________________
પટ
તૃતીયસ્થાનના બીજા ઉદેશને અંતે સૂત્ર ૧૬ ૬૧૭ છે. તેમાં ગૌતમાદિ શ્રમણો અને ભગવાન મહાવીર વચ્ચેનો સંવાદ આવે છે. આ પણ સમગ્ર ગન્થની શૈલીની દષ્ટિએ મેળ વિનાનું છે અને નિશ્ચિતરૂપે પાછળથી ઉમેરાયું છે. ટીકાકાર એ સત્રોની તૃતીય સ્થાનમાં સંગતિ ઘટાડે છે, તે લૂલે બચાવ જણાય છે. (પૃ ૨૯, ૧૬૭)
વિમાનનની વાણી : આ ગ્રન્થ મુખ્યત્વે વિભાગપરક છે. એટલે કે પ્રતિપાદ્ય વિષયોના ભેદોની ગણતરી આમાં આપવામાં આવી છે. સામાન્ય રીતે એ ભેદો અગર વિભાગો તે તે વસ્તુને સંપૂર્ણ રીતે આવરી લે છે; પણ એવાં પણ કેટલાંક સ્થાને છે જ્યાં વિભાગીકરણ ખામી ભરેલું જણાય છે. વસ્તુના ભેદમાં કાંતો બધા ભેદની ગણતરી નથી કરી અથવા તે અનાવશ્યક વિસ્તાર, નિશ્ચિત વિભાજક તત્વનો આશ્રય લીધા વિના કરવામાં આવ્યું છે. આવાં કેટલાંક સ્થળો માટે જુએ પૃ૦ ૧૯૮, ૩૪૫, ૩૪૬, ૩૪૭, ૩૮૪, ૩૯૯, ૫૭૩ આદિનાં ટિપણે.
ત્રીના પ્રથો સાથે સંવંધઃ આ ગ્રન્થની કોઈ એક નિશ્ચિત વિષયને નહિ હોવાથી આને સંગ્રહગ્રન્થ જ કહેવો જોઈએ. ભગવાનના ઉપદેશની વસ્તુઓને આમાં લેવામાં આવી છે એ ખરું; પણ પ્રશ્ન એ છે કે તેમના સાક્ષાત્ ઉપદેશને ભાગ આમાં કેટલે ? આને જવાબ પરંપરા પ્રમાણે એમ આપી શકાય કે આમાં જે કાંઈ છે તે ભગવાનને સાક્ષાત ઉપદેશ જ છે; કારણ કે આ એક અંગગ્રન્થ છે. પરંતુ અત્યાર સુધીની ચર્ચા ઉપરથી એ વાત ચોક્કસ થઈ છે કે આમાં નવા ઉમેરા પણ થયા છે. એટલે ભગવાનના સાક્ષાત ઉપદેશ સિવાયનું પણ આમાં ઘણું છે એમ માનવું જોઈએ.
સ્થાનાંગ સૂત્રમાં સમવાયાંગનું નામ આવે છે (સૂત્ર ૬૭૨). બળદેવ–વાસુદેવના આ પ્રકરણમાં વિસ્તાર સમવાયાંગમાં જોઈ લેવાનું કહ્યું છે. અર્થાત સમવાયાંગમાં એ સૂત્ર વિસ્તૃત રૂપે હોવાથી અહીં વિસ્તાર નથી કર્યો.
ભગવતીના નામ વિના પણ એવાં ઘણાં સૂત્રો આમાં છે જેમનો સંબંધ શબદશઃ ભગવતીનાં તે તે સૂત્ર સાથે છે. જેમકે પૂ૦ ૭૯, ૨૦૧, ૨૦૨ આદિમાં આવેલ તે તે સૂત્રો ભગવતીમાં પણ છે. ભગવતી પણ એક સંગ્રહગ્રંથ છે એટલે એ કહેવું કઠણ છે કે મૂળ વસ્તુઓ કયા ગ્રન્થમાં સંગૃહીત થઈ પણ સામાન્યપણે કહી શકાય છે કે, ભગવતીમાં પ્રત્યેક ઉદેશના પ્રારંભમાં વિષયસૂચીનો સંગ્રહ કરતી ગાથાઓ આપવામાં આવી છે એટલે તેમાં નવું ઉમેરવાને અવકાશ ઓછો છે; જ્યારે સ્થાનાંગમાં નવા ઉમેરણને રોકે એવું કોઈ તત્ત્વ નથી. એટલે સંભવ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org