________________
૩૮
નિયુક્તિ ભાષ્ય આદિ અનેક ટીકાઓ બની છે, આથી આમાં પરિવર્તનને અવકાશ નથી.
" નિશીથ સૂત્ર તો આચારાંગની ચૂલિકા છે આથી તે પણ પ્રાચીન છે જ. કિન્તુ છતકલ્પ તો આ. જિનભદ્રની રચના હેઈ તેમના સમયની જ રચના ગણવી જોઈએ અર્થાત વિક્રમ ૫૪૬–૬૫૦ ની વચ્ચે ક્યારેક તે રચાયું. જ્યારે પંચકલ્પ નષ્ટ થયું ત્યારે તેનું સ્થાન છેદમાં છતકલ્પ લીધું –એમ કહેવાને બદલે આમ કહેવું યોગ્ય છે કે તે ક૫-વ્યવહાર-નિશીથના સારરૂપે હેઈ તેને છેદમાં સ્થાન મળ્યું.
મહાનિશીથ તે જે હરિભદ્ર નષ્ટ થતાં બચાવ્યું તે જ છે. આથી તેની ઉપલબ્ધ સંકલનાનું શ્રેય હરિભદ્રને જ છે. આથી તેનો સમય પણ હરિભદ્રનો જે સમય છે તે જ હોઈ શકે. એમાંનો વિષય તો જૂનો જ છે. - મૂલ સૂત્રોમાં દશવૈકાલિક આ૦ શĀભયની કૃતિ છે. એમને યુગપ્રધાન પદ વિરનિ ૭૫ માં મળ્યું. અને તેઓ તે પદમાં વીરનિ. ૯૮ સુધી સ્થિર રહ્યા. અર્થાત દશવૈકાલિકની રચના વિક્રમપુર્વ ૩૨૫ અને ૩૯૨ ની વચ્ચે થઈ એમ માની શકાય. દશવે ની ચૂલિકાઓ તેમાં બાદમાં જોડવામાં આવી હશે. આ સિવાય તેમાં કઈ પરિવર્તન હોવાનો સંભવ નથી.
ઉત્તરાધ્યયન કેઈ એક આચાર્યની રચના નથી અને વળી નથી તે કોઈ એક કાલની રચના છતાં તેને વિક્રમપુર્વ બીજી અથવા ત્રીજી શતીનું માનવામાં કાંઈ બાધક જણાતું નથી.
આવશ્યક સૂત્ર અંગબાહ્ય હોઈ ગણધરકૃત તે નથી જ પણ તે સમકાલીન કઈ સ્થવિરની રચના હશે સાધુઓના આચારમાં નિત્યોપયોગમાં આવનાર આ સૂત્ર છે. આથી તેની રચના દશવૈકાલિકથી પણ પુર્વે માનવી જરૂરી છે. અંગ ગ્રન્થમાં જ્યાં સ્વાધ્યાયને ઉલ્લેખ છે ત્યાં “સામાઈયાણિ એકાદસાંગાણિ” ભણવાનો નિર્દેશ સ્પષ્ટ છે. આથી સ્પષ્ટ થાય છે કે સાધુઓને સર્વ પ્રથમ આવશ્યક સૂત્ર ભણાવવામાં આવતું હતું. આથી એ પણ માનવું જરૂરી છે કે આવશ્યક સૂત્ર અંગકાલીન છે. અર્થાત્ જ આમ માનવું ઉચિત છે કે આવશ્યકની રચના વિક્રમપુર્વ ચોથી શતીમાં થઈ હશે.
પિંડનિયુક્તિ એ તો દશવૈકાલિકની નિયુક્તિને એક ભાગ છે. આથી તે ભદ્રબાહુ દ્વિતીયની રચના હોવા વિશે શંકા રહેતી નથી તેથી તે વિક્રમ પાંચમી– છઠ્ઠી શતીની રચના ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org