________________
૪૫
પત્રસુધા આખા સ્તવનના લગભગ સંપૂર્ણ ચિતાર પરમકૃપાળુદેવે પરમકૃપા કરી શ્રીમદ્ રાજચંદ્ર' પાન ૫૭૦થી ૫૭૪ સુધી વિસ્તારથી કર્યાં છે તે અવકાશે વિચારશેાજી.
અત્રે માત્ર ચિત્તપ્રસન્નતા' ઉપર થોડું કંઈક લખવા ભાવદયાસાગર પૂ. પ્રભુશ્રીજીએ સૂચવેલ છે તે અનુસાર જણાવવું થાય છેજી. ઈશ્વરપૂજાનું ફળ બધું ચિત્તની પ્રસન્નતામાં સમાય છે એમ શ્રી આનંઘન મહારાજ જણાવે છે. તેના ઘણા ગહન અર્થ છે અને પરમપુરુષાની કૃપાદૃષ્ટિ થયે તે ફળ પ્રાપ્ત થાય તે મેક્ષ પછી દૂર નથી. પણ આપણી અલ્પમતિમાં, સમજમાં સહેલાઈથી આવે તેવા ઉપર ઉપરથી વિચાર કરીએ તે જણાશે કે ચિત્તની ચંચળતા, અસ્થિરતા એ જ દુ:ખનું કારણ જાય છે. ચિત્ત ચાતરફ્ માંકડાની પેઠે ફરતું છે તેના તે આપણુ સર્વને અનુભવ છે. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર” એમ પુષ્પમાળામાં કહ્યું છે તેનું કારણ પણ એ જ છે કે ચંચળ ચિત્ત રાતદિવસ કર્મ બાંધવાનું જ કારખાનું ચલાવ્યા કરે છે. રાત્રે ઊંઘમાં પણ તેનું જ કામ ચાલતું હાય છે. એ ચંચળતા શાથી થાય છે એ જણાય તેા શાથી દૂર થાય તે પણ જણાય. અને તે ટાળવાના ઉપાય કર્યે ચિત્તની પ્રસન્નતા થવી સંભવે છે.
નવરા બેઠા નખાદ વાળે' એ કહેવત છે તે પ્રમાણે ચિત્તને કામ ન આપ્યું હાય તા નકામી કલ્પનાઓ કરી કર્મના ગાઢ ઢગલા ખાંધી દે છે. ઘડીકમાં ગામ સાંભરે ને ઘડીકમાં ભાઈ સાંભરે, તે ઘડીકમાં સ્ત્રી સાંભરે તે ઘડીકમાં મિત્રા સાંભરે અને શેખચલ્લીના તરંગાની પેઠે બેઠું બેઠું ચિત્ત ઘાટ ઘડ્યા કરે અને સંસારપરિભ્રમણની સામગ્રી એકઠી કરે છે. કાઈ વિચારથી ચિત્તમાં રતિ હર્ષ થાય અને કેાઈ વિચારથી ખેદ્ય થાય એ બન્ને કર્મબંધનાં કારણેા છે. આમ જો ચિત્તના ચાપડાના હિસાબ ન રાખીએ તેા શું કમાવા ગયા અને શુંય કમાવી આવીએ ? માટે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લેાશ, માન, માયા આદિને આધીન થઈ નકામા વિચારમાં ચિત્ત પરોવાઈ જતું હાય; નહીં લેવા કે નહીં દેવા, જેની આપણે કઈ દિવસ જરૂર નથી એવી વસ્તુએ દેખીને, સાંભળીને, ઇચ્છા કરીને કર્મ બાંધીએ તેમ ચિત્ત વર્તતું હાય તેથી ચેતતા રહેવું ઘટે છેજી. વેપારધંધા માટે ખાટી થવું પડે તે જુદી વાત, પણ નકામા વખત ઘણા વહી જાય છે તેને હિસાબ અનાદિના અધ્યાસને લઈને રહેતા નથી અને કેાઈને રાજી કરવામાં કે કાઈથી નજીવી ખાખતામાં રાજી થઈ જીવ સંસારપ્રવાહમાં તણાતા જાય છે. ત્યાંથી અટકી પૈસેપૈસાના હિસાબ રાખીએ તેમ પળેપળ અને કલાકેકલાકને હિસાબ રાખવા ઘટે છે. પણ તેથી કરીને ખેદ કરવા ઘટતા નથી કે મારાથી કંઈ થતું નથી, હું કુટુંબથી દૂર છું, એકલા છું, સારી સેાખત નથી, મારાથી શું થાય ? મારે બહુ કામ છે એમ વિચારી પુરુષાર્થ મંદ કરવા ઘટતે નથી, તેમ ખેદ શેક પણ કરવા ઘટતા નથી. પણ એમ વિચારવું ઘટે છે કે પૂર્વે ખાંધેલું પ્રારબ્ધ મને આ સ્થળે લાગ્યું છે, અને આ લેાક, આ ગામ, આ ઝાડ, આ ખારાક અને આ પાણીનું પ્રારબ્ધ હશે તે તે આવી મળ્યું છે; તેમાં મારું ધાર્યું શું થાય છે? કર્યું આધીન સર્વે જગત છે. જે પ્રાણીને કર્મે શીંગડાં આપ્યાં તેમને શીંગડાંના ભાર માથે લઈ ને ફરવું પડે છે. કોઈ ને સૂંઢ, કાઈ ને કેશવાળી