________________
૩૦
અને પિંડ નિયુક્તિ એવાં છે, જે નન્દીસત્રમાં ઉલિખિત નથી કિન્તુ શ્વેતામ્બરને આગમરૂપે માન્ય છે.
(૪) પૂર્વને આધારે પ્રથિત અન્ય દિગંબર અને શ્વેતામ્બર બન્નેને મતે પૂર્વેને વિચ્છેદ થઈ ગયો છે પરંતુ પૂર્વગત વિષયને સર્વથા લેપ થયો છે એમ નથી. કારણ કે બને સંપ્રદાયોમાં કેટલાક એવા ગ્રન્થ અને પ્રકરણે વિદ્યમાન છે જેનો મૂલાધાર પૂર્વ બતાવવામાં આવે છે. દિગમ્બર આચાર્યોએ તે પૂર્વને આધારે જ ખંડાગમ અને કષાય પાહડની રચના કરી છે એ બતાવવામાં આવશે. આ વિષે અહીં પ્રથય શ્વેતામ્બર માન્યતા વિષે કહેવામાં આવે છે
વેતાઅોને મતે દષ્ટિવાદમાં જ સંપૂર્ણવામયને સમાવેશ છે. કિન્તુ દુર્બળમતિ પુરુષ અને સ્ત્રીઓ માટે દૃષ્ટિવાદના વિષયને લઈને જ શેષ ગ્રાની સરળ રચના કરવામાં આવે છે -(વિશેષા. ગા. ૫૫૧-૨; બૃહત્ક૯૫ ભાષ્ય ગા, ૧૪૫-૬૭) આ મતને આધારે જ સૂચિત કરવામાં આવ્યું છે કે ગણધરે સર્વ પ્રથમ પૂર્વની, જે દષ્ટિવાદને જ એક ભાગ છે, તેની રચના કરે છે અને એ જ પૂર્વને આધારે શેષ અંગોની રચના કરે છે–નંદી ચૂર્ણિ પૃ. ૫૬, આવ. નિ. ર૯૨-૩; આથી ઉલટો મત છે કે સર્વ પ્રથમ આચારાંગની રચના ગણધર કરે છે અને પછી બાકીના અંગેની–આચા. નિ. ૮–૯, આચા. ચૂ. પૃ૦ ૩; ધવલા પુ. ૧, પૃ. ૬૫.
પ્રથમ મત ઉચિત જણાય છે પણ એનું તાત્પર્ય એટલું સમજવું જોઈએ કે વર્તમાન આચારાંગ આદિથી પહેલા જે શ્રુતજ્ઞાન હતું તે જ પૂર્વને નામે ઓળખાય છે. અને તેને જ આધારે ભ. મહાવીરના ઉપદેશને ધ્યાનમાં લઈ દ્વાદશાંગની રચના થઈ અને તે પૂર્વેને પણ બારમાં અંગના એકદેશરૂપે સમાવી લેવામાં આવ્યા. પૂર્વના આધારે જ જ્યારે સરળ ગ્રન્થો બન્યા ત્યારે પૂર્વના અધ્યયન-અધ્યાપનમાં રૂચિ ઓછી થાય તે સ્વાભાવિક છે અને આ જ કારણ છે કે સર્વ પ્રથમ વિચ્છેદ પૂર્વનો જ થયો. - આ તે એક સામાન્ય સિદ્ધાન્ત થયો પણ કેટલાક ગ્રન્થ અને પ્રકરણને વિષે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તેની રચના અમુક પૂર્વને આધારે થઈ છે.
અહીં એ ગ્રન્થોની સૂચી અમે આપીએ છીએ જેથી પ્રતીત થશે કે કેવલ ષખંડાગમ અને કષાયપ્રાભૂતની જ રચના પૂર્વેને આધારે કરવામાં આવી નથી. પરંતુ શ્વેતામ્બરાન અનેક ગ્રન્થ એવા છે જેને આધાર પૂર્વ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org