________________
દર્શન સાથે સંબંધ ધરાવનાર ગ્રન્થોમાં ખાસ કરી સૂત્રકૃતાંગ, પ્રજ્ઞાપના, રાજપ્રક્રીય, ભગવતી, નન્દી, સ્થાનાંગ, સમવાયાંગ અને અનુયગોધાર સૂત્રો મુખ્ય છે.
સૂત્રકૃતમાં તત્કાલીન મન્તવ્યોનું નિરાકરણ કરી સ્વમતની પ્રસ્થાપના કરી છે. ભૂતવાદીઓનું નિરાકરણ કરીને આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. બ્રહ્મવાદને સ્થાને નાના આત્મવાદ સ્થિર કર્યો છે, જીવ અને શરીરને પૃથફ બતાવ્યાં છે. કર્મનું અસ્તિત્વ અને તેના ફળની ચર્ચા કરવામાં આવી છે, જગદુત્પત્તિના વિષયમાં વિવિધવાદેનું નિરાકરણ કરી જગત ઈશ્વરે અથવા એવી કોઈ વ્યક્તિએ નિર્મિત નથી કર્યું, એ તો અનાદિ અનંત છે-આ બાબતની સ્થાપના કરી છે. તત્કાલીન ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ, અને અજ્ઞાનવાદનું નિરાકરણ કરી સુસંસ્કૃત ક્રિયાવાદની સ્થાપના કરવામાં આવી છે.
પ્રજ્ઞાપનામાં જીવોના વિવિધ ભાવોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
રાજકશ્રીયમાં પાર્શ્વનાથની પરંપરાના કેશી શ્રમણે શ્રાવસ્તીના રાજા પએસીના પ્રશ્નોના ઉત્તરમાં નાસ્તિવાનું નિરાકરણ કરી આત્મા અને તત્સંબંધી અનેક વિષયોની સમજ દૃષ્ટાંત અને યુક્તિઓ દ્વારા આપી છે.
ભગવતીસૂત્રના અનેક પ્રશ્નોત્તરોમાં નય–પ્રમાણ આદિ અનેક દાર્શનિક વિચાર વેરાયેલા પડ્યા છે.
નંદીસુત્ર જૈન દૃષ્ટિએ જ્ઞાનનું સ્વરૂપ અને તેના અનેક ભેદનું વિશ્લેષણ કરતો એક અનુપમ ગ્રન્થ છે.
સ્થાનાગ અને સમવાયાંગની રચના બૌદ્ધના અંગુત્તરનિકાય જેવી જ છે, આ બન્નેમાં પણ આત્મા, પુદગલ, જ્ઞાન, નય, પ્રમાણ આદિ વિષયોની ચર્ચા કરવામાં આવી છે. ભગવાન મહાવીરના શાસનમાં થયેલ નિહ્નોની ચર્ચા સ્થાનાંગમાં કરવામાં આવી છે. આવા સાત નિહ્નો થયા છે, જેમણે કાળક્રમે ભ. મહાવીરના સિદ્ધાન્તોમાં મતભેદ પ્રકટ કર્યો છે. આથી તેમને નિહ્નવ કહેવામાં આવ્યા છે.
અનુયાગમાં શબ્દાર્થ કરવાની પ્રક્રિયાનું અપુર્વ વર્ણન છે, અને પ્રાસંગિકરૂપે તેમાં બીજા અનેક વિષયે ચર્ચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org