________________ પ્રાચીન સમય પરાજય સાતવાહનના પ્રધાને તેના રાજાથી રિસાઈ આવ્યાનો ડોળ કરી, નહપાનની સેવા સ્વીકારી તેના રાજ્યને નબળું પાડયું અને પરિણામે તેનો પરાજય કરાવ્યું તે ઉલ્લેખ છે. (ડે. જયસ્વાલ) બીજા જૈન ગ્રંથમાં શ્રીધરની વ્યુત વાર્તાકથામ' તે જૈન સાધુ થઈ ગયું હોવાનું જણાવ્યું છે. ' ચસ્ટન ક્ષત્રપ : આ સમયે માળવામાં ક્ષત્રપ હતા ને ઉપર જોયું તેમ ચસ્ટન ક્ષત્ર હતા. એમ પણ જણાય છે કે નહપાન મહાક્ષત્રપ હતું પણ તેના નીચે આ ક્ષેત્ર નાહપાનના અમુક પ્રદેશ ઉપર અધિકાર ભોગવતા એટલે તેઓ નાહપાનનું સાર્વભૌમત્વ સ્વીકારતા હશે. અને આંધ્રો પાસે સામ્રાજ્યને અધિકાર થયે હોવા છતાં તેઓએ પિતાના વિસ્તારમાં પિતાનું આધિપત્ય જાળવી રાખેલું હશે. આ ચસ્ટન ક્ષત્રપની રાજધાની માળવાના ઉજ્જૈનમાં હતી. તેના સિક્કાઓ પ્રાપ્ત થયા છે અને તેનું નાપાનના સિક્કાઓ સાથે સામ્ય છે. માત્ર દ્ધા તથા તીરને બદલે ચંદ્ર સૂર્યની આકૃતિ છે. આ સિક્કા ચાંદી તથા ત્રાંબાના છે તથા તેના ઉપર ગ્રીક, બ્રાહ્મણ તથા ખરેષ્ઠી લિપિમાં લખેલું છે. ', ' . ચસ્ટનને પૂર્વ ઇતિહાસ : ચસ્ટનનું મૂળ નામ છટ્ટણણ કે ભWણણ હતું. પણ તેના સિક્કાઓ ઉપર તેમજ ઉત્તર સમયના શિલાલેખોમાં ચસ્ટન સ્પષ્ટ છે. ચસ્ટનને બદલે ચસનાસ પણ લખ્યું છે. તે બહુવચન હંઈ કેટલાક વિદ્વાને ચસ્ટન કુળનું નામ હોવાનું પણ માને છે. ચસ્ટનને પિતા કોણ? : ચસ્ટનના પિતાનું નામ જાણવામાં આવ્યું છે પણ આગળ જોયું તેમ તેને ભૂમકનો પુત્ર ગણે છે. યસામેતિકાનું સંસ્કૃત ભાષાંતર ભૂમક થાય પણ તેથી નામનું ભાષાંતર થયું હોય તે સંભવિત નથી. શિલાલેખમાં ચસ્ટનના પિતાનું નામ સામતિકા દર્શાવ્યું છે અને તે માન્ય રાખ્યા સિવાય છૂટકે જ નથી. યસામંતિકા કેઈ રાજપતિ હોય તે સંભવ નથી. નાહપાનના સૈન્યમાં કદાચ તે સરદાર હોય, પણ તે માત્ર અનુમાન અને કલ્પના સિવાય બીજું કાંઈ જ નથી. જો કે કેનેરી ગુફાઓના એક શિલાલેખના આધારે એવી પણ એક માન્યતા છે કે આ વંશ ઈરાનની નદી કરદામાને કિનારે વસતે તેથી કરદમક વંશ કહેવાય છે. 1 ટીલોયા પાનાદી Tiloya Pannatti પ્રકરણ 4. રા. બ. હીરાલાલ શાસ્ત્રી. Catalogue of Sanskrit and Prakrit Manuscripts in Central Provinces and Berar. પા. 16 2 રેપસનને આ મત છે. પણ સિદ્ધપુર પાસે કરદમ આશ્રમ છે અને તે પ્રદેશમાં ચટનનું રાજ્ય કે હકમત હોય તેથી તેની પુત્રીએ પોતાને કરદમ કુળની પુત્રી કહી હોય તે માટે ઈરાન જવાની જરૂર નથી, શક વર્ષ ૬૨૨ના તામ્રપત્રમાં કરદમને ઉલલેખ છે. ગી. હી, એઝા “લંકી કા ઇતિહાસ