________________
૧૮
માર્ગનું પ્રદર્શન કરવાની દષ્ટિએ થાય છે, આ વાત સર્વસંમત છે. શાસ્ત્રની ઉપકારકતા અથવા અનુપકારતા એના શબ્દો ઉપર નિર્ભર નથી, પરંતુ એ શાસ્ત્રવચનોને ગ્રહણ કરનારની યોગ્યતા ઉપર પણ છે. આ જ કારણ છે કે એક જ શાસ્ત્રવચનના વિવિધ અને પરસ્પર વિરોધી અર્થો કરીને દાર્શનિકે વિવિધ મતવાદો ઊભા કરી દે છે. એક જ ભગવદ્ગીતા અથવા એક જ બ્રહ્મસૂત્ર કેટલા વિધીવાદનું મૂળ બની ગયા છે. એટલે શ્રેતાની દૃષ્ટિએ કઈ એક ગ્રન્થને નિયમતઃ સમ્યફ યા મિથ્યા કહેવો અથવા કઈ એક ગ્રન્થને જિનાગમ કહેવો એ ભ્રમજનક છે. આવું જ વિચારીને જિનાગમનું મૂળ ધ્યેય – જીવોની મુક્તિની પૂતિ જે કઈ શાસ્ત્રથી થતી હોય તે બધા જ સમ્યફ છે, તે બધા જ આગમ છે–આવું વ્યાપક દષ્ટિબિંદુ જેનેએ સ્વીકાર્યું છે. આને અનુસરી વેદાદિ બધા જ શાસ્ત્રો જેનોને માન્ય છે. જે જીવની શ્રદ્ધા સમ્યફ હોય તેની સમક્ષ ગમે તે શાસ્ત્ર આવે પણ તે તેને ઉપયોગ મોક્ષમાર્ગને પ્રશસ્ત કરવામાં જ કરશે. અત: તેના માટે બધા જ શાસ્ત્રો પ્રામાણિક છે, સમ્યક છે. પરંતુ જે જીવની શ્રદ્ધા જ વિપરીત હોય અર્થાત્ જેને મુક્તિની કામના જ નથી, જેને સંસારમાં જ સુખ ભંડાર નજરે પડે છે તેને માટે વેદાદિ તો શું પણ તથાકથિત જેનાગમ પણ મિથ્યા છે, અપ્રમાણ છે.
આગમની આ વ્યાખ્યામાં સત્યને આગ્રહ છે, સાંપ્રદાયિક કદાગ્રહ નથી.
હવે વક્તાની દષ્ટિએ આગમની જે વ્યાખ્યા કરવામાં આવી છે એને વિચાર કરીએ–વ્યવહાર દૃષ્ટિએ જે બધા શાસ્ત્રો જેનાગમાન્તર્ગત છે તે બધાને વ્યવહાર દૃષ્ટિ આગમાન્તર્ગત ગણે છે. અર્થાત્ જેને લોકો વેદાદિથી જુદા એવાં જે કઈ શાસ્ત્રને પ્રામાણિક માને છે તે બધા જ આગમાન્તર્ગત છે.
આગમની સામાન્ય વ્યાખ્યા તે એટલી જ છે કે–આપ્તવચન જે છે તે આગમ છે–ન્યાયસૂત્ર ૧–૧–૭/તત્ત્વાર્થ ભાષ્ય ૧–૨૦. જેનાસંમત આપ્ત કોણ છે? આના ઉત્તરમાં કહ્યું છે કે જેણે રાગદ્વેષ જીતી લીધા છે એવા તીર્થ. કર–જિન સર્વજ્ઞ ભગવાન આપ્યું છે–નંદીસૂત્ર ૪૦. અર્થાત્ જિનપદેશ જ જેનઆગમ છે. આમાં વક્તાના સાક્ષાત્ દર્શન અને વીતરાગતાને કારણે દોષની સંભાવના નથી રહેતી, પૂર્વાપરવિરોધ પણ નથી અને યુક્તિબાધા પણ નથી. આથી મુખ્યરૂપે જિનોને ઉપદેશ-નાગમ પ્રમાણ મનાય છે અને ગૌણરૂપે તદનુસાર શાસ્ત્ર.
અહીં પ્રશ્ન થાય છે કે જેનાગમને નામે દ્વાદશાંગી આદિ શાસ્ત્ર પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org