________________
૪૭
જીવેના સ્થાનની કલ્પના પણ અનિવાર્ય બની ગઈ અને તે લેકાંતે હોવાનું સ્વીકારવામાં આવ્યું.
આચારાંગ બાબતે હજી વિસ્તાર અપેક્ષિત છે. પણ અહીં તો માત્ર દિશાસૂચનરૂપે આટલુ કહી તેષ માનુ છુ, જેથી સામાન્યરૂપે જૈન 'નની પ્રાચીન ભૂમિકાનું અસ્તિત્વ સૂચિત થશે.
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં જૈન દર્શન
આચારાંગમાં આચારની વિશેષ રૂપે ચર્ચા હાઈ એવી દલીલ થઈ શકે કે તેમાં દÖનિક ચર્ચાને અવકાશ ન હાઈ શકે. પરંતુ આચારની ચર્ચાપ્રસંગે પણ નિરૂપણુની પ્રવૃત્તિમાં જે શબ્દના પ્રયોગ કરવામાં આવ્યો છે તે પછીના કાળે વપરાતા પારિભાષિક શબ્દની ભૂમિકારૂપ છે, પારિભાષિક રૂપે અથવા પરિભાષાઅદ્ નથી એટલું તે નક્કી જ. પરંતુ સૂત્રકૃતાંગ વિષે તે એવી દલીલને પશુ અવકાશ નથી. તેમાં તે તે કાળના અન્ય નિકાની માન્યતાનું ખંડન કરવાને ઉદ્દેશ છે જ. એ પરિસ્થિતિમાં પોતાના દાનની સ્પષ્ટ માન્યતા આપવાના પ્રસંગ ઉપસ્થિત છે જ, પરંતુ અહી પણ આપણે જોઈએ છીએ કે જૈન `નની પોતાની માન્યતા પણુ હજુ પછીથી સ્થિર થયેલી પોતીકી પરિભાષામાં આપવામાં આવી નથી. એટલે માનવું પડે છે કે અહીં પણ જૈન ન તેની પ્રાથમિક ભૂમિકામાં જ છે. અને તે કેવુ છે તે આપણે જોઇ એ.
પ્રથમ એ જાણવું જરૂરી છે કે અન્ય મતાનું નિરાકરણ જે પ્રકારે આપવામાં આવ્યુ' છે તેથી આટલું તેા સિદ્ધ થાય છે કે નિરસ્ત મતથી જુદા મત જૈનાના છે પરંતુ તે કયા રૂપમાં છે તે તે હજી સૂત્રકૃતાંગમાં પણુ દર્શાવવામાં આવ્યું નથી.
સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં પંચમસ્મૃતિ” મતના નિર્દેશ છે, જેની માન્યતા હતી કે લેાકમાં પાંચ મહાભૂત-પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ છે અને તે પાંચ ભૂતાથી અનેલા દેહી આત્મા છે. આનું નિરાકરણ આમાં છે. પણ પાંચ ભૂતથી સ્વત ંત્ર આત્માનુ સ્વરૂપ કેવુ જૈનસ ંમત છે તેની કશી વિશેષ હકીકત નથી. વળી પાંચ ભૂતે ઉપરાંત ટ્ટો આત્મા (આત્મષવાદી) એવું માનનારનું પણ નિરાકરણ છે—એથી પણ સિદ્ધ થાય કે આવી માન્યતા જૈનની નથી પણ તેને સ્થાને શુ` હાય તેના નિર્દેશ નથી મળતા. ઉપનિષદોના એકાત્મવાદનુ ખંડન તે અનિવાય' હતું, કારણ કે આચારાંગમાં ષડ્થવનિકાયનું નિરૂપણ થયેલ છે. એટલે એકાત્મવાદ નહીં પણુ આત્મા નાના છે એવા જૈનના વાદ સિદ્ધ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org