________________
લક્ષણવાળા કહ્યા છે. અહીં એમ કહેવું છે કે, નિજ સ્વરૂપના આશ્રયે જે વિશુદ્ધ ચૈતન્ય પરિણામ થાય, તેમાં આ મિથ્યા અધ્યવસાય આવતા નથી, ઉપજતા નથી, અભાવરૂપ રહે છે. તથા અધ્યવસાયમાં-સ્વપરની એકતાબુદ્ધિના ભાવમાં, વિશુદ્ધ ચૈતન્ય પરિણામ રહેતાં નથી, ઉપજતા નથી. બીજા બોલ કરતાં, આમાં આ વિશેષતા લીધી છે કે, સ્વપરની એકતાબુદ્ધિમાં ચૈતન્યનાં વિશુદ્ધ પરિણામ નથી, અને ચૈતન્યના વિશુદ્ધ પરિણામ થતાં, સ્વપરની એકતાબુદ્ધિ રહેતી નથી. પ્રશ્ન :- અમારે વેપાર ધંધો કરવો, કુટુંબઆદિનું ભરણપોષણ કરવું, ઈજ્જતઆબરૂ સાચવવી, કે પછી બસ આ જ સમજવું ?
ઉત્તર ઃ- ભાઈ ! હિત કરવુંહોય, તો માર્ગ તો આ જ છે, બાપુ ! સ્વપરના એકત્વ-પરિણમનમાં, તારી ચડતી દેગડી ઊડી જાય છે, એ તો જો. હું પરનું કરી શકું, વેપાર કરી શકું, પૈસા કમાઈ શકું, પૈસા રાખી શકું, બીજાને આપી શકું, વાપરી શકું, ઈત્યાદિ જે સ્વપરની એકતાબુદ્ધિના અધ્યવસાય છે, તે વિશુદ્ધ ચૈતન્યનાં પરિણામથી, વિલક્ષણ છે, જુદાં છે. એ મિથ્યા અધ્યવસાયી હયાતીમાં, શુદ્ધ ચૈતન્ય પરિણામ ઉત્પન્ન થતાં નથી, એ તો જો. અહીં ટીકામાં કહ્યું છે ને કે સ્વપરના એકપણાનો અધ્યાસ હોય ત્યારે, વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદાપણું, તેમનું લક્ષણ છે, એવાં જે અધ્યાત્મસ્થાનો, તે જીવને નથી કેમ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી, અનુભૂતિથી ભિન્ન છે. અધ્યાત્મ સ્થાનો એટલે, આત્માની નિર્મળતાનાં સ્થાનો, એમ અર્થ નથી. અધ્યાત્મસ્થાનોનો અર્થ, સ્વપરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય છે, એ અધ્યવસાય, વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી જુદો છે. અરે, જુદાપણું જ, તેનું લક્ષણ છે. બહુ સૂક્ષ્મ વાત ! અહો ! આવી વાત દિગંબરોના શાસ્ત્રો સિવાય, બીજે ક્યાંય નથી. અધ્યાત્મસ્થાનો સઘળાય જીવને નથી. કેમ નથી ? તો કહે છે કે, તેઓ વિશુદ્ધ ચૈતન્ય પરિણામથી, જુદા લક્ષણવાળા છે. ચિદાનંદઘન ભગવાન, આત્માના આશ્રયે, જે સ્વરૂપ એકત્વના વિશુદ્ધ ચૈતન્ય પરિણામ થાય તે, ચૈતન્ય પરિણામથી જુદાપણું જેનું લક્ષણ છે એવા સ્વપરની એકત્વબુદ્ધિના
-
૪૫
અધ્યવસાયોથી, ભિન્ન છે. જુઓ, વિશુદ્ધ ચૈતન્યના પરિણમનથી, અધ્યાત્મસ્થાનોનું જુદું લક્ષણ છે, એમ કહીને પછી તે એકત્વબુદ્ધિના પરિણામ, અનુભૂતિથી ભિન્ન છે, એમ કહ્યું છે. (આશય એમ છે કે સ્વપર એકત્વબુદ્ધિ બની રહે, ત્યાં સુધી શુદ્ધ ચૈતન્યનાં પરિણામ ઉપજે નહિ, અને નિજ શુદ્ધાત્માના આશ્રયે સ્વાનુભૂતિ પ્રગટ થતાં, એકત્વબુદ્ધિનાં પરિણામ ઉપજતાં નથી.)
અધ્યાત્મસ્થાનો અધ્યવસાયો; સ્વ પરની એકતાબુદ્ધિ;
અધ્યાત્મસાર એ નામના પુસ્તકમાં કહેલો આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે એ એનું વિશેષપણું માનવું. રાજચંદ્ર. અધ્યવસાન કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ.
અધ્યાવસાન રાગમાં એકતાબુદ્ધિ તે અધ્યવસાન છે. રાગ અને આત્મા એક છે એવો ભ્રમ તે અધ્યવસાન છે.
આ અધ્યવસાન કહે છે, જ્ઞાન નથી, કેમ કે અધ્યવસાન અચેતન છે, માટે કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ અધ્યવસાન અને જ્ઞાન જુદાં છે. અધ્યાસ : મિથ્યા આરોપણ; ભ્રાન્તિ. (૨) નિર્ણય (૩) એક વસ્તુમાં, બીજી વસ્તુનું આરોપણ; અધ્યારોપ; ભ્રાંતિમય-પ્રતીતિ. (૪) ભ્રાન્તિમય પ્રતીતિ; એક વસ્તુમાં બીજી વસ્તુનું આરોપણ; અધ્યારોપ. (૫) આશ્રય; (૬) ટેવ; આદત. (૭) મિથ્યા આરોપણ; ભૂલ ભરેલું જ્ઞાન; ન હોય તેવા ગુણધર્મોનું આરોપણ કરવું. (૮) ભ્રાન્તિ. અધિક + આસ =જે સ્થળે બેસે તે પોતાની જગ્યા અથવા તે તે રૂપ હું છું એમ થઈ જાય છે. (૯) મિથ્યા આરોપણ; માયા; ભૂલ ભરેલું જ્ઞાન. (૧૦) જે વસ્તુમાં બીજી વસ્તુનું આરોપણ; અધ્યારોપ; ભ્રાંતિમય પ્રતીતિ. (૧૧) વાસના (૧૨) સ્વ-પરમાં એકત્વની માન્યતા. (૧૩) ભૂલ ભરેલું જ્ઞાન; મિથ્યા આરોપણ; ન હોય તેવા ગુણધર્મોનું આરોપણ કરવું તે; નિરંતર રહેતું લક્ષ કે ઊંડું ચિંતન. (૧૪) મિથ્યા આરોપણ; ભ્રાન્તિ; ભ્રમ. (૧૫) નિરંતર પરચિય; સ્વ-પરની એકત્વબુદ્ધિ. (૧૬) એક વસ્તુમાં બીજી વસ્તુનું અરોપણ; અધ્યારોપ; ભ્રાન્તિમય પ્રતીતિ (૧૭) મિથ્યા આરોપણ; ભ્રાંતિ. (૧૮) અનાદિના