________________
જૈન આગમ
(૧) વ્યાખ્યા
પૌરુષેય-અપૌરુષેય
બ્રાહ્મણ ધર્મમાં વેદ-શ્રુતિનું અને બૌદ્ધ ધર્મમાં ત્રિપિટકનું જેવું મહત્ત્વ છે તેવું જ જૈન ધર્મમાં શ્રત-આગમ–ગણિપિટકનું મહત્ત્વ છે. બ્રાહ્મણ દાર્શનિક મીમાંસકોએ વેદવિદ્યાને સનાતન માની અપરુષેય કહી છે અને તૈયાયિકવૈશેષિક આદિ દાર્શનિકેએ વેદને ઈશ્વરપ્રણીત કહ્યા છે. કિન્તુ વસ્તુત: જઈએ તો બન્નેને મતે એ ફલિત થાય છે કે વેદરચનાનો સમય અજ્ઞાત જ છે. ઈતિહાસ તેની ભાળ આપી શકતો નથી, આથી ઉલટું બૌદ્ધ ત્રિપિટક અને જૈન ગણિપિટક પૌરુષેય છે, ઈશ્વરપ્રણીત નથી અને તેની રચનાના કાળનું જ્ઞાન ઇતિહાસને છે.
મનુષ્યપુરાણ પ્રિય છે. આ પણ એક કારણ છે કે વેદ અપૌરુષેય માનવામાં આવ્યા. જેનોની સામે પણ એ આક્ષેપ થયે જ હશે કે તમારા આગમ તો નવા જ છે, એને કેાઈ પ્રાચીન મૂલાધાર નથી અને ઉત્તર આપવામાં આવ્યો છે કે દ્વાદશાંગભૂત ગણિપિટક ક્યારેય હતું નહીં–એમ નથી, અને ક્યારેય નથી-એમ પણ નથી અને ક્યારેય નહીં પણ હોય—એમ પણ નથી. એ તો હતું, છે અને હશે. એ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે–જુઓ સમવાયાંગગત દ્વાદશંગનો પરિચય તથા નંદીસૂત્ર સૂ. ૨૭.
જ્યારે આવો ઉત્તર આપ્યો ત્યારે તેની પાછળ તર્ક આવો હતો – પારમાર્થિક દૃષ્ટિથી જોવામાં આવે તો સત્ય એક જ છે, સિદ્ધાંત એક જ છે. નાના દેશ, કાળ અને પુરુષની દૃષ્ટિએ એ સત્યને આવિર્ભાવ નાના પ્રકારે થાય છે પરંતુ તે બધા આવિર્ભામાં એક જ સનાતન સત્ય અનુસ્મૃત છે. એ સનાતન સત્ય પ્રત્યે જ ધ્યાન દેવામાં આવે અને આવિર્ભાવના પ્રકારની ઉપેક્ષા કરવામાં આવે તો એ જ કહેવું પડે કે જે કઈ રાગદ્વેષને જીતીને–જિન બનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org