________________
વિપરીત અભ્યાસથી ઐકયતા-એકત્વ ભાવના. (૧૯) ભ્રાન્તિ. અધિ + આસ =જે સ્થળે બેસે તે પોતાની જગ્યા અથવા તે રૂપ હું છું એમ થઈ જાય છે. એવી રીતે અનાદિ કાળથી દેહમાં વસવાથી દેહને જ આત્મા માન્યો
અથવા રાગાદિ વિભાવોને આત્મા માન્યો છે. અભ્યાસ કરતાં અધ્યાસ વધારે દૃઢતા બતાવે છે. અભ્યાસ તો ચિત્ ભૂલી પણ જવાય પણ અધ્યાસ તો ઊંઘમં પણ ન ભૂલે. (૨૦) શલ્ય. (૨૧) આશ્રય. અધ્યાસિત રહેલા છે; સાથે રહે છે. (૨) રહેલા. અધુરું :અલ્પ; અપૂર્ણ.
અધુરપ :અધૂરાશ.
અધર્મ દ્રવ્ય ઃજીવ અને પુદ્ગલને સ્થિતિમાં ઉદાસીન સહાય આપનાર, છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય (૨) સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમતાં જીવ અને પુદ્ગલને સ્થિર થવામાં જે નિમિત્ત હોય તેને અધર્મ દ્રવ્ય કહે છે. જેમ મુસાફરને સ્થિર થવા માટે ઝાડનો છાંયો. (૩) સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમેલા જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે નિમિત્ત હોય તેને અધર્મ દ્રવ્ય કહે છે; જેમ મુસાફરને સ્થિર રહેવામાં વૃક્ષની છાયા. (ગતિપૂર્વક સ્થિતિ કરે એવા જીવપુદ્ગલને જ અધર્મદ્રવ્ય સ્થિતિમાં નિમિત્ત છે એવી મર્યાદા ન હોય તો સદાય સ્થિર રહેનારાં ધર્માસ્તિકાય, આકાશ અને કાળ-દ્રવ્યોને પણ સ્થિતિમાં અધર્મ દ્રવ્યનું નિમિત્તપણું આવી જાય.) (૪) સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમેલા જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં, જે નિમિત્ત હોય, તેને અધર્મદ્રવ્ય કહે છે તે એક છે. (૫) સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમતાં જીવ અને પુદ્ગલને સ્થિર થવામાં જે નિમિત્ત હોય તેને અધર્મદ્રવ્ય કહે છે. જેમ મુસાફરને સ્થિર થવા માટે ઝાડનો છાંયો .
અધર્મદ્રવ્યનો વિશેષ ગુણ ઃઅધર્મ દ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ વગેરેને વિશેષ ગુણ છે. અધરમાન યુક્તિશ્રમ.
અધર્માસ્તિકાય તે દ્રવ્ય લોકાકાશ પ્રમાણ છે. અને જીવ-પુદ્ગલને ગતિમાંથી સ્થિતિરૂપ થવામાં વૃક્ષની છાયા જેમ વટેમાર્ગુને નિમિત્ત છે તેમ તે સહકારી નિમિત્ત છે.
૪૬
અધર્માસ્તિકાય હવે ચૌદ રાજુ પ્રમાણ એક અધર્માસ્તિકાય નામનું અરૂપી દ્રવ્ય છે કે જે સ્થિતિમાં નિમિત્ત છે તેની વ્યાખ્યા કરે છે. સ્વભાવ સ્થિતિ ક્રિયારૂપે અને વિભાવસ્થિતિ ક્રિયારૂપે પરિણત જીવ-પુદ્ગલોને સ્થિતિનું (ભાવ સ્થિતિનું અને વિભાવસ્થિતિનું) નિમિત્ત તે અધર્મ છે. સિદ્ધ દશામાં જીવ સ્થિર રહે તે જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે અને સંસારકશામાં સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે ? શું કીધું આ ? કે આત્મા શરીર રહિત
અશરીરી પરમાત્મા થાય ત્યારે સિદ્ધદશામાં તે સ્થિર રહે છે. ત્યાં તેને ગતિક્રિયા હોય નહિ, માત્ર સ્થિતિ જ હોય છે. આ જીવની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે. સિદ્ધદશામાં સ્થિર રહેવું તે સ્વભાવ સ્થિતિક્રિયા છે; જ્યારે સંસારદશામાં જીવ સ્થિર રહે તે જીવની વૈભાવિક સ્થિતિક્રિયા છે; વળી એકલો પરમાણું સ્થિર રહે તે પુદ્ગલની સ્વાભાવિક સ્થિતિ ક્રિયા છે અને સ્કંધ સ્થિર રહે તે પુદ્ગલની (સ્કંધમાંના દરેક પરમાણુની) વૈભાવિક સ્થિતિક્રિયા છે. જુઓ, એક છૂટો પોઈન્ટ-રજકણ અથવા પરમાણુ સ્થિર રહે તે તેની સ્વાભાવિક સ્થિતિક્રિયા છે; કેમ કે બીજા પરમાણું કે સ્કંધનો ત્યારે તેને સંબંધ નથી. જ્યારે આ આંગળી કે પુસ્તકાદિ કે જે અંત રજકણોના સ્કંદ છે તે સ્થિર રહે તે પુદ્ગલની વૈભાવિક સ્થિતિ ક્રિયા છે. જેમાંના દરેક પરમાણુની પણ વૈભાવિક સ્થિતિ ક્રિયા છે, કેમકે તે પ્રત્યેક પરમાણું સ્કંધના બીજા પરમાણું ના સંબંધ સહિત છે. હવે કહે છે કે આ જીવન-પુદ્ગલની સ્વાભાવિક તેમ જ વૈભાવિક સ્થિતિ દ્વિધામાં અધર્મ દ્રવ્ય નિમિત્તમાત્ર છે. આ રીતે લોકપ્રમાણ એક અરૂપી અધર્માસ્તિકાય દ્રવ્ય સિદ્ધ થયું. અધર્માસ્તિકાય એવી જ રીતે, એક જ કાળે, સ્થિતિપરિણત સમસ્ત જીવપુદ્ગલોને લોક સુધી સ્થિતિનું હેતુપણું, અધર્મને જણાવે છે, કારણ કે, કાળ ને પુદ્ગલ અપ્રદેશી હોવાથી, તેમને તે સંભવતું નથી, જીવ સમુદ્રઘાત સિવાય, અન્યત્રલોકના અસંખ્યાતમા ભાગમાત્ર હોવાથી, તેને તે સંભવતું નથી, લોક અને અલોકની સીમા અચલિત હોવાથી, આકાશને તે સંભવતું નથી અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી, ધર્મને તે સંભવતું નથી. જેમ મનુષ્યને સ્થિતિમાં, નિમિત્તભૂત પૃથ્વી છે તેમ જીવ-પુદ્ગલોને, સ્થિતિમાં