________________
(૯)
આત્મા-હા
ની પરોક્ષ અનુભૂતિ શક્ય નથી.
સ્વ-સ્વરૂપ
પરોક્ષ અનુભવમાં અનુમાનની મદદ લેવાય છે અને એક જ્ઞાત વસ્તુ પદાર્થ કે દ્રવ્ય પરથી અજ્ઞાત વસ્તુ વિશે અનુમાન થાય છે. જેમ કે, ધુમાડો દૃશ્ય છે તેથી ત્યાં અદશ્ય અજ્ઞાત અગ્નિ હશે તેવા અનુમાનમાં ધૂમ અને અગ્નિ વચ્ચે કાર્ય-કારણ સંબંધ છે તે નક્કી થયેલ હોઈ અગ્નિના અસ્તિત્વ વિશે થન કરવામાં સરળતા છે; જ્યારે આત્માને નથી કોઈ કારણ કે નથી આત્મા કોઈનું કારણ; નથી આત્મા પોતે કાર્ય કે નથી તેનું કોઈ કાર્ય કે જેથી આત્માનું કાર્ય જોઈ કંઈ અનુમાન થાય. આત્મામાં નથી કંઈ પૂર્વે કે નથી પશ્ચાત્ કે જેથી જેવી રીતે ધૂમ પૂર્વે અગ્નિ હોય. આત્માને નથી કોઇ અંગ, નથી કંઈ નિશાની, નથી ધૂમ જેવું ‘લિંગ’ કે જેને જોઈ આત્મા વિશે અનુમાન થઈ શકે. આત્મા જેવું બીજું કંઈ જ અસ્તિત્વમાં નથી, જેથી ઉપમા કે દ્રષ્ટાંત પણ આપી શકાય. તે તો એક અને અદ્વિતીય છે. આત્મામાં કોઈ દિશા નથી, તે તો સર્વવ્યાપ્ત છે તેથી આત્માનું કોઇ નિશ્ચિત સ્થાન પણ નકકી થઈ શકે તેમ નથી. બીજમાંથી વૃક્ષ ભવિષ્યમાં થશે તેમ, આત્મા અમુક સમયે આવશે તેવું નથી, તે તો કોઈ સમયે નહોતો તેવું નથી. આત્મા સર્વ સમયે, સર્વ સ્થળે, જડ-ચેતન સર્વમાં છે અને છતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુભવી શકાય તેમ નથી. તે જ આશ્ચર્યોનું આશ્ચર્ય છે. માટે જ સ્મૃતિ તેને આશ્ચર્ય કહે છે: આશ્ચર્યવત્પતિ વેિનમ્ આશ્ચર્યવધતિ તથૈવ ચાન્ય:। (ગી.અ.૨)
પરોક્ષ અનુભૂતિમાં ચિત્ત કે મનની મદદ લેવાય છે, પણ આત્મા તો મનથી પણ સૂક્ષ્મ છે, વાણીથી અગમ્ય છે તેથી મન ત્યાં પહોંચી શકે તેમ નથી; નિરાકાર છે તેથી ચક્ષુ પકડી શકે તેમ નથી. માટે જ કેન શ્રુતિ કથે છે:
न तत्र चक्षुर् गच्छति न वाग् गच्छति
न मनो न विद्यो न विजानीमो यथैतदनुशिष्यात् ॥
આત્મા એ તત્ત્વ છે કે જ્યાં વાણી, ઇન્દ્રિયો અને મનની દોડ થંભી જાય છે; અનુમાન કે તર્કનું ત્યાં સાહસ ચાલે તેમ નથી.
“પોથા તણો ના વિષય એ, ના તર્કની ત્યાં તો ગતિ; અગમ અગોચર પંથ એ, ગુરુગમ બધી ચાવી રહી !”
-રંગ અવધૂત