________________ પ્રાચીન સમય ૧તેના ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે ચસ્ટન રાજા હતા અને તેના પિતાનું નામ સામેતિકા હતું. પણ તેના અર્થ માટે વિદ્વાનોમાં મતમતાંતર છે. રાજધાની: ચસ્ટનની રાજધાની માળવાના મુખ્ય શહેર ઉર્જનમાં હતી અને તેણે આ સ્થળે રહી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તેના સૂબાઓ નીમેલા. આ સૂબાઓ મૌર્ય પરિપાટી ઉપર જ રાજ્ય ચલાવતા. ધર્મ: જુદાં જુદાં પ્રમાણે જોતાં ચસ્ટન કુળનો ધર્મ, પતિત થયેલે બ્રાહ્મણ ધર્મ હશે, પણ આપણે જોયું તેમ તેઓના ધર્મ પ્રત્યેના અભાવના કારણે આંધ્ર રાજાઓએ તેમને શૂદ્રો કહેલા. આ ક્ષત્રપએ ટૂંક સમયમાં જ બ્રાહ્મણ ધર્મને સ્વીકાર કર્યો હોવાનું તેઓનાં નામ લેખે વગેરે પરથી જણાય છે. તેમ છતાં તેમના રાજ્યમાં બોદ્ધ, જેને તથા બ્રાહ્મણને પિતાપિતાના ધર્મો પાળવાની પૂર્ણ સ્વતંત્રતા હતી. યદામ : જયદામ ચસ્ટનને ઉત્તરાધિકારી થયે પરંતુ તેણે કાંઈ વિજ કર્યા હોય કે પદ પ્રાપ્ત કર્યું હોય તેમ જણાતું નથી. તે માત્ર ક્ષત્રપ જ હશે અને તેણે તેના બિરુદમાં “રવામી” “રાજા” તથા “ક્ષત્રપ શબ્દ લખાવ્યા અને જયદામને આ બિરુદ ધારણ કર્યા જે તેના વંશજોએ પણ ચાલુ રાખ્યાં. જયદામના ત્રાંબાના સિકકા મળી આવ્યા છે. તેને આકાર ચોરસ છે. તેની એક તરફ નંદી છે અને બીજી તરફ છ કમાનવાળી ચૈત્યની આકૃતિ છે. કેટલેક સ્થળે ત્રણ કમાને છે બીજા પ્રકારના સિક્કાઓમાં એક તરફ હાથી છે.* જયદામનના નામ પાછળ દામ કે દામન શબ્દ લખવામાં આવ્યું. શિલાલેખમાં “દામ' શબ્દ છે. પ્રચલિત “દામન છે. દામને અર્થ છે. સ્ટેન કેનવ અવેસ્તાના દામન અર્થાત “સર્જનસ્થાની સાથે કરે છે. જ્યારે “શ્યામિલકની કૃતિ “પાદાતાકીતાકા” નામના નાટકમાં સૌરાષ્ટ્રના શકરાજ જયનંદનનું પાત્ર છે." 1. પ્રો. ભાંડારકર તથ: આર. સી. મજમુદાર આ ઉપરથી કહે છે કે પિતા-પુત્રનું એક સાથે રાજ્ય હતું. આર. ડી. બેનરજી તેથી વિરુદ્ધ મત ધરાવે છે. બન્ને પિતા પુત્રને “રા?' કહ્યા છે તેથી આ વિવાદ ઊભો થયેલ છે. આ લેખ E. I. Vol. ૧૬માં છે. 2. ટોલેમી (Ptolemy) 3. ચસ્ટન પછીનાં નામે રૂદ્રદામન, દામ, વિશ્વસેન વગેરે આય અને સંસ્કૃત નામે છે. 4. આ ઉપરથી રેપસન અનુમાન કરે છે કે હાથી ઉજજૈનનું રાજચિહ્યું હતું અને તેથી તે ઉજજૈનને જ રાજા હેવો જોઈએ. નંદી શૈવ ધર્મનું અને ચિત્ય બૌદ્ધોનું ચિહ્ન છે. એટલે બન્ને ધર્મોને સમાંતર ગયા હશે. 5. સત્યશર્મ-જ્યનંદનને જયદામ સાથે સંબંધ નથી તેથી આ ચર્ચા નિરર્થક છે.