________________
શ્રમણને પિતાના દૈનિક જીવનમાં છે. શુદ્ધ જ્ઞાન-વિજ્ઞાનમાં રસ હોય તો જેના શ્રુત સમુદ્રમાં મગન થઈ જવાની સંભાવના છે. અન્યથા આગમને અધિકાંશ જાણ્યા વિના જ શ્રમણજીવનનો રસ મળી શકે છે.
પોતાની સ્મૃતિમાં ભાર આપ્યા વિના પણ પુસ્તકોમાં તેને લિપિબદ્ધ કરીને આગમની સુરક્ષા શક્ય હતી પણ તેમ કરવામાં અપરિગ્રહવ્રતનો ભંગ તેમને અસહ્ય હતો. એવું કરવામાં તેમને અસંયમ દેખાય. (
3gp બેન્તઅસંગમો મવડુ – દશ.ચૂણિ પૃ. ૨૧) અને જ્યારે તેમણે પિતાને અપરિગ્રહવ્રતમાં થોડી ઢીલ મૂકી ત્યારે તો અધિકાંશ આગમ નષ્ટ થઈ ચૂક્યા હતા. પ્રથમ જે પુસ્તક પરિગ્રહને અસંયમનું કારણ માનવામાં આવ્યું હતું તેને જ સંયમનું કારણ માનવું પડયું-(વાઢ ધુળ વડુ વાળવાળા અવોછિત્તિનિમિત્ત વોટ્ટમાઇલ્સ વોથg
નમ માડુ–દશવૈ.ચૂણિ પૃ. ૨૧) કારણ કે જે આવું ન કહે તે મૃત વિનાશનો ભય હતો. કિન્તુ હવે શું થઈ શકે તેમ હતું ? જે કાંઈ તેમણે ખોયું હતું તે તો મળી શકે તેમ હતું જ નહીં, પણ લાભ એટલે અવશ્ય થયો કે તેમણે પુસ્તક પરિગ્રહને સંયમનું કારણ સ્વીકાર્યું, ત્યારે જે કાંઈ આગમ સુરક્ષિત હતા તે બચી ગયા. અધિક હાનિ થઈ નહીં. આમ આચારના નિયમોને શ્રતની સુરક્ષાની દૃષ્ટિએ ઢીલા કરવા પડ્યા. શ્રુતરક્ષા માટે કેટલાય અપવાદો પણ સ્વીકારવામાં આવ્યા. દેનિક આચારમાં પણ શ્રત સ્વાધ્યાયને મહત્ત્વ આપવામાં આવ્યું. આટલું કરવા છતાં જે મૌલિક ક્ષતિ હતી તેનું તો નિવારણ થયું જ નહીં. કારણ કે ગુરુ પિતાના શ્રમણ શિષ્યને જ જ્ઞાન આવી શકે છે તે નિયમમાં તો અપવાદ થયો જ નહીં. આથી અધ્યેતા શ્રમણના અભાવને કારણે ગુરુના સાથે જ જ્ઞાન પણ ચાલ્યું જાય તો તેમાં શું આશ્ચર્ય ? ઘણું કારણે, ખાસ કરી જેનશ્રમની કઠોર તપસ્યા અને અત્યંત કઠિન આચારને કારણે અન્ય બૌદ્ધાદિ શ્રમણની જેમ જેન શ્રમણસંધનું સંખ્યાબલ પ્રારંભથી જ ઓછું રહ્યું છે. આવી સ્થિતિમાં કંઠસ્થની તો વાત જવા દઈએ પણ વલભીમાં લિખિત સકળ ગ્રન્થની પણ સુરક્ષા થઈ ન શકે તેમાં આશ્ચર્ય શું છે ?
(૩) વાચનાઓ (અ) પાટલિપુત્રની પ્રથમ વાચના
બૌદ્ધ ઈતિહાસમાં ભગવાન બુદ્ધના ઉપદેશને વ્યવસ્થિત કરવા માટે ત્રણ સંગતિઓ થઈ છે એ વાત પ્રસિદ્ધ છે. આ જ પ્રકારે ભગવાન મહાવીરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org