________________
(૮) આગમની ટીકાઓ આગમોની ટીકાએ પ્રથમ પ્રાકૃતમાં અને પછી સંસ્કૃતમાં થઈ છે. પ્રાકૃત ટીકાઓ નિયુક્તિ, ભાષ્ય અને ચૂણિને નામે લખાઈ છે. નિર્યુક્તિ અને ભાષ્ય પદ્યમાં અને ચૂણિ ગદ્યમાં છે, ચુર્ણિમાં યત્રતત્ર સંસ્કૃત વાક્યોનું મિશ્રણ કરવામાં આવ્યું છે. ઉપલબ્ધ નિયુક્તિઓ દ્વિતીય ભદ્રબાહુની છે. તેમનો સમય વિ. પાંચમી-છઠ્ઠી શતી છે. નિર્યુક્તિઓમાં દાર્શનિક ચર્ચા કેટલેક પ્રસંગ કરી છે. ખાસ કરી બૌદ્ધ અને ચાર્વાક વિષે નિર્યુક્તિમાં જ્યાં ક્યાંઈ અવસર મળ્યો અવશ્ય લખ્યું છે. આત્માનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે, જ્ઞાનનું સૂક્ષ્મ નિરૂપણ તથા અહિંસાનું તાત્વિક વિવેચન કર્યું છે. શબ્દના અર્થ કરવાની પ્રવૃત્તિમાં તો ભદ્રબાહુનું નૈપુણ્ય યત્રતત્ર સર્વત્ર જણાઈ આવે છે. પ્રમાણ, નય અને નિક્ષેપ વિષે લખીને ભદ્રબાહુએ જૈન દર્શનની ભૂમિકા પાકી કરી દીધી છે.
કોઈ પણ વિષયની ચર્ચાનું પોતાના સમય સુધીનું પૂર્ણરૂપ જેવું હોય તે તે ભાષ્યમાં મળી રહે છે, ભાષ્યકારોમાં સંઘદાસગણી અને જિનભદ્ર મુખ્ય છે. તેમનો સમય સાતમી શતી છે.
જિનભદ્ર વિશેષાવશ્યકભાષ્યમાં આગમિક વિષયોનું તર્કસંગત વિવેચન કર્યું છે, પ્રમાણ, નય અને નિક્ષેપની ચર્ચા તો પૂર્ણરૂપમાં કરી જ છે. આ ઉપરાંત તનું તાત્ત્વિક યુક્તિસંગત વિવેચન તેમણે કર્યું છે. એમ નિ:શંક કહી શકાય કે દાર્શનિક ચર્ચાનો એ કઈ વિષય નથી જેના વિષે જિનભદ્ર પિતાની કલમ ચલાવી ન હોય.
બૃહત્કલ્પભાષ્યમાં સાધુઓના આહાર-વિહારાદિ વિષયના ઉત્સર્ગ–અપવાદ માર્ગની વિસ્તૃતરૂપે દાર્શનિક ઢંગે ચર્ચા કરી છે. તેમણે પણ પ્રસંગે જ્ઞાન, પ્રમાણ નય અને નિક્ષેપ વિષે લખ્યું જ છે.
લગભગ સાતમી–આઠમી શતીની ચુર્ણિમાં મળે છે. ચુર્ણિકારોમાં જિનદાસ મહત્તર પ્રસિદ્ધ છે. ગુણિઓમાં ભાષ્યચર્ચિત વિષયોની સંક્ષેપમાં ગદ્યમાં ચર્ચા કરવામાં આવી છે. જાતક પ્રકારની કથાઓ ચુર્ણિની વિશેષતા છે.
જિનાગમની સૌથી પ્રાચીન સંસ્કૃત ટીકા આ. હરિભદ્રની છે. એમનો સમય વિ. ૭૫૭ થી ૮૫૭ની વચ્ચેનો છે. હરિભદ્રે પ્રાકૃત યુણિએનું સંસ્કૃતમાં પ્રાય રૂપાન્તર કર્યું છે, યત્રતત્ર પિતાના દાર્શનિક જ્ઞાનનો ઉપયોગ પણ તેમણે ટીકામાં કર્યો છે. આથી ભારતીય દર્શનોની પૂર્વ પક્ષરૂપે ચર્ચા તેમની ટીકાઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org