________________
આચારાંગમાં દૃષ્ટ, શ્રત, મત અને વિજ્ઞાત આ ચાર શબ્દોનો પ્રયોગ એકસાથે જ્ઞાનેના ભેદદશંકરૂપે થયેલો છે (૧–૪–૨–૩) પણ પ્રત્યક્ષ–પરોક્ષ શબ્દો વપરાયા નથી. વળી અવધિ કે મન:પર્યયને ઉલલેખ પણ નથી. “આકેવલિએહિ” એ પ્રાગ (૧-૬-૨–૧) મળે છે ખરો અને તે આગળ જતાં કેવળ અને કેવળની જે ચર્ચા થઈ તેના ઈતિહાસમાં ઉપયોગી થાય ખરો, પણ સ્પષ્ટ રૂપે કેવળ જ્ઞાન એવો પ્રયોગ તે હજી મળતું નથી. સ્પષ્ટ છે કે પાંચ જ્ઞાનની માન્યતા હજુ તે રૂપમાં અને તે માટેના શબ્દોમાં આચારાંગ પછીના કાળે સ્થિર થઈ પછીના તે હજુ આ કાળે ન હતી. આ કાળમાં તે અતિવિદ્ય, અતિવિજ્ઞ, અનુસંવેદન, અવગ્રહ, અવધાન, જ્ઞાધાતુના પ્રયોગો-ગારૂ, વરાળr૬, અમિષાબડું, સમિગાળિયા પરિણા, સુપાત્ત વિનાળરૂ ઇત્યાદિ, તર્ક, તથાગત દર્શન, પ્રજ્ઞા, પ્રજ્ઞ, પજ્ઞાન, પરિજ્ઞાન, પશ્યક, પ્રેક્ષા, બુધ, ધાતુના પ્ર બોધિ જેવા, મતિ, મતિમન્ત, મેધાવી, વિદ્યા, વિજ્ઞાન, વિજ્ઞ, વેદન, શ્ર—ધાતુના પ્રયોગ, સંજ્ઞા, સમ્મતિ, જન્નત શ્રુતિ-ઈત્યાદિ સર્વસામાન્ય શબ્દોનો પ્રયોગ જોવામાં આવે છે. પરંતુ પાંચ જ્ઞાનના પારિભાષિક બધા શબ્દો દેખાતા નથી.
સ્પષ્ટ છે કે આમાં જૈન દર્શનના પ્રમેય પ્રમાણની પ્રાથમિક ભૂમિકા છે, જેમાં હજી વિકાસ અને વ્યવસ્થાને પૂરે અવકાશ છે અને જે પછીના કાળે થયેલ આપણે જોઈએ છીએ.
આચારાંગના કાળે ક્રિયાવાદ અને અક્રિયાવાદ એટલે કે કર્મ અને પુનર્જન્મને માનનારા અને નહીં માનનારા એવા બે પક્ષમાં ભારતીય દાર્શનિકે વહેંચાયેલા હતા. તેમાંથી ભગવાન મહાવીરે પિતાને સ્પષ્ટ પક્ષ ક્રિયાવાદી રૂપે રજૂ કર્યો છે. અને આચારાંગના પ્રારંભમાં જ કહ્યું છે કે જે પુનર્જન્મનો સ્વીકાર કરે છે તે જ આત્મવાદી, લકવાદી કે ક્રિયાવાદી છે. ભગવાન બુદ્ધના વિશે પણ જ્યારે તેમના અનાત્મવાદને કારણે અક્રિયાવાદી હોવાને આક્ષેપ થયે ત્યારે તેમણે સિતથી જવાબ આપે કે હું સત્કર્મને ઉપદેશ આપું છું તેથી ક્રિયાવાદી છું અને અસકર્મનું નિરાકરણ કરું છું તેથી અદિયાવાદી છું. બૌદ્ધ પાલિપિટકમાં જે કેટલાક અક્રિયાવાદી તીર્થકરોના મતે આવ્યા છે, તેમનું મંતવ્ય જોતાં એમ જણાય છે કે તેઓ કમમાં કે પુનર્જન્મમાં માનતા નહિ અને આત્માનું અસ્તિત્વ પણ મરણ વખતે માનતા નહીં, પરલોકમાં તેઓ માનતા નહિ. શાશ્વત આત્મામાં પણ માનતા નહીં. આથી તે સોની વિરુદ્ધ જઈ ભગવાન મહાવીરે પિતાને ક્રિયાવાદી જણાવ્યા એટલું જ નહિ, પણ બુદ્ધથી પાર્થક્ય બતાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org