________________
આવી છે અને તે રીતે સટીક તત્વાર્થસૂત્ર એ જૈન દર્શનનો ઉત્તમ ગ્રન્થ સિદ્ધ થાય છે એટલું જ નહિ પણ તે જૈન દર્શનમાં પ્રવેશ પામતા ક્રમિક વિચારવિકાસને નિદર્શક ગ્રન્થ પણ બની રહ્યો છે.
- જૈન દર્શનની કઈ એવી મૌલિક ધારણાઓ છે જેનું મૂળ આગમમાં મળી આવે છે તે હવે વિચારીએ.
પ્રમાણ, પ્રમિતિ, પ્રમેય અને પ્રમાતા આ પ્રમાણે વિષય વિભાગ દાર્શનિક વિચારણામાં કરવામાં આવે છે, તેથી તેને અનુસરીને જ અહીં ક્રમે એક એક વિષય વિષે વિચાર કરવો જરૂરી છે. - તત્ત્વાર્થસૂત્રમાં પ્રત્યક્ષ અને પરાક્ષ એ પ્રમાણ વિભાગ કરવામાં આવ્યો છે. આગમાં પ્રમાણ વિભાગ બે રીતે જોવા મળે છે એક રીતે પ્રમાણના ચાર ભેદ કરવામાં આવ્યા છે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ. અને બીજી રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ. આ બીજી રીતમાં વસ્તુતઃ પ્રમાણના ભેદ નથી કરવામાં આવ્યા પણ જ્ઞાનના તે પ્રકારે ભેદ કર્યા છે, અને તેથી જ આચાર્ય ઉમાસ્વાતિએ કહ્યું કે પાંચ જ્ઞાનો એ જ બે પ્રમાણે છે, અને આમાંથી જ “જ્ઞાન” એ જ પ્રમાણ છે એવી જેના દર્શનની માન્યતા સ્થિર થઈ અને જે જ્ઞાન ન હોય તે પ્રમાણુ ન હોય તે માન્યતા સ્થાપવામાં આવી. પરિણામે જ્ઞાન ઉપરાંત સન્નિકર્ષ જેવા પદાર્થને જે જ્ઞાનરૂપ ન હતો તેને પ્રમાણિકટિમાંથી બહાર કરવામાં આવ્યો છે. જ્ઞાનને જ પ્રમાણ માનનાર બૌદ્ધ દર્શન સાથે જૈન દર્શનનું આ બાબતમાં સામ્ય જે દેખાય છે તે બૌદ્ધદર્શનના અનુકરણરૂપે નથી પરંતુ જૈન-આગમની માન્યતા તેના મૂળમાં છે તે ધ્યાન દેવા જેવી બાબત છે.
પ્રમાણના જે ચાર વિભાગ કરવામાં આવ્યા છે તે માત્ર લેકનુસરણ કરીને છે એમ નથી. પરંતુ તે વિભાગનો વિસ્તાર જૈન આગમમાં આગવી રીતે કરવામાં આવ્યો છે. તેની સાક્ષી જેન આગમ અનુગદ્વાર સૂત્ર આપે છે. પ્રમાણશબ્દ તેના દર્શનોમાં વપરાયેલ માત્ર પરિભાષિક અર્થમાં આગમમાં વપરાયેલ નથી પરંતુ તેના શક્ય તેટલા બધા જ અર્થમાં એ શબ્દનો પ્રયોગ આગમમાં છે, તે અનુયાગદ્વારમાં પ્રમાણનું જે વિવેચન છે તેમાંથી જે અર્થે ફલિત થાય છે તે જોતાં અત્યંત સ્પષ્ટ છે. આથી દર્શન ક્ષેત્રે પ્રમાણે તેના સંકુચિત અર્થમાં છે અને તે આગમમાં જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે ભેદ કરવામાં આવ્યા હતા તેનો સ્વીકાર પ્રમાણરૂપે કરીને આચાર્ય ઉમાસ્વાતિએ સ્પષ્ટ કરી આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org