________________
ભાષ્ય ગા. ૫૫૦, બૃહત્ક૫ભાષ્ય ગા. ૧૪૪, તત્ત્વાર્થભાષ્ય ૧-૨૦, સર્વાર્થસિદ્ધિ ૧૨૦.
આવા અંગબાહ્ય આગમોની રચના કરનારા સ્થવિરે બે પ્રકારના છેસંપૂર્ણ શ્રુતજ્ઞાની અને દશપૂર્વી. સંપૂર્ણ શ્રુતજ્ઞાની એટલે ચતુર્દશપૂર્વી જેને શ્રુતકેવળી પણ કહેવામાં આવે છે, તેઓ ગણધરપ્રભુત સંપૂર્ણ દ્વાદશાંગીના સૂત્રો અને અર્થ વિષે વિશેષત: નિપુણ હોય છે. ઉપરાંત ભગવાન મહાવીર પૂર્વના આગમ જે પૂર્વને નામે પ્રસિદ્ધ છે તેમાં પણ નિપુણ હોય છે. આ પૂર્વની સંખ્યા ચૌદ છે. આમ દ્વાદશાંગી અને પૂર્વના જ્ઞાતા હોવાથી તેઓ જે કાંઈ લખે તેમાં શાસ્ત્રવિરોધ હોવાને અવકાશ નથી. જિનોત વિષયોનો સંક્ષેપ અથવા વિસ્તાર કરીને તત્કાલીન સમાજને અનુકૂળ ગ્રન્થરચના કરીએ જ તેમનું પ્રયોજન હોય છે. આથી તેમણે રચેલ ગ્રન્થને જેન સંધે સહજ ભાવે આગમમાં સમાવિષ્ટ કરી લીધા છે. આનું પ્રામાણ્ય સ્વતંત્ર ભાવે નહીં પણ ગણધરપ્રણીત આગમ સાથે અવિસંવાદને કારણે છે.
સંપૂર્ણ શ્રુતજ્ઞાન જેણે હસ્તગત કરી લીધું હોય અને જેને કેવળીના વચન, સાથે વિરોધ ન હોય તેના વિષે આવી દલીલ પણ કરવામાં આવી છે કે બધા જ પદાર્થો વચનગોચર થવાની યોગ્યતા ધરાવતા નથી. સંપૂર્ણ યનો ડેક અંશ જ તીર્થકરના વચનનો વિષય બને છે–પૃહકલ્પભાષ્ય ગા. ૬૪. આ વચનરૂપ દ્રવ્યાગમ શ્રુતજ્ઞાનને જે સંપૂર્ણ ભાવે હસ્તગત કરી લે છે, તે જ તો શ્રુતકેવળી કહેવ ય છે. આથી જે વસ્તુ તીર્થંકરે કહી હોય તેને શ્રતકેવળી પણ કહી શકે છે–પૃહકલ્પભાષ્ય ગા. ૯૬૩, ૯૬૬. આ દષ્ટિએ આગમ રચનામાં કેવળી અને શ્રુતકેવળીમાં કોઈ અંતર ન હોવાથી બન્નેનું પ્રામાણ્ય સમાનરૂપે છે.
કાલક્રમે વીરનિ. ૧૦ વર્ષ પછી, મતાંતરે ૧૬૨ વર્ષ પછી જૈનસંઘમાં શ્રુતકેવળીને પણ અભાવ થઈ ગયો અને કેવલ દશપૂર્વે જ રહ્યા. ત્યારે તેમની વિશેષ યોગ્યતાને ધ્યાનમાં લઈને દશપૂર્વ ધરથિત જૈનગ્રન્થનો જૈન આગમોમાં સમાવેશ કરી દીધો. આનું પણ પ્રામાણ્ય તો સ્વ ભાવે નહીં પણ ગણધરપ્રણીત આગમો સાથે અવિસંવાદને કારણે જ છે.
જનની માન્યતા છે કે ચતુર્દશપૂર્વ ધર અને દશપૂર્વધર તે જ સાધક થઈ શકે છે જેમનામાં નિશ્ચિતરૂપે સમ્યગ્દર્શન હોય છે—બૃહકલ્પ ભાષ્ય ગા. ૧૩૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org