________________
૧૪
સામાન્ય રીતે એમ મનાય છે કે, અગગ્રન્થાનુ સ'કલન ગણધરો કરે છે; અને ઉપલબ્ધ અગગ્રન્થાના સકલનકર્તા સુધર્માં સ્વામી છે. પ્રસ્તુત ગ્રન્થના સકલન સુધાંને માની લઈએ તે પણ તેમણે જે રૂપે તેનું સંકલન કર્યું`` હશે તે જ અક્ષુણ્ણ રૂપે આપણી સામે એ ગ્રન્થ છે, એમ તેા કહી શકાય તેમ નથી. આ ગ્રન્થની રચના જ એવી છે કે તેમાં સમયે સમયે ઉમેરણ થઈ શકે છે; કારણ કે પ્રથમની એક વસ્તુને તેના પછીની કહેલ ખીજી વસ્તુ સાથે કાઈ સબંધ નથી. સંબંધ હોય તો માત્ર સખ્યાનેા છે. એટલે સખ્યાને ધ્યાનમાં લઈને જે નવી વસ્તુ જ્યાં ઉમેરવી હાય તે ત્યાં ઉમેરી શકાય છે. ગ્રન્થના આંતરિક અધ્યયનથી એમ સિદ્ધ પણ કરી શકાય કે, આમાં સમયે સમયે ઉમેરણ થયું છે, તેના નિશ્ચિત પુરાવા આ ગ્રન્થમાં આવતા સાત નિહ્નવાના ઉલ્લેખ છે. (પૃ૦ ૨૬૬). સાતમા અાર્દિક નિર્દેનવ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૫૮૪ વર્ષે થયે છે. અને તેને ઉલ્લેખ આમાં હોવાથી એમ તે નિશ્ચિતપણે કહી શકાય છે કે ઉક્ત વર્ષ સુધી આની સકલનામાં યત્રતત્ર નવું ઉમેરણુ થયુ છે. અન્યત્ર આવતા મેટિક નિનવના ઉલ્લેખ આમાં નથી. એટિક નિહ્નના સમય વીરનિર્વાણ પછી ૬ ૦૯ વર્ષી છે. આથી એમ કહી શકાય કે આમાં છેલ્લે ઉમે ૫૮૪ વી૰ નિ॰ સુધી જ થયા છે; ત્યાર પછી નહિ. વીરનિર્વાણુ ૧૯૮૦ અગર ૯૯૩માં થયેલી વાલભીવાચનાના સમયે પણ આ ગ્રન્થમાં પરિવર્તન થયુ' હાય એમ જણાતું નથી. જો થયું હોત, તેા આ ગ્રન્થની શૈલી પ્રમાણે આઠમા સ્થાનમાં આઠ નિહ્નવાના ઉલ્લેખ આવી ગયા હોત; એટલુ· જ નહિ પણ આમાં આવતા અગગ્રન્થા અને તેમનાં અધ્યયનાના પરિચય પણુ બદ્લાઈ ગયા હોત.
આ ઉપરથી એક એ વસ્તુ પણ નિશ્ચિત થાય છે કે, વાલભીવાચના સમયે વ્યવસ્થા ગમે તે પ્રકારની કરવામાં આવી હાય, પણ તે સમયે ઉપલબ્ધ ગ્રન્થાની વસ્તુમાં ઉમેરણ કે ઘટાડો કરવામાં નથી આવ્યેા. જો તેમ કર્યુ હોત તો આ સ્થાનાંગમાંથી ઘણાં જ સૂત્રેા ઓછાં કરવાં પડત અને ઘણાં નવાં ઉમેરવાં પડત. એટલે વાલભાવાચનાના સંસ્કરણુકર્તાએ સંકલનમાં પૂરી પ્રામાણિકતા જાળવી છે, પોતાના તરફથી નવી વસ્તુ ઉમેરી નથી તેમ તેમને ન સમજાતી કે અણુગમતી વસ્તુની ધાલમેલ તેમણે નથી કરી, એમ માનવુ રહ્યું. એટલું જ નહિ, પણ પરસ્પર વિસંગતિને ટાળવાના પ્રયત્ન પણુ તેમણે નથી કર્યાં. એટલુ. જ તેમણે કર્યુ છે કે તેમની સમક્ષ જે કાંઈ ઉપસ્થિત હતુ. તેને તેમણે વ્યવસ્થિત કર્યું. આ બધી વસ્તુ ૧. પૃ× ૩૨૮માં ૫૪૪ છપાયું છે તે મુદ્રણદોષ છે, ૫૮૪ બેઇએ. ૨. જુઓ પૃ૦ ૨૩૧૨૬૧ અને તેમાં આવતાં ટિપ્પણેા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org