________________
૧૪
આવ્યાં છે. કદાચ એમ કહી શકાય કે જૈન આગમા એ ભારતીય વવિદ્યામાં અગ્રસર છે. અને તેમ બનવાનુ કારણ એ છે કે જૈન આગમનું ધ્યેય અહિંસાને જીવનમાં સિદ્ધ કરવાનું હતું એટલે વિદ્યા જાણવી અનિવાયૅ હતી. તે વિના અહિંસાનું પાલન અશકય હતુ. આથી સૌથી પ્રાચીન આગમ આચારાંગમાં સૌથી પ્રથમ જીવાના નિકાયની જ ચર્ચા કરવામાં આવી છે અને તે બધા પ્રકારના જીવાની હિંસાથી બચવાના ઉપદેશ આપવામાં આવ્યેા છે.
આમ સામાન્ય રીતે કહી શકાય કે જૈન દર્શનની આધારશિલા તો આગમા જ છે. માત્ર તે તે વિષયનું, વિપ્રતિપત્તિ ટાળીને, અન્ય મતમતાંતરાનું નિરાકરણ અથવા સમન્વય કરીને જૈન સંમત મન્તવ્યાની તાર્કિક રીતે સિદ્ધિ કરવાનુ કા આગમમાં જે ન થયું હતું તેની પૂર્તિ કરવાનુ કાર્ય જૈન દાર્શનિક ગ્રન્થામાં થયુ' છે.
આગમેાની વિશેષતા એ છે કે તેના આધાર આપ્ત વચન છે, જ્યારે ફ્રાનિક ગ્રન્થામાં એ આપ્ત વચનની સત્યતા તર્ક દ્વારા સિદ્ધ કરવી એ છે. અને છતાં તર્કની મર્યાદા પણ જૈન દાર્શનિકાએ સ્વીકારી જ છે. હેતુવાદ અને અહેતુવાદ એ બન્નેના વિષયા પૃથક્ ગણ્યા છે, એ બતાવે છે કે ત ગમે તેટલેા સમર્થ હોય પણ એવા કેટલાક પદાર્થો છે જેમા તર્કની ગતિ એક મર્યાદા સુધી જ પહોંચે છે, તે વિષયનું અંતિમ સત્ય તો આગમથી જ સિદ્ધ થઈ શકે છે, તર્કથી નહિ. આમ તર્ક એ આગમના ઉપગૃહક બની શકે, તેનુ સમન કરી શકે પણ તેથી વિરુદ્ધ જઈ ન શકે-એની એ મર્યાદા અન્ય દાર્શનિકેાની જેમ જૈન દર્શનમાં પણ સ્વીકારવામાં આવી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org