________________
બધામૃત તે કઈને કાંટા જેવાં સિળિયાં લઈને ફરવું પડે છે. તેમ આ ભવમાં જે પ્રારબ્ધ અનુસાર સગાં, સંબંધી, બુદ્ધિ, બળ, રૂપ, ધન, વૈભવ પ્રાપ્ત થયું હોય કે થાય તે વિષે હર્ષ કે ગર્વ વા શેક કે ખેદ કર્તવ્ય નથી. પણ જેમ રેતીમાંથી કાચ બનાવનાર કે ચીથરોમાંથી કાગળ બનાવનારા પ્રાપ્ત વસ્તુને સારે ઉપયોગ કરે છે, તેમ આપણને જે સામગ્રી મળી તેથી આ ભવ અને પરભવ સુધરે તે પુરુષાર્થ કરે; પણ આશા, તૃષ્ણ અને વાસનાની જાળમાં ગૂંચાઈ રહેવું નહીં. થવાનું હશે તે થશે. બનનાર તે ફરનાર નહીં ને ફરનાર તે બનનાર નહીં, એમ વિચારી નકામી ચિતના અમૂંઝણ જીવે દૂર કરવાં, ને મરણ વખતે કંઈ કામ લાગવાનું નથી એમ વારંવાર સંભારવું. ગમે તેવાં સગાં હોય કે ગમે તેટલા પૈસા હોય, સુખવૈભવની સામગ્રી ગમે તેટલી હોય પણ તે મરણ આવતું અટકાવે તેમ નથી. મરણ આગળ સર્વ અશરણ છે. એ બધાંને છેડીને એક વાર જવાનું અવશ્ય છે તે આ નાશવંત વસ્તુ માટે હાયય કરી નકામે જીવ બાળ તેનાં કરતાં મનમાંથી માંડી જ વાળ્યું હોય કે જેમ થવું હોય તેમ થાઓ,
તે અમુક કલાક કામ કરવાનું છે તે કરી છૂટ્યો. હવે શી પંચાત ? પુણ્યને ઉદય હશે તે વગર બોલાવ્યું જેમ રોગ આવે છે તેમ નફે સુખ-સામગ્રી પણ આવશે અને પાપને ઉદય હશે તે ચોમાસામાં વરસાદ અચાનક આવે તેમ ગમે ત્યાંથી દુઃખ આવી પડશે. એ
જ્યારે જાય? ક્યાંથી આ આવ્યું? આમ કર્યું કાંઈ તે જવાનું નથી અને કહીએ કે આવવું હોય તેથી વધારે ભલે આવે તે કંઈ વધારે આવનાર નથી, તે પછી સમતા રાખી જે આવી પડે તે સહન કરવું યેચ છે. ધર્મ કરે તે છે, પણ વચ્ચે કામધંધાથી વિબ આવતું હોય તો તે કામ પણ કરી લીધે છૂટકે. જે આડે આવે તે કેરે કરવું પડે, પણ લક્ષ ન ચૂકવો કે આ મનુષ્યભવ અમૂલ્ય છે અને અનંત પુણ્યસંચય થવાથી પુરુષે પ્રરૂપે ધર્મ સમજવાને, આદરવાને લાગ આવ્યા છે તે જેમ મોસમમાં આપણે કમાઈ લઈએ છીએ તેમ મનુષ્યભવ અને યુવાવસ્થા તથા નવરાશને વખત એ ધર્મસાધન કરવાની ઉત્તમ મોસમ છે. કંઈ ન આવડે તે મંત્રસ્મરણ, મોઢ કરવા આજ્ઞા મળી હોય તે ગેખવાનું કે વિચારવાનું કે વાંચવાનું કરવાથી બીજાં કર્મ બંધાતાં અટકશે અને નિર્જરાનું કારણ થશે. કેઈ મોસમમાં ધર્મને માટે એ છ વખત મળે તો પણ કોઈ પ્રકારે ખેદ ન કરે. ભાવ એવો રાખવે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?” અને બને તેટલું કરવું. પણ જ્યારે નવરાશને જોગ બને ત્યારે પ્રમાદમાં વખત ન જાય તે સાચવવાને લક્ષ રાખ ઘટે છેજ. તળાવમાં પથરા પડવાથી જેમ ખળભળાટ થાય છે તેમ ચિત્તમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, કામ, મેહ, ભય આદિથી ચિત્તની શાંતિને નાશ થાય છે. આ બધાં કારણે ચિત્ત-પ્રસન્નતાને વિદ્ધ કરનારાં છે અને ચાર ભાવના – મૈત્રીભાવના, પ્રમોદભાવના, કારુણ્યભાવના અને ઉપેક્ષાભાવના વગેરે રસ્તે એ દે દૂર થઈ ચિત્ત પ્રસન્ન કે નિર્મળ, ચંચળતારહિત થાય છે. એક વખત આ ચિંતા કરાવનારી વસ્તુઓ તજવાની છે તે તેનું સ્વરૂપ પહેલેથી જાણી તેની ચિંતા મનમાંથી કાઢી નાખવી. “કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહેનાજી, અબધુ સદા મગન મન રહેના” એ ભાવ વારંવાર વિચારવાથી આત્મસ્વભાવમાં રહે. ચિંતાને ભાર હલકો થઈ શાંતિસમાધિ પ્રાપ્ત થઈ શકે.