો આપણે જોઈ ગયા છીએ કે આ એક સંગ્રહગ્રન્થ છે; તેથી અન્યત્ર વિષય ને મુખ્ય રાખીને નિરૂપાયેલી હકીકતો આમાં સંખ્યાને મુખ્ય માનીને નિરૂપાયેલી છે. એટલે એવી બધી હકીકતે અન્યત્ર જૈન આગમોમાં વિખરાયેલી મળી શકે છે. પણ આ ગ્રન્થમાં પુરૂષપરીક્ષા આ નામે જે ખંડ સંકલિત કરવામાં આવ્યો છે, તે સ્થાનાંગમાંથી જ સકલિત છે. અને એમ કહી શકાય કે સ્થાનાંગતગત એ ખંડની હકીક્તમાંથી બહુ મોટો ભાગ એવો છે કે જે અન્યત્ર જૈન આગમમાં નહિ મળે. તે વિષય જેનગ્રંથમાં માત્ર સ્થાનાંગનો આગ છે. એટલું જ નહિ પણ આ સમગ્ર ગ્રંથમાં તે ખંડની રેચતા સર્વોપરી છે. ગણતરીના રણમાં જાણે શીતળ જળની વીરડી જેવું એ પ્રકરણ આપણને ઘડીભર વિવિધ મનેભાવોના ઊંડા રહસ્યમાં વિચરણ કરાવે છે અને આપણું પિતાના મનભાવની પરીક્ષા કરવા પ્રેરે છે. એટલું જ નહિ પણ ઉન્નતિના માર્ગે જવા પણ ઉત્સુક બનાવે છે. વાચકોને એમાંથી કાંઈક એવી પ્રેરણું મળશે તે માટે શ્રમ વ્યર્થ નહિ જાય. (તા. ૨૭–૧૧–૫૪ સ્થાનત–સમવાયાંગની પ્રસ્તાવના.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org