________________
૧૯
તે શું તે જિનોને સાક્ષાત્ ઉપદેશ છે ? અર્થાત્ શું જિનાએ જ તેને ગ્રન્થબદ્ધ કર્યો છે ?
આ પ્રશ્નનો ઉત્તર દેતા પૂર્વે સ્પષ્ટીકરણ કરી દેવું જરૂરી છે કે અત્યારે ઉપલબ્ધ અંગ આગમ એ સ્વયં ગણધરગ્રથિત આગમોની સંકલના છે. પ્રસ્તુતમાં જેનોની તાત્ત્વિક માન્યતા કેવી છે તેને બતાવીને ઉપલબ્ધ જેનાગમોના વિષે આગળ વિશેષ વિચાર કરવામાં આવશે.
જૈન અનુશ્રુતિ ઉક્ત પ્રશ્નનો ઉત્તર આવો દે છે–જિન ભગવાન ઉપદેશ આપીને–તત્વ અને આચારના મૂળ સિદ્ધાંતને નિર્દેશ કરીને કૃતકૃત્ય થઈ જાય છે. એ ઉપદેશને જેવું કે પૂર્વમાં ઉલિખિત રૂપકમાં બતાવ્યું છે–ગણધર અથવા વિશિષ્ટ પ્રકારના સાધક ગ્રન્થનું રૂપ આપે છે. ફલિતાર્થ છે કે ગ્રન્થબદ્ધ ઉપદેશનું જે તાત્પર્ય છે તેના પ્રણેતા જિન–વીતરાગ–તીર્થકર છે, પરંતુ જે રૂપમાં એ ઉપદેશ ગ્રન્થબદ્ધ થયો છે યા સૂત્રબદ્ધ થયો છે તે શબ્દરૂપના પ્રણેતા ગણધર જ છે–
અત્યં મારા ચરા મુત્ત વંતિ પણ નિરાં ! –આવ. નિ. ૯૨
જેનાગમ તીર્થંકરપ્રણીત (નન્દી. સ. ૪૦) જે કહેવામાં આવે છે એનું તાત્પર્ય એ જ છે કે તેઓ ગ્રન્થાર્થપ્રણેતા છે, સૂત્રકાર નથી.
પૂર્વોક્ત વિવરણથી એ સ્પષ્ટ થાય છે કે સૂત્ર અથવા ગ્રન્થરૂપે ઉપસ્થિત જેનામેનું પ્રામાણ્ય ગણધરપ્રણીત હોવાથી નહીં પરંતુ તેના અર્થના પ્રણેતા તીર્થકરની વીતરાગતા અને સર્વાર્થસાક્ષાત્કારિતાને કારણે છે.
જેનશ્રતિના અનુસાર તીર્થકર જેવા જ અન્ય પ્રત્યેક બુદ્ધ દ્વારા ઉક્ત આગમ પણ પ્રમાણ છે જ-(મૂલાચાર ૫. ૮૦; જયધવલા પૃ. ૧૫૩; ઘનિચેતિ ટીકા પ. ૩.
જૈન પરંપરા પ્રમાણે કેવળ દ્વાદશાંગી આગમાન્તર્ગત નથી કારણ કે ગણધરકૃત દ્વાદશાંગીથી જુદા એવા અંગબાહ્ય ગણાતા અન્ય શાસ્ત્રો પણ આગમરૂપે માન્ય છે; પણ તે ગણધરકૃત તો નથી જ. કારણ કે જૈન પરંપરા પ્રમાણે ગણધરે તે માત્ર દ્વાદશાંગીની જ રચના કરે છે. આથી અંગબાહ્ય ગણાતા આગમોની રચના ગણધરભિન્ન સ્થવિર કરે છે એવી માન્યતા છે–વિશેષાવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org