________________
૪૮
મેધામૃત
ભાવના, સંસારની અસારતાની ચર્ચા, ભક્તિ, સ્મરણ, સ્વાધ્યાય આદિ શુભ નિમિત્તો એકલા કે સમૂહપ એકાંતમાં સેવવા યેાગ્ય છેજી. આત્મહિતનાં સર્વ સાધના નિરભિમાનપણે, સત્પુરુષને મુખ્ય રાખીને તેના અનન્ય શરણે સેવવા યાગ્ય છે. બાળા ધમ્મો, આર્િ તવો” એ આજ્ઞારૂપ ધર્મ જેટલા ખજાવાય તેટલેા આ ભવમાં લહાવા લેવા યાગ્ય છેજી. પર્યુંષણુપર્યં અત્રે નિર્વિઘ્નપણે તપસ્યા, ભક્તિ, સ્મરણ, સદ્ગુરુકૃપાથી શાંતિભાવે થયાં છે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ:
૩૩
દેહરા— અવલંમન ગુરુરાજનું, એ અમ એથ સમર્થ; રાજપ્રભુને આશરે,સરે મેાક્ષના અર્થ.
અગાસ, તા. ૧૫-૧૧-૨૯ કાર્તિક સુદ ૧૪, ૧૯૮૬
દેહાદિ સંબંધી જે પુરુષા હવિષાદ કરતા નથી, તે પુરુષ પૂર્યું દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે.” (૮૪૩) આ પરમગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું વચનામૃત હૃદયમાં અખંડ જાગ્રત રહા એ ભાવના કર્તવ્ય છે. દેહત્યાગ પહેલાં દેહભાવ ત્યાગવાના છે. દેહાધ્યાસ છૂટી ગયા પછી સ્થૂલ દેહ ગમે ત્યારે છૂટે તેની ફિકર નથી. સ દેહથી રહિત અસંગ, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, જન્મજરામરણરહિત, શુદ્ધ ઉપયેાગસ્વરૂપ, તે સ્વરૂપની સ્મૃતિ, પ્રતીતિ અને સ્વરૂપનું પરિણામ જે પુરુષાને વર્તે છે તે કૃતાર્થ પુરુષોને ધન્યવાદ છે ! તે જ પરમગુરુની આજ્ઞા છે. તે સહજ સ્વરૂપનું આરાધન થયું તેને જ સમાધિમરણુ કહેવાય છે; અને તેણે જ સદ્ગુરુની આજ્ઞા આરાધી. અને જે સહજ સ્વરૂપથી વિમુખ છે અથવા જેને ભાન નથી તેણે આજ્ઞા આરાધી ન કહેવાય. આવા અમૂલ્ય મનુષ્યદેહ જે દેહ વડે એક સત્પુરુષની આજ્ઞા આરાધવી એ જ કર્તવ્ય છે, તે તેણે ન આરાધી તે તે દેહ નિષ્ફળ છે.
આ દેહની સ્થિતિ જેટલી છે તેમાં એક સમયમાત્ર વધવાના નથી. જે સમયે આ દેહ છાડવા છે તે સમયને કેાઈ દેવ કે દેવાધિદેવ પશુ ઓળંગવા સમર્થ નથી. જેટલા શ્વાસેાશ્વાસ ખાંધ્યા છે તે પૂરા થયે આ દેહ તત્કાળ મૂકવા પડશે. પછી અજ્ઞાન દશાએ કરીને દેહાત્મબુદ્ધિ રાખે અને આખા જગતના ભાર માથે રાખે તે તેનું તે જાણે, સર્વજ્ઞ ભગવાને તેમના જ્ઞાનમાં જોયું છે કે આ આત્મા ત્રણે કાળ એકલા જ છે, એકલેા આવ્યા છે અને એકલેા જશે. સર્વ દ્રવ્યથી ન્યારા, સર્વ ક્ષેત્રથી ન્યારા, સર્વ કાળથી ન્યારા અને સર્વ અન્ય ભાવથી ન્યારા એવા પરમ જ્ઞાન જ્યાતિસ્વરૂપ સ્વપર-પ્રકાશક આત્મા જ્ઞાનીઓએ અનુભવજ્ઞાનથી જોયા છે, તે વાત ત્રિકાળ સત્ય છે, સત્ય છે, સત્ય છે. આપણે બધાએ યાદ રાખવાનું એ છે કે શારીરિક પતિવ્રતાપણું (બ્રહ્મચર્યું — શીલ) તે દેવગતિનું કારણ છે અને પરમગુરુને વિષે એકનિષ્ઠાએ જે નિઃશંકપણે પતિવ્રતાપણું છે તે પરમપદનું કારણ છે. તે નિઃશંકતા આદિ સમ્યક્ત્વનાં આઠે અંગ વારંવાર વિચારી તે ભાવનાએ વર્તવા ચેાગ્ય છે. તે આઠ અંગ નીચે પ્રમાણે છે—