________________
।
૩૯
ચૂલિકાસ્ત્રામાંના નંદીની રચના દેવવાચકની છે. અને તેની રચના વિક્રમ ૪૨૩ પૂર્વે થઈ છે. (જુએ નંદી–અનુયાગ પ્રસ્તાવના પૃ. ૩૨-૩).
અનુયાગ દ્વારસૂત્રના કર્તા કાણુ છે એ કહેવું કઠણ છે. પણ તે આવશ્યક સૂત્રને અનુયાગ હાઈ આવશ્યક પછી જ કયારેક બન્યુ હશે એમ કહી શકાય. પ્રવાદ પ્રમાણે તે આ રક્ષિતની રચના મનાય છે, પણ તેમાં તથ્ય નથી. પણ તેને સમય મેં નિશ્ચિત કરવા પ્રયત્ન કર્યાં છે અને તે ઈસ્વી ૩૦૦ પછી તેા નથી જ રચાયું, તે પૂર્વ કયારેક રચાયું હશે એવા નિ ય ઉપર હું આવ્યા છું. (અનુયેાગદ્વાર પ્રસ્તાવના પૃ. ૪૯–૫૧) આ અનુયાગારમાં સંભવ છે કે યંત્રતંત્ર કેટલીક ખાખતા ઉમેરવામાં આવી હાય.
આગમેાના સમય વિષેની આ ચર્ચા અંતિમ છે એમ માનવું જોઈએ નહીં. જ્યારે પ્રત્યેક આગમ વિષે અંતર—બાહ્ય નિરીક્ષણ કરીને આ ચર્ચા પરિપુ થાય ત્યારે જ સમયનિણૅય અંતિમ ગણાય. અહીં તે। સામાન્ય નિરૂપણ કરવા પ્રયત્ન કર્યાં છે.
(૭) આગમાના વિષય
આ પૂર્વે આ બાબતની ઘેાડી ચર્ચા મે' શ્રી પ્રેમી અભિનંદન ગ્રન્થમાં કરી જ છે. પણ અહી જરૂરી હોઈ તે પુનઃ કરવામાં આવે છે.
જૈન આગમેમાં કેટલાક તા એવા છે જે જૈન આચાર સાથે સંબંધ ધરાવે છે. જેવા કે આચારસ’ગ, દશવૈકાલિક આદિ. કેટલાક આગમે તત્કાલીન ભૂગાળ અને ખગાળ આદિ સંબધી માન્યતાઓનું વર્ણન કરે છે, જેવા કે જમૂદ્દીપ પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રાપ્તિ આદિ. છેદસૂત્રેાના પ્રધાન વિષય જૈન સાધુએ ના આચારવિષયક ઔર્ગિક અને આપવાદિક નિયમનુ વર્ણન કરે છે અને પ્રાયશ્ચિત્તનું વિધાન કરે છે. કેટલાક ગ્રન્થા એવા છે જેમાં જૈન માના અનુયાયીઓના ચરિતનુ ચિત્રણ કરવામાં આવ્યું છે, જેવા કે વાસકદ્દસા, અનુત્તરાપપાતિકદસા આદિ– કેટલાકમાં કલ્પિત કે સાચી કથાએ! અને દૃષ્ટાંતા આપી ઉપદેશ દેવામાં આવ્યેા છે. જેમ કે જ્ઞાતાધ કથા આદિ. વિપાકસૂત્રમાં શુભ-અશુભ કર્માંને વિપાક થાએ દ્વારા નિર્દિષ્ટ છે, ભગવતીસૂત્રમાં ગણધરે અને બીજાઓના . મહાવીર સાથેના સંવાદોનું નિરૂપણ છે. બૌદ્ધ સૂત્તપિટકની જેમ નાના વિષયેાના પ્રશ્નોત્તરાના સંગ્રહ પણ આમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org