________________
૨૯
માન્યો છે. આથી આ વાચના આ કાળમાં જ ક્યારેક થઈ હશે (વીરનિ. પૃ. ૧૦૪) આ વાચનાના ફળ સ્વરૂપે આગમ લખવામાં પણ આવ્યા. (ક) વાલજીવાચના
- જ્યારે મથુરામાં વાચના થતી હતી તે જ સમયે વલભીમાં પણ નાગાર્જુન આચાર્યે શ્રમણસંધને એકત્ર કર્યો હતો, અને તેમને તથા એકત્રિત સંઘને જે કાંઈ આગમ અને તેના અનુગ વિષે યાદ હતું તે લખી લેવામાં આવ્યું, અને પ્રકરણ ગ્રન્થોની પણ નોંધ લઈ લેવામાં આવી, અને વિસ્તૃત વિષય વિષે પૂવપર સંબંધને અનુસરી વ્યવસ્થિત કરીને તદનુસાર વાચના આપવામાં આવી. (વીરનિ. પ્ર. ૧૧૦). આમાં પ્રમુખ નાગાર્જુન હતા તેથી આ વાચન નાગાજુનીય વાચના તરીકે ઓળખાય છે.
(૩) દેવગિણિનું પુસ્તક લેખન
ઉપર્યુક્ત વાચનાઓ પછી લગભગ દોઢસે વર્ષ વીતી ગયા હતા ત્યારે કરી વલભીનગરમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના અધ્યક્ષપદે શ્રમણસંધ એકત્ર થયો અને પૂર્વોક્ત બને વાચનાઓમાં લખાયેલ સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રન્થ કે પ્રકરણ વિદ્યમાન હતા એ બધાને લખીને સુરક્ષિત કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો. આ શ્રમણ સમવસરણમાં બન્ને વાચનાઓનો સમન્વય કરવામાં આવ્યો અને યથાસંભવ ભેદભાવ દૂર કરીને એકરૂપતા લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો. અને જે મહત્વના પાઠભેદ હતા તેમને પાઠાંતર' તરીકે નિર્દેશ કરવામાં આવ્યો. આ પાઠાંતરે કવચિત મૂળમાં, પણ મોટે ભાગે ચૂણિમાં જોવા મળે છે. કેટલાક ગ્રન્થ એક જ વાચનામાં હતા તેમને પણ જેમના તેમ સ્વીકારી લેવામાં આવ્યા (વીરનિ. પૃ. ૧૧૨). આ જ કારણ છે કે મૂળ અને ચણિ જેવા ટીકાગ્રન્થમાં “વાયાંતરે પુળ” અથવા “નાગાજુનીયાસ્તુ પઠન્તિ' જેવા ઉલ્લેખ મળે છે.–વીરનિ. પૃ. ૧૧૬.
આ ઘટના વીરનિર્વાણ ૯૮૦માં બની અને મતાન્તરે ૯૯૩ માં બની.
નંદીસૂત્રમાં આગમ ગ્રન્થની જે સૂચી આપવામાં આવી છે તેને જે વાલભી વાચનામાં પુસ્તકારૂઢ બધા જ આગમોની સૂચી માનવામાં આવે તો કહેવું જોઈએ કે ઘણું આગમે તે લેખનસમય પછી પણ નષ્ટ થઈ ગયા છે. ખાસ કરી પ્રકીર્ણક તો અનેક નષ્ટ થઈ ગયા. કેવલ વીરસ્તવનામક એક પ્રકીર્ણક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org