________________
૩૪
શાસ્ત્રીદ્વાર મીમાંસામાં (પૃ. ૪૧) આ. અમોલખઋષિએ લખ્યું છે કે ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રાપ્તિ આ બન્ને જ્ઞાતા ધર્મના ઉપાંગે છે. આ અપવાદને ધ્યાનમાં રાખીને ક્રમશ: આચારાંગનું ઔપપાતિક ઇત્યાદિ ક્રમે અંગેની સાથે તેના ઉપાંગોની યોજના કરી લેવી જોઈએ. ક છેદ-૧ વ્યવહાર, ૨ બૃહકલ્પ, ૩ નિશીથ ૪ દશાશ્રુતસ્કંધ. ૪ મૂલ-૧ દશવૈકાલિક, ૨ ઉત્તરાધ્યયન, ૩ નન્દી, ૪ અનુયોગદાર ૧ આવશ્યક
આ પ્રકારે બધા મળી અંગબાહ્ય ૨૧ થાય છે. જે વિદ્યમાન છે.
૨૧ અંગબાહ્ય ગ્રન્થને જે પ્રકારે સ્થાનકવાસીઓએ માન્યાં છે, શ્વેતામ્બર મૂર્તિપૂજક તેમને તે જ પ્રકારે માને છે. આ ઉપરાંત કેટલાક અન્ય ગ્રન્થોનું પણ અસ્તિત્વ માને છે જેમને સ્થાનકવાસી પ્રમાણ માનતા નથી અથવા તો લુપ્ત માને છે.
સ્થાનકવાસીની જેમ તેને એક ઉપ સંપ્રદાય તેરાપંથીને પણ ૧૧ અંગ અને ૨૧ અંગબાહ્ય ગ્રન્થોનું અસ્તિત્વ અને પ્રામાણ્ય માન્ય છે. શેષનું નહીં.
આ બન્ને સ્થાનકવાસી અને તેરાપંથીને નિયુક્તિ આદિ ટીકા ગ્રન્થનું પ્રામાણ્ય સ્વીકૃત નથી.
યદ્યપિ વર્તમાનમાં ઉક્ત બન્ને સંપ્રદાયોના કેટલાક વિદ્વાનોની આગમના ઈતિહાસ વિષે દૃષ્ટિ ગઈ હોવાની તથા આગમોની નિયુક્તિ જેવી પ્રાચીન ટીકાઓના અભ્યાસને કારણે દૃષ્ટિ કાંઈક ઉદાર થઈ છે અને તેઓ એ સ્વીકારવા લાગ્યા છે કે દશવૈકાલિક આદિ શાસ્ત્રોના પ્રણેતા ગણધર નહીં, કિન્તુ શય્યભવ આદિ છે તથાવિ જેમનો આગમની ટીકા-ટિપણી વિષે કોઈ વિશ્વાસ નથી તથા જેમને આગમની સંસ્કૃત ટીકા વિષે નફરત છે એવા સાંપ્રદાયિક મનોવૃત્તિવાળાઓનો એ જ વિશ્વાસ છે કે અંગ અને અંગબાહ્ય બંને પ્રકારના આગમના કર્તા ગણધરે જ છે, અન્ય કોઈ સ્થવિર નથી. શાસ્ત્રોદ્ધારમીમાંસા પૃ૦ ૪૩, ૪૫, ૪૭. વેતામ્બર મૂર્તિપૂજકેના આગમગ્રન્થ - એ તો કહેવાઈ ગયું છે કે અંગ બાર છે તેમાં તે કેઈને વિવાદ નથી.એટલે શ્વેતામ્બર મૂર્તિપૂજકોને પણ પૂર્વોક્ત ૧૨ અંગ માન્ય જ છે જેમને દિગંબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org