________________ પ્રાચીન સમયે ન કરતાં રાજપતિએ સત્રપ વા ક્ષત્રપ એવું નામ ધારણ કર્યું. શકે અને ભારતીઓ દારા નીચે એક જ સૈન્યમાં સાથે રહી લડેલા અને સિકંદર સામે દારા નીચે યુદ કરેલું એટલે ભારત સાથે તેને ત્યારથી સંબંધ તે હતો જ. શક વર્ષ : આ શક વંશને શક–પહલવ કહેવામાં આવે છે. આજ પણ અગત્યના પ્રસંગને શકવતી કહેવાય છે. તેમ જ શક કેકેએ પિતાને સવંત્સર ચલાવ્યું અને ઇ. સ. ૭૮થી તેને પ્રારંભ થયો ગણાય છે. એક માન્યતા એવી પણ છે કે ઈ. સ. ૭૮માં કનિષ્ક કુશાન રાજ્યની સ્થાપના કરી ત્યારથી શક સવંત્સર ચાલુ થયો છે. પણ શક લોકેના નામ પરથી ઉત્પન્ન થયેલ શક સવંત્સર મહારાજા શાલીવાહને પિતાની આજ્ઞાથી પ્રચલિત કર્યો અને પ્રસિદ્ધ જોતિષી વરાહમિહિરે છઠ્ઠા સૈકામાં તેના પરથી જોતિષ જેવાની પદ્ધતિ અપનાવી; તેથી તે પ્રસિદ્ધિને પામ્ય અને અદ્યાપિ તે અસિલ્તત્વમાં છે. ગુજરાતના ક્ષત્રપ : ક્ષત્રપના બે વિભાગ થયા. પ્રથમ વિભાગ ઉજજેનમાં સ્થિર થયે. તેઓ ચસ્ટન કહેવાયા અને બીજો વિભાગ ક્ષહરથ (ક્ષહરાત) ક્ષત્રપ કે જે ગુજરાત સૌરાષ્ટ્રમાં સ્થિર થયે. તેઓની રાજધાની ભરૂચમાં હોવાનું મનાય છે. આ ક્ષત્રપાએ ગ્રીકોને ભારતમાંથી હાંકી કાઢયા અને પાટાલેન (પાટણ), કચ્છ અને સૌરાષ્ટ્ર જીતી લીધાં. ઈ. સ. પૂ. ૫૮માં તેઓને માળવામાંથી હરાવી કાઢયા પણ ગુજરાત સૌરાષ્ટ્ર તેના કબજામાં રહ્યા. ઈ. સ. 80 માં તેઓએ જીતી લીધેલા આ પ્રદેશો તેમના આધિપત્ય નીચે રહ્યા અને ઉત્તર ભારત પણ તેમની હકુમત હેઠળ હતું તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ક્ષહરથ ક્ષત્રપ : ઈ. સ. 119 થી 124 ભૂમક : આપણે, ઉત્તર ભારતીય શો સાથે સબંધ નથી એટલે તેની ચર્ચા ન કરતાં ક્ષહરથ ક્ષત્રપ કે જે આ દેશમાં સામ્રાજ્ય સ્થાપી રહ્યા તેની જ ચર્ચા કરશું. આ ક્ષેત્રને પ્રથમ સરદાર અથવા રાજા ભૂમક થયા હોવાનું ભરૂચમાંથી તેમજ સૌરાષ્ટ્રમાંથી મળી આવેલા સિક્કાઓ ઉપરથી જણાય છે. તેની રાજધાની ભરૂચમાં હતી તેમ પણ મનાય છે. ભૂમકના સિક્કાઓ સિવાય બીજી કઈ વસ્તુ ઉપલબ્ધ નથી. પણ નાશિક તેના અધિકાર નીચે હતું તેમ જણાય છે. વિન્સેન્ટ સ્મીથ, તે ગોન્ડાફેરીસને સેનાપતિ હતા એવું અનુમાન કરે છે. 1. આ સેનામાં એરિયનના વર્ણન પ્રમાણે 100 યુદ્ધર અને 50 હાથી હતા જે સમ્રાટ દારાનું રક્ષણ કરતા હતા. તે વર્ણનમાં યુનાની લેખકો શકને જુદા ગણે છે. આ યુદ્ધમાં દારાને પરાજય થયો પણ પિતાના સમ્રાટની સહાયતામાં જન્મભૂમિથી ર યુદ્ધભૂમિ પર મૃત્યુ મેળવવાનું બહુમાન આ બહાદુર ઇન્ડો-ન્સીથીયનોને મળ્યું તેવો પણ ઉલ્લેખ છે. 2. Early History of India.