Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
આ ક૨૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને અવરજવરનાં બીજાં સાધને તૈયાર કરવાં જોઈએ; ઈસ્પિતાલે, બાગબગીચાઓ અને સંગ્રહસ્થાનો બાંધવાં જોઈએ તેમજ સાફસૂફી અને જનસુખાકારી માટે ઘટત પ્રબંધ કરવું જોઈએ અને એવી એવી બીજી અસંખ્ય વસ્તુઓ કરવી જોઈએ. આ બધાને માટે તેને નાણાં જોઈએ અને એને માટે તે જમીનની પેદાશમાંથી અમુક ભાગ લે એ ન્યાય અને વાજબી છે. તેને એ ભાગ કેટલો હો જોઈએ એ વળી જુદો સવાલ છે. ખેડૂત રાજ્યને અથવા સરકારને જે કંઈ આપે છે તે રસ્તાઓ, કેળવણી અને સફાઈ વગેરેના રૂપમાં ખરી રીતે તેને પાછું મળી રહે છે અથવા મળવું જોઈએ. આજે તે હિંદની સરકાર પરદેશી છે એટલે આપણને સરકાર અથવા રાજા પ્રત્યે અણગમે થવા સંભવ છે. પરંતુ સુસંગઠિત અને સ્વતંત્ર દેશમાં તે રાજ્ય એટલે સમગ્ર પ્રજા.
આ રીતે જમીનની પેદાશના બે ભાગની વાત તે આપણે પતાવી – એમને એક ભાગ રાજ્યને માટે છે અને બીજે ખેડૂત પાસે રહે છે. ત્રીજો ભાગ આપણે જોઈ ગયા કે, જમીનદાર અથવા તે આડતિયાને મળે છે. એ મેળવવાને હકદાર થવા માટે તે શું કરે છે? એ માટે તે કહેવા જેવું કશુંયે કામ કરતું નથી. ઉત્પાદનના કાર્યમાં કશીયે સહાય કર્યા વિના તે પેદાશનો મોટો હિસ્સો સાંથના રૂપમાં પડાવી જાય છે. આમ તે ગાડાના પાંચમા પૈડા જે છે–એની કશી જરૂર નથી એટલું જ નહિ પણ ઊલટો તે જમીન ઉપર બોજારૂપ છે. અને આ બિનજરૂરી બોજાને ભાર ખેડૂતને સૌથી વધારે સહે પડે છે – તેને પિતાની પેદાશમાંથી જમીનદારને ભાગ આપવો પડે છે. એટલા માટે ઘણા લેકે માને છે કે જમીનદાર અથવા તાલુકદાર એ સાવ બિનજરૂરી આડતિ છે અને જમીનદારી પદ્ધતિ ખરાબ છે તથા એ પ્રથા બદલવી જોઈએ કે જેથી આ આડતિ દૂર થાય. આજે મુખ્યત્વે કરીને બંગાળ, બિહાર અને સંયુક્તપ્રાંતિ એ હિંદના ત્રણ પ્રાંતમાં આ જમીનદારી પ્રદ્ધતિ ચાલુ છે.
બીજા પ્રતેિમાં ખેતી કરનારા ખેડૂતો સામાન્ય રીતે પિતે જ રાજ્યને મહેસૂલ ભરે છે અને ત્યાં આગળ રાજ્ય અને તેમની વચ્ચે આડતિયે નથી. આ ખેડૂતને કેટલીક વાર માલિક-ખેડૂતે કહેવામાં આવે છે; પંજાબની પેઠે કેટલીક વાર તેમને જમીનદાર પણ કહેવામાં આવે છે, પરંતુ યુક્તપ્રત, બંગાળ અને બિહારના જમીનદારેથી તેઓ જુદા છે.
આટલી લાંબી સમજૂતી આપ્યા પછી હું તેને કહેવા માગું છું કે, જેને વિષે આજે આપણે બહુ બહુ સાંભળીએ છીએ તે બંગાળ, બિહાર તથા યુક્તપ્રાતમાં ચાલતી જમીનદારી પદ્ધતિ એ હિંદને માટે સાવ નવી વસ્તુ છે. એ અંગ્રેજોએ ઊભી કરેલી વસ્તુ છે. તેમના આવ્યા પહેલાં એ પદ્ધતિ અહીંયાં નહોતી.