________________
૫૩
ભ્રાન્તિ નહિ જ રહી હોય એવા દાવા કરી શક્તા નથી; વિદ્યાને તે શેાધે અને મને સૂચવે એવી વિન ંતી છે.
આ અનુવાદ આગમેાય સમિતિની આવૃત્તિ ઉપરથી તૈયાર કરવામાં આવ્યે છે અને સૂત્રાંકે તેના જ રાખ્યા છે. પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી આગમાનાં નવાં સંસ્કરણા તૈયાર કરે છે, એથી મૂળપાઠની શુદ્ધિ થવાને ઘણા સંભવ છે. પણ આ બન્ને ગ્રન્થા પૂરતું તેા સામાન્યપણે કહી શકાય કે, ભાષાની દૃષ્ટિએ મહત્ત્વનાં પાઠાંતરો મળી આવવા સંભવ છે; પણ વસ્તુની દૃષ્ટિએ વિશેષ ફેર પડવાને ઘણા જ ઓછા સભવ છે. એટલે નવી આવૃત્તિની દૃષ્ટિએ પણ આ અનુવાદમાં વિશેષ ફેર પડે એમ મને લાગતું નથી. આગમેય સમિતિની આવૃત્તિમાં કોઈ કારણે આધારભૂત પ્રતિમાં પાઠ છૂટી ગયાને કારણે જો ટ્વિટ રહી ગઈ હશે, તે તે અનુવાદમાં સુધારી લેવી પડશે.
-
અનુવાદ કરતી વખતે મારી શંકાનું સમાધાન પૂ. પંડિત શ્રી સુખલાલજીએ કર્યું છે; પણ જો તેમણે આખા અનુવાદ તપાસ્યા હાત, તે ભ્રાન્તિઓ રહેવાના ઓછામાં ઓછે સંભવ હતા. પણ એ સમયે અમે બન્ને ખીજાં સંપાદનનાં કાર્યોમાં ફસાયેલા હાઈ, મે તેમને કષ્ટ આપવાનું ઉચિત ધાયું` નહિ. આખા અનુવાદના લખાણને શ્રી ગેાપાલદાસે જોડણી અને વ્યવસ્થાની દૃષ્ટિએ ઠીક ક્યુ છે અને પ્રુફ પણ તેમણે જોઈ આપ્યાં છે. તે બદલ તેમના ઋણી છું. પૂ. પૉંડિતજીએ તે પિતા જેવા મમત્વથી મારા કાર્યમાં રસ લીધેા છે; એટલે ઔપચારિક આભારવિધિ કરીને તેનું મૂલ્ય ઘટાડવા નથી માગતા. મારા વિદ્યાર્થી શ્રી. નન્દનલાલ ખી.એ. શાસ્ત્રીએ શબ્દસૂચી અનાવવામાં મદ કરીને મારે માટે ભાર હલકા કર્યા છે, તે બદ્દલ તેમના આભારી છું.
૨. સ્થાનાંગના પરિચય
संकलनकर्ता અને સમયમર્યાદ્રા: પર પરા પ્રમાણે સ્થાનાંગના ઉપદેષ્ટા ભગવાન મહાવીર છે, એ વસ્તુ ‘મુય ને આરસ તેળ માવતા વમવલય' આ વાકયથી ગ્રન્થના પ્રારભે જ સૂચિત કરવામાં આવી છે. ગ્રન્થના અથતઃ ઉપદેશ ભગવાનને છતાં શબ્દતઃ રચના કોની છે એ બાબત મૂળ ગ્રન્થમાં કશું જ કહેવામાં નથી આવ્યું. પણ પરંપરાને આધારે ટીકાકાર વ્યાખ્યામાં કહે છે કે, સુધર્મા નામના પાંચમા ગણુધરે જ વ્યૂ નામના પોતાના શિષ્યને ઉદ્દેશીને આનું પ્રતિષ્ઠાદન કર્યું છે. આને અથ શુ ? શુ આપણે એમ સમજવુ` કે સ્વયં સુધર્માએ આ ગ્રન્થની રચના કરી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org