________________ પ્રાચીન સમય ગયે હોવાને અહેવાલ મળે છે. ટાને માને છે કે દક્ષિણ સમુદ્ર એટલે કે Patalane and surastra) પાટણ અને સૌરાષ્ટ્રમાં તે ગયે હતો. તેણે સિંધ પણ પ્રાપ્ત કર્યું હતું અને તે સિંધમાં થઈ સૌરાષ્ટ્રમાં આવ્યું હોય તે તે અશક્ય નથી. મહાકવિ કાલિદાસના “માલવિકાગ્નિમિત્રનામક પ્રખ્યાત નાટકમાં જે પણ આ વિષયને ઉલેખ છે. એટલે મોના અંત પછી જેમ મગધનું રાજ્ય શુંગના હાથમાં પડયું તેમ કદાચ સૌરાષ્ટ્ર પણ તેની હકૂમત નીચે આવ્યું હશે. શૃંગ વંશને અંતિમ રાજા દેવલભૂતિ ઈ. સ. પૂર્વે 73 ની આસપાસ મરાઈ ગયું અને શુંગ વંશને એ રીતે અંત આવ્યું. એ હિસાબે પુષ્યમિત્ર શુંગે મગધનું રાજ્ય ઈ. સ. પૂર્વે 185 માં પ્રાપ્ત કર્યું હોય અને 73 માં તેને વંશ દેવલભૂતિના મૃત્યુથી સમાપ્ત થયો હોય તે આ વંશ માત્ર 112 વર્ષ ચાલે અને તે સમયમાં માળવામાં તેને અધિકાર હોય તે સૌરાષ્ટ્રમાં અન્ય સત્તા હોવાનો સંભવ નથી. . બુલ્ડર માને છે કે માળવા ઉપર જેને અધિકાર હોય તે જ સૌરાષ્ટ્ર ગુજરાતને માલિક હોય. પણ આ તે માત્ર કલ્પના છે. શુંગ રાજાઓ, મોયે જેવા બળવાન હતા નહિ. મગધની આસપાસ તેમની રાજ્યસત્તા હતી અને ગંગાની ખીણ સુધી તેમને અધિકાર પ્રસરેલો હતે. માત્ર મૌર્ય મહાસામ્રાજ્યના વારસદાર તરીકે સૌરાષ્ટ્ર તેમના કબજામાં રહ્યું હશે તે માની શકાય છે, પણ ખરા (Defacto) રાજાઓ તે એ સમયમાં પણ ગ્રીક હતા અને તે તુશાસ્પના વારસદારે હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેના સમર્થનમાં એક બીજું પણ પ્રમાણ છે ડે. જે. વીસનનું મંતવ્ય છે કે મૌર્ય પછી તરત જ આ પ્રદેશ ગ્રીક લોકોના હાથમાં પડે. ઑબે નામે લેખક તેના ગ્રંથમાં લખે છે કે મીનાન્ડરે “સારાએસ્ટેસ” (Saraostos) જીત્યું હતું. તે “સૌરાષ્ટ્ર જ હોવું જોઈએ. વળી ગ્રીક સિક્કાઓ સોરાષ્ટ્રમાંથી મળી આવે છે. ગ્રીક એપેલેટસ: તુશાપે અથવા તેના અનુયાયીઓએ ગમે તે પ્રપંચ કર્યો હોય, પણ ઈ. સ. પૂર્વે ૧૮૫ની આસપાસ ગ્રીક સેનાપતિ ડેમેટ્રીયસની સરદારી નીચે ભારતની વાયવ્ય સરહદ ઉપર બેકિટ્રયન-ગ્રીક સિન્ય ચડી આવ્યું. ત્યાંથી સિંધ. ઉપર પિતાને અધિકાર સ્થાપી પાટલેઈન (Patalane) લીધું. અને પછી કચ્છ, 1 પ્રીઝલ્યુસ્કી. (Pryalaski) " અશોકની દંતકથાઓ.” Legends of Emperor Ashokને આધારે ટાન. 2 અંક પાંચમો-૧૪મો શ્લોક 3 રોયલ એશિયાટીક સોસાયટી જનલ–૧૨. 4 પરીપ્લેસમાં લખ્યું છે કે બારીગઝા-ભરૂચ-માં ગ્રીક સિક્કા ચાલતા હતા.