________________
૩૫
પણ માને છે. ફરક માત્ર એટલો જ છે કે પૂર્વોક્ત ક્રમે દિગંબરેએ તેને વિચ્છેદ માન્યો છે ત્યારે શ્વેતામ્બરેએ માત્ર બારમા અંગને જ વિચ્છેદ મા. એમનું માનવું છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી હજાર વર્ષે કેવલ પૂર્વગતને વિચ્છેદ થયો છે–ભગવતી ૨.૮; તિથૈગા. ૮૦૧, સત્તરીયઠાણ ૩૨૭.
જ્યાં સુધી પૂર્વેને વિચ્છેદ થયે ન હતો, પૂર્વના વિષયોને આધારે નાનાપ્રકારની રચનાઓ થઈ હતી. આવી અધિકાંશ રચનાઓનો સમાવેશ અંગબાહ્યમાં કરવામાં આવ્યું છે, કેટલીક એવી પણ રચના છે જેનો સમાવેશ અંગમાં પણ કરવામાં આવ્યો છે.
દિગંબરાએ ૧૪, સ્થાનકવાસી–તેરાપંથીએ ૨૧ અને શ્વેતામ્બર મતિ. પૂજકેએ ૩૪ અંગબાહ્ય આગામે સ્વીકાર્યા છે.
શ્વેતામ્બરોને મતે ઉપલબ્ધ ૧૧ અંગ અને ૩૪ અંગબાહ્યની સૂચિ આ પ્રમાણે છે–
૧૧ અંગ-પુક્તિ આચારાંગ આદિ ૧૨ ઉપાંગ-પપાતિક આદિ પુર્વોક્ત ૧૦ પ્રકીર્ણક-૧. ચનુ શરણ, ૨. આતુરપ્રત્યાખ્યાન, ૩. ભક્તપરિણા,
૪. સંસ્તારક, ૫. તંદુવૈચારિક, ૬. ચંદ્રધ્યક, ૭. દેવેન્દ્રસ્તવ, ૮. ગણિવિદ્યા, ૯ મહાપ્રત્યાખ્યાન,
૧૦. વીરસ્તવ. આ દશ પ્રકણકને અન્ય પ્રકારે પણ ગણાવવામાં આવે છે–આ બાબતે
જુએ-કેનેનિકલ લિટ્રેચર ઓફ ધ જેન્સ પૃ. ૪૫–૫૧. ૬ છેદસૂત્ર-૧. નિશીથ, ૨. મહાનિશીથ, ૩. વ્યવહાર, ૪. દશાશ્રુતસ્કંધ,
૫. બૃહત્કલ્પ, ૬. છતક૯૫. ૪ મૂળ-૧.ઉત્તરાધ્યયન, ૨. દશવૈકાલિક, ૩. આવશ્યક, ૪. પિંડનિયુક્તિ મતાંતરે
ઘનિર્યુક્તિ ૨ ચૂલિકાસૂત્ર-૧. નંદી, ૨. અનુયોગદ્વાર
(૬) આગમને રચનાકાલ આપણે જોયું કે આગમશબ્દવા એક ગ્રન્થ નથી, પણ અનેક ગ્રન્થને સમુદાય છે. આથી આગમોની રચનાને કેઈ એક કાલ બતાવી શકાય તેમ નથી. ભગવાન મહાવીરનો ઉપદેશ વિક્રમપુર્વે ૫૦૦માં શરૂ થયો. આથી ઉપલબ્ધ
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org