Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૨૦૧૫નાય
હિંદનાં ગામે, ખેડૂતા અને જમીનદારે
છે, અને જ્યાં સુધી એ મૂળ સવાલને ઉકેલ ન આવે ત્યાં સુધી હિંદના ખેડૂત અને ગ્રામવાસીઓની કંગાળિયત તથા દુઃખાના અંત આવવાનેા નથી. તેમને માટે ખેતી સિવાય ખીજો કાઈ રાજગાર રહ્યો ન હતા એટલે માટા ભાગના લાકાએ જમીનના આશરો લીધે. એથી કરીને તેમની પોતાની જમીન નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગઈ. ખેતીના કામમાં લેવા માટે બીજી વધારાની જમીન નહોતી. આમ પ્રત્યેક ખેડૂત કુટુંબ પાસે જે થાડી જમીન રહી તે એટલી ઓછી હતી કે તેના ઉપર સારી રીતે તેનું ગુજરાન થઈ શકે એમ નહતું. સુકાળ અથવા સારા વરસમાં પણ તેમને ગરીબાઈ અને અર્ધું ભૂખમરા વેવા પડતો હતો. પણ ઘણુંખરું સુકાળ અથવા સારું વરસ પણ જવલ્લે જ આવતું. ઋતુએ, મહાભૂતા અને વરસાદની યા ઉપર જ તેમને આધાર રાખવાના હતા. વારંવાર દુકાળ પડતા, ભીષણુ મરકી ફાટી નીકળતી અને લાખા માણસને સહાર કરતી. તે ગામના શાહુકાર વાણિયા પાસે જઈ તે તેની પાસેથી કરજે પૈસા લેતા. આમ દિનપ્રતિદિન તેમનું દેવું ઉત્તરોત્તર વધતું જ ચાલ્યું. એ ભરપાઈ કરવાની આશા કે સંભાવના નષ્ટ થઈ ગઈ અને જીવન તેમને માટે અસરૢ ખેાજા સમાન થઈ પડયુ. ૧૯મી સદીમાં બ્રિટિશ અમલ નીચે હિંદની મેાટા ભાગની વસતીની આવી દશા થઈ ગઈ.
૧૧૧. હિંદનાં ગામા, ખેડૂતા અને જમીનદારો
૨ ડિસેમ્બર, ૧૯૩૨
જેને પરિણામે હિંદના ગૃહઉદ્યોગો નાશ પામ્યા તથા તેના કારીગર વર્ગી ગામ અને ખેતીને આશરે ધકેલાઈ ગયા તે હિંદ પરત્વેની બ્રિટિશ નીતિ વિષે હું મારા આગલા પત્રમાં કહી ગયા છું. હું આગળ જણાવી ગયો છું તેમ બીજા કશા ધધારાગાર વિનાના વધારે પડતા માણસેાનું જમીન ઉપરનું દબાણુ અથવા ખાજો એ હિંદની એક ભારે સમસ્યા છે. હિંદુ ગરીબ છે તેનું કારણ ઘણે અંશે એ જ છે. જમીન ઉપરથી ખસેડીને, આ લેાકેાને બીજા ઉત્પાદક ધંધામાં રેકી શકાય તે તે દેશની સોંપત્તિમાં વધારો કરે એટલું જ નહિ પણ એથી કરીને જમીન ઉપરના માજો પણ એછે થાય અને ખેતી વધારે ફળદાયક થાય.
ઘણી વાર એમ કહેવામાં આવે છે કે હિંદમાં જમીન ઉપરનું આ વધારે પડતું માણુ બ્રિટિશ નીતિને એટલું બધું આભારી નથી. હિંદની વસતી વધી ગઈ છે તેને લીધે એમ થવા પામ્યું છે. આ દલીલ સાચી નથી. છેલ્લાં ૧૦૦ વરસામાં હિંદની વસતી વધી ગઈ છે એ ખરું પરંતુ એમ તે દુનિયાના ખીજા ધણાખરા દેશની વસતી પણ વધી છે. વળી, યુરોપ અને ખાસ કરીને ઇંગ્લંડ,