Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદના કારીગરવની દુર્દશા
૧ર . શરૂઆતમાં તો વિદેશી માલ બંદરી શહેરો તથા તેની આસપાસના પ્રદેશમાં દાખલ થયો પરંતુ રસ્તાઓ અને રેલવેએ બંધાતાં ગયાં તેમ તેમ તે દેશના વધારે ને વધારે અંદરના ભાગમાં પ્રવેશ કરતો ગયો અને આખરે તે તેણે ગામડાના કારીગરોને પણ કામ વિનાના કરી મૂક્યા. સુએઝની નહેર થવાને કારણે ઈંગ્લેંડ હિંદની ઘણું નજદીક આવ્યું. વળી એથી કરીને ઇંગ્લંડને માલ અહીં લાવવાનું વધારે સેંઘું થયું. પરિણામે યંત્રમાં બનેલે વિદેશી માલ ઉત્તરોત્તર વધારે પ્રમાણમાં અહીં આવવા લાગ્યો અને તે દેશની અંદરનાં છેક દૂર દૂરનાં ગામડાંઓ સુધી પહોંચે. આખી ૧૯મી સદી દરમ્યાન આ ક્રિયા સતત ચાલુ રહી અને અમુક અંશે તે હજીયે તે ચાલુ જ છે. હા, હમણું ઘેડાંક વરસોથી એના ઉપર કંઈક મર્યાદા મુકાઈ છે ખરી, પરંતુ એ વિષે આપણે હવે પછી વિચાર કરીશું.
બ્રિટિશ માલ અને ખાસ કરીને તે બ્રિટિશ કાપડના દેશમાં ચુપકીદીથી અને ધીમે ધીમે થતા ફેલાવાએ હિંદના ગૃહઉદ્યોગનો અંત આણ્યો. પરંતુ એને પરિણામે બીજી એક વસ્તુ ઉપસ્થિત થઈ તે એથીયે વિશેષ ભયાનક હતી. ધંધા વિનાના થઈ પડેલા અસંખ્ય કારીગરોની શી દશા ? વણકરે તેમ જ બેકાર બની ગયેલા એવા બીજા લાખે કારીગરેનું શું? મોટાં મોટાં કારખાનાંઓ થવાથી ઇંગ્લંડમાં પણ કારીગરે ધંધા વિનાના થઈ ગયા હતા. તેમને પણ ભારે સોસવું પડ્યું હતું પરંતુ નવાં ઊભાં થયેલાં કારખાનાંઓમાં તેમને કામગીરી મળી રહી અને એ રીતે નવી ઊભી થયેલી પરિસ્થિતિને તેઓ અનુકૂળ થઈ ગયા. પરંતુ હિંદમાં કારીગરોને આ મોકો મળ્યો નહિ. અહીંયાં કારખાનાઓ નહતાં કે જ્યાં આગળ તેમને કામગીરી મળી રહે. હિંદ આધુનિક ઉદ્યોગપ્રધાન દેશ બને એવું અંગ્રેજો ચહાતા નહતા એટલે તેમણે અહીં આગળ કારખાનાંઓને ઉત્તેજન આપ્યું નહિ. આમ ઘરબાર અને કામ વિનાના ગરીબ ભૂખે મરતા કારીગરે પાછી ખેતીને આશરે જઈ પડયા. પરંતુ ખેતીએ પણ તેમને વધાવી લીધા નહિ; એમાં તે ક્યારનાયે પૂરતા માણસે રોકાઈ ગયા હતા અને હવે વધારેને માટે જમીન મળી શકે એમ નહોતું. બેકાર બનેલા કેટલાક કારીગરો ખેડૂત બન્યા પરંતુ તેમનામાંના મોટા ભાગના લેકે તો જમીન વિનાના અને કામની તલાશ કરતા મજૂરો બની ગયા. વળી એમાંના અસંખ્ય લેકે તે ભૂખમરે વેઠી વેઠીને મરણશરણ થયા હશે. ૧૮૩૪ની સાલમાં એક અંગ્રેજ ગવર્નર જનરલે એ રિપોર્ટ કર્યો હોવાનું કહેવાય છે કે, “આખા જગતના વેપાર રોજગારના ઈતિહાસમાં આવી હાડમારી અને વિપતનો જેટ જડવો મુશ્કેલ છે. સુતરાઉ કાપડના વણકરોનાં હાડકાં હિંદનાં મેદાનો ઉપર ધળો રંગ ચડાવી રહેલાં છે.”
એમાંના મેટા ભાગના વણકરે તથા કારીગરે કસબાઓ તથા શહેરમાં