________________ પ્રકરણ 2 જું કર શક સમય ઈ. સ. પૂર્વે 70 થી ઈ.સ. 395 શક: ઈતિહાસના તખ્તા ઉપર તે પછી શક લોકોને પ્રવેશ થાય છે. શક જાતિએ આ દેશ ઉપર ઈ. સ. પૂ. 70 થી ઈ. સ. ૩લ્પ સુધી એટલે લગભગ 465 વર્ષ રાજ્ય કર્યું હોવાનું જણાય છે. શક-પૂર્વ ઇતિહાસ : ઉત્તર ચીનના યુચ–ચી નામક જવાલામુખી પર્વતના ફાટવાથી તેની આસપાસ રહેતા લોકોને ઈ. સ. પૂર્વે 150 ના વર્ષની આસપાસ ત્યાંથી ખસી જવું પડયું. આ લેકે મળ સીરદરયા નદીની પેલે પાર આવેલો સીથીયાના હતા. અહીંથી તેઓએ નવી વસાહત વસાવી. તેનું નામ પિતાની જાતિ પરથી શકસ્થાને રાખી ત્યાં રહેતા. તે સમયના ઈરાની રાજાઓ સાથે તેમણે સંબંધ બાંધ્યું. આ રાજાઓના પ્રાંતિક સૂબાઓ સત્રય અર્થાત્ ક્ષત્રપ કહેવાતા અને તેથી શકસ્થાનમાં પણ કેઈ શકને તેઓએ સત્રપ તરીકે સ્થાપ્યા. ઈરાનના જરથોસ્તી રાજા ડેરીયસે તેમને ઘણું ઉત્તેજન આપ્યું અને શકે તેને વફાદાર રહ્યા. આ સમયે એટલે ઈ. સ. પૂર્વે 174-136 દરમ્યાન પાથી અને સમ્રાટ મીથરડેટીસ પહેલાંએ પંજાબ સુધીને પ્રદેશ જીતી લીધું અને શક સરદારેએ તે ચડાઈમાં સાથ આપે. ભારતનાં માર્ગો અને સ્થળનું જ્ઞાન થતાં તેમણે તક્ષશિલા (પંજાબ) મથુરા અને આસપાસના પ્રદેશ ઉપર પિતાને અધિકાર સ્થાપે. પણ મીથરડેટીસની બીકે કે તેના માન ખાતર આ વિજયે તેના નામે કર્યા અને પિતે તેને અધિકાર માન્ય રાખે છે તેમ દર્શાવવા મહારાજા કે રાજા કે એવું નામ ધારણ 1. શકસ્થાન હાલ સીસ્તાન નામે ઓળખાય છે. શક મહારાજ્યની સ્થાપના અહીંથી થઈ અને તે તેનું કેન્દ્ર થયું. 2. ઈરાનમાં આ સમયે પાર્થીઅન રાજા હતા. તેઓ પ્રાચીન આય રાજાઓની જેમ હુન્નર, કળા, જ્ઞાન અને વિજ્ઞાનમાં વિખ્યાત હતા. 3. ડેરીયસ-અર્થાત દારાયસ જરથોસ્તી રાજા હતો. તે ભારતને સમ્રાટ હોવાનું એરિયન જણાવે છે. સિકંદર સામે તે ઇડેસીથીક સન્ય સાથે લડે હતો. એટલે ભારતી–શક સૈન્ય તેના આધિપત્યમાં હતું. શકોના આદિસ્થાન અને ઉત્પત્તિ વિષે ગ્રોક લેખક હીરેડેટસ લખે છે કે તેઓએ ડેરીયસ વા દારાના સમય પહેલાં મીડીઝ જીતી લીધું હતું અને તેઓ એશિયાના સ્વામી બની ચૂક્યા હતા. વળી તેઓ દારાની પૂર્વે થયેલા ઈજીપ્તના રાજા સેસ સ્ટ્રીસ (Sesostris) ના સમયમાં જાણુતા થઈ ચૂકયા હતા અને દારા પહેલાં 1000 વર્ષથી તેઓ તેમની સભ્યતા, સંસ્કૃતિ અને શક્તિ માટે જાણીતા હતા. એટલે તે હિસાબે ઈ. સ. પૂર્વે ૧૫૦૦–૨૦૦૦માં આ જાતિ એક બળવાન જાતિ હતી. (હરેડેટસ-ભાષાંતર : જી. રેબીન્સન : પુસ્તક 1, 2 તથા 4).