________________
પત્રસુધા
૩૨
અગાસ, તા. ૧૬–૯-૨૯ તત ૩૪ સત
ભાદરવા સુદ ૧૩, ૧૯૮૫ દુહા- સત્ય વચન સુસંતનાં, જાગ્રત કરે સચેત
ગ્રહી શરણુ ગુરુરાજનું, ચેત! ચેત! નર, ચેત ! અનુટુપ રાગ દ્વેષે મમત્વે મેં, હા ! જે જીવ વિરાઘિયા
ક્ષમા ઘો મુજને તે સૌ, હુંયે વૈર તનું સદા. દુહો– કર્મ મોહનીય જાણી લે, સર્વ દુઃખનું મૂળ;
સદ્દગુરુ શ્રદ્ધા આવતાં, સર્વ થાય અનુકૂળ. પરમ કારુણ્યમૂર્તિ પૂજ્યપાદ પ્રભુશ્રીજીની શરીરપ્રકૃતિ વૃદ્ધાવસ્થા તથા રગવિશેષને લઈને નરમગરમ રહ્યા કરે છે તે પણ પરમાર્થમાર્ગમાં યુવાનના અગ્રેસરને પેશ્ય પુરુષાર્થ ફેરવી સર્વ જીવો ઉપર બેધવૃષ્ટિ વરસાવી નિષ્કારણ કરુણા કરી રહ્યા છે.
મુમુક્ષજીવને એટલે જેને આ સંસાર અસાર સમજાય છે અને આયુષ્ય આદિ કર્મ પૂરાં કરવા પ્રત્યે જેનું લક્ષ છે પણ કોઈ પણ પર પદાર્થમાં ઈષ્ટબુદ્ધિ કે મમત્વબુદ્ધિ રહી નથી તેવા જીવને ક્યાંય ગોઠતું નથી. “છૂટું, છૂટું જ” એવું રટણ જેને રહ્યા કરે છે તેને નવાં કર્મ બાંધવાનું કંઈ પ્રયજન રહ્યું નથી.
“પ્રીતિ અનંતી પર થકી, જે તોડે છે તે જોડે એહ,
પરમપુરુષથી રાગતા, એકત્વતા હે દાખી ગુણગેહ –ષભ” આવી દશા ક્યારે પ્રાપ્ત થાય? એ મુમુક્ષુતા કેમ પ્રગટે? સંસાર ઉપરથી આસક્તિ ઊઠી છે? આ બધા પ્રશ્નો વિચાર મનુષ્યભવની સફળતાને માર્ગ પામવા વિશેષ પુરુષાર્થ અને વૈરાગ્યની વૃદ્ધિ પુરુષની દૃષ્ટિએ સાધવા યોગ્ય છે. સત્પરુષને સમાગમ અને સપુરુષનાં વચનામૃત જીવને અવશ્ય ઊંચે લાવે છે, વૈરાગ્યનું દાન દે છે, પરમ પુરુષાર્થ જગાડે છે. બીજા શબ્દોમાં કહીએ તે મડદાને જીવતાં કરે છે. જ્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ અને નિઃશંકતા નથી થઈ ત્યાં સુધી સર્વ પ્રાણ હાલતાં-ચાલતાં મડદાં જ છે, અને જેને સમ્યકત્વની પ્રાપ્તિ છે તેના ગુણગ્રામ કોણ ગાઈ શકે? પરમકૃપાળુદેવે ગાયું છે
“વ્રત નહીં, પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કેઈને;
મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક ઠાણંગ જોઈ લે.” પ્રમાદે આ જીવનું ભૂંડું કરવામાં બાકી રાખી નથી. તે પ્રમાદને દૂર કરવા પુરુષનાં વચને શૌર્ય પ્રેરે છે. જીવ નિમિત્તાધીન છે. ક્ષણે ક્ષણે વૃત્તિ નિમિત્તને લઈને ફરી જાય છે માટે અશુભ નિમિત્ત તજી શુભ નિમિત્તોને જેગ જેમ બને તેમ કર્તવ્ય છે. પગ મૂકતાં પા૫ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે,” એમ વિચારી અશુભ નિમિત્તોને દૂરથી તજી સત્સંગી – આત્માર્થી– સમસ્વભાવી ભાઈઓને સમાગમ વિશેષ રાખી સત્પરુષનાં ગુણગ્રામ, તેની નિષ્કારણે કરુણાની ચિંતવના, તેનાં વચનેને મુખપાઠ, ઉત્તમ અપૂર્વ અવસરની