________________
ઉપદેશને પણ વ્યવસ્થિત કરવા માટે જૈન આચાર્યોએ મળીને ત્રણ વાચનાઓ કરી હતી. જ્યારે પણ આચાર્યોએ જોયું કે શ્રુતને હાસ થઈ રહ્યો છે ત્યારે આચાર્યોએ એકત્ર થઈને તેને વ્યવસ્થિત કરવા પ્રયત્ન કર્યો છે.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી અંદાજે ૧૬૦ વર્ષે પાટલિપુત્રમાં લાંબા સમય સુધીના દુભિક્ષને અંતે જૈન શ્રમણસંઘ એકત્ર થયો. એ કાળે મધ્યદેશમાં અનાવૃષ્ટિને કારણે જૈનસંઘ વિઘટિત અવસ્થામાં હતો, આથી અંગ આગમ શાસ્ત્રની દુરવસ્થા થાય એ સ્વાભાવિક છે. એકત્ર થયેલા શ્રમણોએ એકબીજાને પૂછી પૂછીને ૧૧ અંગોને વ્યવસ્થિત કર્યા પરંતુ જણાયું કે ઉપસ્થિતમાંના કેઈને પણ સંપૂર્ણ બારમા અંગનું જ્ઞાન નથી. તે સમયે દષ્ટિવાદના જ્ઞાતા આચાર્ય ભદ્રબાહુ હતા પરંતુ તેમણે ૧૨ વર્ષ માટે વિશેષ પ્રકારના ગમાર્ગની આરાધનામાં મન પરોવ્યું હતું. એટલું જ નહીં પણ તેઓ નેપાલમાં હતા. આથી સંઘે સ્થૂલભદ્રને બીજા અનેક સાધુઓ સાથે દષ્ટિવાદની વાચના માટે ભદ્રબાહુ પાસે મોકલ્યા. આ બધામાં કેવલ સ્થૂલભદ્ર જ દૃષ્ટિવાદ ગ્રહણ કરવામાં સમર્થ સિદ્ધ થયા. સ્થૂલભદ્ર દશપૂર્વેનું જ્ઞાન લઈ લીધા પછી પિતાની શ્રુતલબ્ધિની સિદ્ધિને પ્રયોગ કર્યો. આ વાતની જાણ જ્યારે ભદ્રબાહુને થઈ ત્યારે તેમણે આગળ ભણાવવાનું બંધ કરી દીધું. સ્થૂલભદ્રની ઘણી સમજાવટ પછી તેઓ રાજી થયા અને શેષ ચારપૂર્વે માત્ર સૂત્રરૂપે ભણાવ્યા પણ તેની અનુજ્ઞા એટલે કે બીજાને ભણાવવાની છૂટ આપી નહીં– (આવશ્યકણિ ભા ૨. પૃ. ૧૮૭, તિલ્યોગોલીય ગા. ૮૦૧-૨, વીરનિર્વાણસંવત ઔર જેન કાલગણના પૃ. ૯૪). પરિણામ એ આવ્યું કે સ્થૂલભદ્ર સુધી શ્રમણસંધમાં ચૌદપૂર્વેનું જ્ઞાન રહ્યું પણ તેમને મૃત્યુ પછી ૧૨ અંગમાંથી ૧૧ અંગ અને બારમા અંગમાંથી માત્ર દશપૂર્વનું જ્ઞાન શેષ રહ્યું. સ્થૂળભદ્રનું મૃત્યુ વીરનિ. ૨૧૫ વર્ષ પછી (મતાંતરે ૨૧૯) થયું.-(શ્રી કલ્યાણ વિજયના મતે મૃત્યુ નહીં પણ યુગપ્રધાન પદને અંત. (વીરનિ. પૃ૦ ૬૨).
વાસ્તવિક દૃષ્ટિએ જોઈએ તો સ્થૂલભદ્ર પણ શ્રુતકેવળી તો નહીં કારણ કે તેમણે દશપૂર્વનું સૂત્ર અને અર્થરૂપે અધ્યયન કર્યું હતું. પણ શેષ ચાર પૂર્વ તો માત્ર સૂત્રરૂપે ભણ્યા હતા. તેના અર્થનું જ્ઞાન તેમને ભદ્રબાહુએ આપ્યું જ ન હતું. આથી શ્વેતામ્બરોને મતે એટલું જ કહેવું પડે કે ભદ્રબાહુના મૃત્યુની સાથે જ અર્થાત્ વિરનિ. ૧૭૦ વર્ષ પછી શ્રુતકેવલીનો લેપ થયો હતો. અર્થાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org