________________ - જે સૌરાષ્ટ્રને ઇતિહાસ જયદામનના રાજ્યઅમલની કાંઈ પ્રશસ્તિ, શિલાલેખ કે ઉલ્લેખ ઉપલબ્ધ નથી. તેનું મૃત્યુ કયારે થયું તે પણ વસ્તુ પ્રાપ્ત નથી, પરંતુ રૂદ્રદામન પહેલાને પુત્ર ઈ. સ. 143 લગભગ ગાદીએ આવ્યો ત્યારે જયદામનનું મૃત્યુ થઈ ગયું હશે તેમ માની શકાય તેમ છે. રૂદ્રદામન 1 લે (ઈ. સ. 143-158) : રૂદ્રદામન તેના પિતાની ગાદીએ આવ્યું ત્યારે તેનું રાજ્ય બળવાન રાજ્ય ન હતું. દક્ષિણના ગૌતમીપુત્રે તેના પિતામહ તથા અન્ય શાકને નબળા કરી નાખ્યા હતા. પણ રૂદ્રદામન એક મહાવિચક્ષણ પુરુષ હતું. તે વ્યાકરણ, અર્થશાસ્ત્ર, સંગીત, ન્યાય, સાહિત્ય અને કાવ્યને જ્ઞાતા હતું. ર તેણે અશ્વો, હાથીઓ અને ર હાંકવાની કળા હસ્તગત કરી હતી. વળી તે યુદ્ધકળામાં નિપુણ હતું. તેણે યુદ્ધ સિવાય કેઈને પ્રાણ ન લેવાની પ્રતિજ્ઞા કરી હતી. પ્રવેગી કામ માટે તેણે કરવેરા નાખ્યા ન હતા કે ફાળે કર્યો ન હતો. રાજ્યવ્યવસ્થા માટે તેણે અતિસચિવ અને કર્મસચિવ નીમ્યા હતા. એ બધું બતાવે છે કે રૂદ્રદામન એક મહાન પુરુષ હતો અને તેણે પિતાનું રાજ્ય નાનું જણાતાં તેને વિસ્તાર વધારવા પ્રયત્ન કર્યો હતે. રૂદ્રદામને પિતાના રાજ્યને વિસ્તૃત કરવા માટે મહાપુરુષાર્થ આરંભે. તેની સાથે તેને એક મહાન ચિંતા હતી. દક્ષિણ ભારતના મહા બળવાન ગૌતમીપુત્રના પુત્ર મહારાજા વશિષ્ઠીપુત્રને હરાવવાનું કામ ધારવામાં આવે તેટલું સહેલું ન હતું છતાં તેણે તે આરંભ્ય અને બનતાં સુધી નર્મદાકાંઠે ભયંકર યુદ્ધ થયું. તેમાં સાતવાહન રાજા વશિષ્ઠીપુત્રે તેને યુદ્ધમાં સજ્જડ હાર આપી અને રૂદ્રદામનને પરાજયમાંથી પિતાને સર્વ વિનાશ સર્જાતે અટકાવવા પિતાની પુત્રીના લગ્ન વશિષ્ઠીપુત્ર સાથે કરવાં પડયાં. --- - 1. શક સંવત-૫૨. 2. જૂનાગઢને પથ્થરમાં કોતરેલો લેખ. (ભાવનગર ઇન્સ. પ્રાકૃત અને સંસ્કૃત). 3. આ વિસ્તાર વધારતાં તેના મૃત્યુને સમયે નીચેના દેશો હતા. 1 પૂર્વ અપર તે પૂર્વ અને 7 માર કરછ કે , મારવાડ અને , આકારા અવન્તિ પશ્ચિમ માળવા ભૂગુકચ્છ ઈ અથવા ભરૂચ 2 અનુપ - નીમાડ જીલ્લાનું 8 સિંધુ - સિંધને લાટ પ્રદેશ માહેશ્વર નર્મદાતીર 9 સૌવીર - મુસ્તાન આસપાસને 3 નિવૃત નીમાડ ? પંજાબને પ્રદેશ 4 આનર્ત ઉત્તર ગુજરાત-કચ્છ 10 કુકુરા રાજસ્થાન. મારવાડ સિંધની વચમાં 11 અપરાંત - કેકણું 5 સૌરાષ્ટ્ર - સૌરાષ્ટ્ર 12 નિષધ - વિંધ્ય પ્રદેશ. 6 ભ્ર અબુ-અરવલી પ્રદેશ 13 યૌધેય - વર્તમાન ભરતપુર