Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન એ શહેર નહેતાં વસ્યાં. શહેર છોડીને ગામડા તરફ જવાને વસતીને પ્રવાહ તે ચાલુ જ રહ્યો હતો. કાચે માલ એકઠા કરવાનું તથા વિદેશી માલ દેશના જુદા જુદા ભાગોમાં પહોંચાડવાનું સુગમ થઈ પડે એટલા માટે દરિયાકિનારા ઉપરનાં આ નવાં શહેરેને દેશના અંદરના ભાગ સાથે સાંકળવાની જરૂર હતી. પ્રાંતનાં પાટનગર અથવા તે વહીવટી કેન્દ્રો તરીકે બીજા કેટલાંક શહેરો પણ ઊભા થવા પામ્યાં. આમ અવરજવરનાં સારાં સાધનોની જરૂરિયાત તાકીદની બની ગઈ એટલે રસ્તાઓ બંધાવા લાગ્યા અને પાછળથી રેલવેઓ. ૧૮૫૩ની સાલમાં મુંબઈમાં પહેલવહેલી રેલવે બાંધવામાં આવી.
હિંદના હુન્નરઉદ્યોગોનો નાશ થવાને પરિણામે બદલાયેલી અને નવી ઊભી થયેલી પરિસ્થિતિ સાથે મેળ બેસાડવાનું પુરાણી ગ્રામસમાજોને મુશ્કેલ થઈ પડયું હતું. પરંતુ સારા રસ્તાઓ તથા રેલવેઓ થયાં અને તે દેશમાં બધે પથરાઈ ગયાં ત્યારે આટલા લાંબા સમય સુધી ટકી રહેલી પ્રાચીન ગ્રામ-વ્યવસ્થા આખરે ભાંગી પડી અને નાશ પામી. જ્યારે દુનિયા તેના દરવાજા ખખડાવતી તેને આંગણે આવીને ઊભી ત્યારે નાનાં નાનાં ગ્રામ-પ્રજાતંત્રો દુનિયાથી અલિપ્ત ન રહી શક્યાં. એક ગામની વસ્તુઓની કિંમત તરત જ બીજા ગામની વસ્તુઓની કિંમત ઉપર અસર કરતી; કેમકે, હવે વસ્તુઓ એક ગામથી બીજે ગામ સહેલાઈથી મેકલી શકાતી હતી. સાચે જ, જેમ જેમ દુનિયા સાથે સંપર્કનાં અને અવરજવરનાં સાધનો વિકસતાં ગયાં તેમ તેમ કેનેડા તેમ જ યુનાઈટેડ સ્ટેટ્સના ઘઉં હિંદના ઘઉંની કિંમત ઉપર અસર કરવા લાગ્યા. આમ સંજોગવશાત હિંદની ગ્રામ વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય કિંમતના વર્તુળમાં ખેંચાઈ ગામડાંની પુરાણી આર્થિક વ્યવસ્થા પડી ભાંગી અને ખેડૂતોની ભારે અજાયબી વચ્ચે એને બદલે નવી વ્યવસ્થા તેમના ઉપર પરાણે ઠેકી બેસાડવામાં આવી. ગામડાંના બજાર માટે ખેરાકની અને એવી બીજી વસ્તુઓ પેદા કરવાને બદલે હવે ખેડૂત એ બધું દુનિયાનાં બજાર માટે ઉત્પન્ન કરવા લાગ્યો. તે આંતરરાષ્ટ્રીય ઉત્પાદન અને કિંમતના વમળમાં સપડાયે હતો અને તેમાં તે વધારે ને વધારે ઊંડે ઊતરતે ગયે. પહેલાં
જ્યારે પાક નિષ્ફળ જતો ત્યારે દુકાળ પડતો અને ગુજરાનને માટે કરો આધાર રહે નહિ. વળી એ વખતે દેશના બીજા ભાગોમાંથી ખોરાકની વસ્તુઓ આણવા માટે યોગ્ય સાધને પણ નહોતાં. તે સમયે આવા ખાદ્યપદાર્થોના દુકાળ પડતા. પરંતુ હવે તે વિચિત્ર બીના બનવા પામી. હવે તે ઢગલાબંધ અનાજ હોય ત્યાં આગળ અથવા અનાજ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે એવી પરિસ્થિતિમાં લોકે ભૂખે મરવા લાગ્યા. જે કઈ એક સ્થળે અનાજ ન હોય તે તે રેલવે કે બીજાં ઝડપી સાધને દ્વારા દેશના બીજા ભાગમાંથી આણી શકાય એમ હતું. દેશમાં અનાજ તે હતું પણ તેને ખરીદવાનાં નાણાં નહોતાં. આમ અહીંયાં નાણાંને દુકાળ હતો, અનાજ નહિ. પરંતુ એથીયે વિચિત્ર બીના તો એ છે કે, આપણે