________________
૧૬
ઉપદેશ આપશે તે આચારના સનાતન સત્ય–સામાયિક—સમભાવ વિશ્વવાત્સલ્યવિશ્વમૈત્રીને અને વિચારના સનાતન સત્ય સ્યાદાદ, અનેકાંતવાદ—વિભજ્યવાદના જ ઉપદેશ આપશે. એવા કાઈ કાળ નથી જ્યારે ઉક્ત સનાતન સત્યના અભાવ હાય. એટલે જૈન આગમને આ દૃષ્ટિએ અનાદિ અનત કહેવામાં આવે છે અર્થાત્ વેદની જેમ અપૌરુષેય કહેવામાં આવે છે.
બૃહત્કલ્પ ભાષ્ય. ગા. ૨૦૨-૩માં કહેવામાં આવ્યું છે કે ઋષભાદિતીર્થંકરાની શરીરસ`પત્તિ અને વમાનની શરીરસંપત્તિમાં અત્યંત વૈલક્ષણ્ય હાવા છતાં એ બધાની ધૃતિ, સંધયણ, શારીરિક રચનાના વિચાર કરવામાં આવે તેા, તથા એમની આંતરિક સંપત્તિ–કેવળજ્ઞાનને વિચાર કરવામાં આવે તો એ બધાની યેાગ્યતામાં કશા જ ભેદ ન હેાવાને કારણે તેમના ઉપદેશમાં કશા જ ભેદ હાઈ શકે નહીં. વળી ખીજી વાત એ પણ છે કે સંસારના પ્રજ્ઞાપનીય ભાવા તે અનાદિ અન`ત છે. એટલે જ્યારે પણ કાઈ સમ્યફૂજ્ઞાતા એમનું નિરૂપણ કરશે ત્યારે કાળભેદને કારણે નિરૂપણમાં ભેદ પડશે નહી. આ માટે જ કહેવામાં આવ્યુ છે કે દ્વાદશાંગી અનાદિ અનંત છે. બધા જ તીથંકરાના ઉપદેશની એકતાનું ઉદાહરણ શાસ્ત્રોમાં પણ મળે છે. આચારાંગ (૪–૧૨૬)માં, તથા સૂત્રકૃતાંગ (૨-૧-૧૫/ ૨–૨-૪૧)માં કહેવામાં આવ્યું છે કે—જે જે અરિહંતો પ્રથમ થઈ ગયા છે, જે અત્યારે વિદ્યમાન છે, અને જે ભવિષ્યમાં થશે—એ બધાયનેા એક જ ઉપદેશ છે કે કાઈ પણ પ્રાણ-જીવ—ભૂત—અને સત્ત્વની હિંસા કરા નહીં, તેમની ઉપર પેાતાની સત્તા જમાવા નહીં, એમને ગુલામ બનાવા નહી, અને તેમને સતાવે પણ નહીં, આ જ ધર્મો ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત છે અને વિવેકી પુરુષોએ બતાવ્યા છે.
પરંતુ જે વ્યાવહારિક દૃષ્ટિથી જોવામાં આવે કે સત્યને આવિર્ભાવ કયારૂપે થયા, કોણે કર્યાં, કયારે કર્યાં અને કેવી રીતે કર્યાં આદિ. તે જૈનાગમ સાત્પત્તિક સિદ્ધ થાય છે, અને આ જ દૃષ્ટિએ પૌરુષેય પણ છે, આથી જ કહેવામાં આવ્યું કે
तवनियमनाणरुवखं आरूढो केवली अभियनाणी । तो मुयइ नाणवुट्टि भविथजणविबोहणट्टाए ||
त बुद्धिमएण पडेण गणहरा गिन्हिर निरवसेस ं । तित्थयरभासियाड़
गंथंति
तओ
पवयणा ॥
આવશ્યકનિયુક્તિ ૮૯-૯૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org