Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૦૬:૦૩
જગતના ઇતિહાસનું રેખાદરાન
ખેલ્જિયમ, હોલેંડ તથા જર્મનીમાં તે વસતી ધણા માટા પ્રમાણમાં વધવા પામી છે. કાઈ દેશની અથવા તો આખી દુનિયાની વસતીની વૃદ્ધિ, તેનુ ધારણપોષણ તથા જરૂર પડે ત્યારે તેને વધતી અટકાવવી એ અતિશય મહત્ત્વની બાબત છે. અહીં આગળ હું એ પ્રશ્નમાં ઊતરી શકું એમ નથી, કેમકે એથી કરીને ખીજા મુદ્દા ગૂંચવાઈ જાય. પરંતુ હું એ વસ્તુ સ્પષ્ટ કરવા માગું છું કે હિંદમાં જુમીન ઉપરના દબાણુનું સાચું કારણ વસતીના વધારા નહિ પણ ખેતી સિવાય ખીજા ઉદ્યોગધંધાને અભાવ છે. ખીજા રેાજગાર તથા ઉદ્યોગધંધા ઊભા થાય તે હિંદની આજની વસતી બહુ સહેલાઈ થી એના ઉપર નભી શકે એટલું જ નહિ, આબાદ પણ થાય. સંભવ છે કે, આગળ ઉપર વસતીની વૃદ્ધિના પ્રશ્ન ઉપર આપણે વિચારણા ચલાવવી પડે. હવે આપણે હિંદુંમાંની બ્રિટિશ નીતિની મીજી ખાબતે તપાસીએ. પહેલાં આપણે ગામડાંનેા પ્રશ્ન લઈશું,
આગળ મેં તને હિંદની ગ્રામપંચાયતા તથા અનેક ચડાઈઓ અને પરિવનાના ઝંઝાવાતની સામે તે કેવી રીતે ટકી રહી એ વિષે લખ્યું હતું. છેક ૧૮૩૦ની સાલમાં હિંદના બ્રિટિશ ગવર્નર સર ચાર્લ્સ મૅટકાક્ ગ્રામપંચાયતોનું આ પ્રમાણે વર્ણન કરે છે :
ગ્રામપ’ચાયતે નાનાં નાનાં પ્રશ્નત ંત્રો છે; પેાતાને જરૂરી લગભગ બધી જ વસ્તુ તેમનામાં માનૂદ છે અને બહારના સંબધેાથી તેઓ લગભગ સ્વતંત્ર છે. જ્યાં બીજી કોઈ વસ્તુ ટકી નથી ત્યાં એ (ગ્રામપ ́ચાયતા) કાયમ ટકી રહેતી હાય એમ જણાય છે. જેમાં હરેક પ ́ચાયત સ્વત: એક નાનકડા અલગ રાજ્ય સમાન છે, એવા ગ્રામપ’ચાયતાના એ સંધ તેમની સુખશાંતિ, સ્વાયત્તતા અને સ્વત ંત્રતાના ઉપભાગ માટે ઘણે અંશે ઉપકારક છે.
પ્રાચીન ગ્રામવ્યવસ્થાનું આ મ્યાન અતિશય પ્રશંસાભર્યું છે. આપણી આંખો આગળ લગભગ કાવ્યમય પરિસ્થિતિનું ચિત્ર ખડું થાય છે. ગામડાંઓને જેટલી સ્થાનિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા હતાં એ બહુ સારી વસ્તુ હતી એમાં લેશમાત્ર પણ શંકા નથી. વળી એ ઉપરાંત ખીજી પણ સારી વસ્તુઓ તેમાં હતી. પરંતુ એ પદ્ધતિની ખામીઓ પ્રત્યેયે આપણે દુર્લક્ષ કરવું જોઈ એ નહિ. બાકીની દુનિયાથી અલગ એવું સ્વયંપૂર્ણ ગ્રામવન કાઈ પણ પ્રકારની પ્રગતિને અનુકૂળ નહોતું. વિકાસ અને પ્રગતિ તો ઉત્તરોત્તર મોટા ઘટકે વચ્ચેના પરસ્પર સહકારમાં રહેલાં છે. કાઈ એક વ્યક્તિ કે સમૂહ જેટલે અંશે પોતપોતાનામાં જ મશગૂલ રહે તેટલે અંશે તે સ્વરત, સ્વાથી અને સંકુચિત મનના થવાના સંભવ રહે છે. નગરવાસીઓને મુકાબલે ગ્રામવાસી ઘણુંખરું સંકુચિત મનના અને વહેમી હોય છે. એથી કરીને તેમનામાં ઘણાં સારાં તત્ત્વ હાવાં છતાંયે ગ્રામપંચાયતા અથવા ગ્રામસમાજો પ્રગતિનાં કેન્દ્રો ન બની શકયાં. ુતે કંઈક અસલી ખની અને પછાત હતી. હાથકારીગરી અને