________________
૩૭
આગમનું પઠનપાઠન લિખિત ગ્રંથને આધારે નહીં પણ કંઠોપકંઠથી થતું હતું.
પ્રશ્નવ્યાકરણ અંગનું વર્ણન જેવું નંદી સત્રમાં છે, તેને જોઈએ તે ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ અંગ સમગ્ર ભાવે જ પછીની રચના હોય તેમ નિશ્ચિત કહી શકાય છે. વાલભી લેખન પછી આ અંગ કયારે નષ્ટ થયું અને ક્યારે તેને સ્થાને નવું બનાવી જેડવામાં આવ્યું, આ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી, એટલું જ કહી શકાય તેમ છે કે અભયદેવની ટીકા જે બારમી શતીના પ્રારંભમાં લખવામાં આવી છે તે પુર્વે ક્યારેક તે બની ગયું હશે.
આ ઉપાંગના સમય વિષે હવે વિચાર ક્રમ પ્રાપ્ત છે. પ્રજ્ઞાપનાને રચના કાલ નિશ્ચિત છે. પ્રજ્ઞાપનાના રચયિતા આર્થસ્થામ છે. એમનું બીજુ નામ કાલકાચાર્યો (નિમેદવ્યાખ્યાતા) છે. (વીરનિ. પૃ. ૬૪) એમને વીરનિ. ૩૩૫માં યુગપ્રધાનપદ મળ્યું છે, અને તેઓ તે પદ પર ૩૭૬ સુધી રહ્યા છે. આ જ કાલની રચના પ્રજ્ઞાપના છે. અત: આ રચના વિક્રમપુર્વે ૧૩૫ થી ૯૪ની વચ્ચેની હોવી જોઈએ.
બાકીના ઉપાંગોના કર્તા વિષે કશું જ જાણવામાં આવ્યું નથી. કિન્તુ તેના રચયિતા ગણધર તે મનાતા જ નથી. અન્ય કોઈ સ્થવિર માનવામાં આવે છે. આ બધા કોઈ એક કાલની રચના હોય તેમ જણાતું નથી.
ચન્દ્રપ્ર, સૂર્યપ્ર., અને જબૂદીપપ્રાપ્તિ આ ત્રણ ઉપાંગોનો સમાવેશ દિગંબરાએ દષ્ટિવાદના પ્રથમ ભેદ પરિકર્મમાં કર્યો છે. (ધવલા પુ. ૨, પૃ. ૪૩) નંદીસૂત્રમાં પણ આમને નામોલ્લેખ છે. આથી આ બન્ને ગ્રન્થ શ્વેતામ્બર–દિગ
બરના ભેદ પુર્વેના હોવા જોઈએ. આથી આમનો સમય વિક્રમ સંવતના પ્રારંભથી પછીનો હોવા સંભવ નથી. શેષ ઉપાંગોને વિષે પણ સામાન્યત: આમ જ કહી શકાય. ઉપલબ્ધ ચન્દ્રપ્રન્ટ અને સૂર્યપ્રવેમાં ખાસ કાઈ ભેદ નથી જણાત. અત: એમ સંભવ છે કે મૂલ ચન્દ્રમ૦ નષ્ટ થઈ ગઈ હોય.
પ્રકીર્ણ કેની રચના વિષે એમ કહી શકાય કે તેની રચના સમયે સમયે થઈ હશે. અને અંતિમ મર્યાદા વલભી વાચન હોઈ શકે અથવા તે પછી પણ હોઈ શકે.
છેદસૂત્રોમાં દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પ અને વ્યવહારની રચના તો ભદ્રબાહુએ કરી હતી (દશનિ. ગા. ૧) આથી તેમનો સમય વિરનિ. ૧૭૦ પછી તે હોઈ શકે જ નહીં. અર્થાત વિક્રમપુર્વ ૩૦૦ પહેલા તે બની ચૂક્યા હતા. આ ગ્રન્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org