________________ પ્રાચીન સમય ચો : અશોકના સમયમાં બૌદ્ધ ધર્મનું ખૂબ જોર હતું અને બૌદ્ધ સાધુઓ ને સાધ્વીઓ આ દેશમાં તેમના વિહારે બનાવી રહેતાં હતાં. આ સમયમાં બનાવેલા આવા વિહારે આજે જોવામાં આવતા નથી પણ પથ્થરમાં કેરી કાઢેલા ચે શાણું (ઉના પાસે), જૂનાગઢ પાસે બાવાયારા તથા ખાપરા-કેઢિયાની ગુફા, તળાજાની ગુફાઓ અને ઢાંકની ગુફાઓમાં છે. શિલાલેખે ? પણ સર્વથી શ્રેષ્ઠ અને અશોકના આ પ્રદેશ ઉપરના આધિપત્યની ઘણી ઉપયોગી માહિતી આપનાર તે જૂનાગઢ શહેરથી ગિરનાર જવાના માર્ગ ઉપર આવેલ શિલાલેખ છે. સમાજ અને ધર્મ: મૌર્ય રાજ્યમાં બ્રાહ્મણનું બળ ક્ષીણ થયું હતું અને બૌદ્ધ લેકેનું પરિબળ જામતું જતું હતું. આમ બ્રાહ્મણ ધર્મને વિનાશ થઈ રહ્યો હતો પણ અશકે તેની આજ્ઞાઓમાં બ્રાહ્મણે તથા શ્રમણોને સમાન ગણવા તેમ કહ્યું છે. ઈસ્વી સન પૂર્વે બીજી સદી તથા ઈસ્વી સન પછીની બે સદીનાં ચારસો વર્ષના ગાળામાં સાતવાહન ક્ષહર તથા ક્ષત્રએ નાના ઘાટ પ્રભાસ, તાપીકિનારે તથા જૂનાગઢના બ્રાહ્મણને વિપુલ દ્રવ્ય આપ્યું છે તે જોતાં તેનું પરિબળ નહિ હોય તે પણ તેમની અગત્ય તે જરા પણ ઓછી ન હતી. બ્રાહ્મણને આપેલાં દાનપત્રમાં તેમનાં ગોત્ર, તેમની વિદ્વત્તા વગેરેને ઉલ્લેખ છે. રુદ્રદામાના ગિરનાર ઉપરના શિલાલેખથી તે સ્પષ્ટ જણાય છે કે બ્રાહ્મણનું પરિબળ પાછળનાં બસો વર્ષમાં વિશેષ હશે ? 1 ડૉ. સાંકળિયા માને છે કે અશોકના શિલાલેખ સિવાય એક પણ ગુફા આ સમયની નથી. પણ તેમનું વિધાન સ્પષ્ટ અને નિર્ણયાત્મક નથી, કારણ કે તેઓ કહે છે કે આ ગુફાઓ કદાચ આ સમયની હોય પણ ખરી પરંતુ બજેસ વગેરે વિદ્વાને તેને બૌદ્ધ ગુફાઓ જ માને છે. (“એન્ટીકવીટીઝ ઓફ કરછ કાઠીયાવાડી તથા બજેસ) * આ શિલાલેખ 75 ફીટના પરિઘમાં છે. અને લગભગ સો ફીટના વિસ્તારમાં બ્રાહ્મી લિપિમાં પ્રાકૃત ભાષામાં લેખ કેતરાવેલો છે. તેની બાજુમાં રુદ્રદામાને લેખ છે. ' આ શિલાલેખ પ્રથમ કર્નલ ટોડે જે એવું તેમનું મંતવ્ય છે “ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડીયા”માં, ઈ. સ. 1822 માં તેમણે આ શિલાલેખ જો એમ તેઓ કહે છે. તેમને આ લિપિ ઊકલી નહી. પણ ઈ. સ. 1837 માં ડો. જોન વીસનના ‘ટ્રેસીંગ” ઉપરથી કલકત્તાના શ્રી જેમ્સ પ્રીન્સેપે તેનું ભાષાંતર કર્યું. તે પછી પંડિત ભગવાનલાલ ઈન્દ્રજીએ તેને ઇતિહાસ અન્ય સ્વરૂપમાં રસિક જનતા પાસે રજૂ કર્યો અને ડો. એમ. કન (Kern), પ્રો. એચ. એન. વિલ્સન, ઈ બરનુફ (Burnour), હુલસે (Hultach) વગેરે યુરોપીયન વિદ્વાનોએ તેના ઉપર સંશોધન કર્યું હતું. 2 નાનાવાટ તથા નાશિક શિલાલેખના આધારે (બબ્બે ગેઝેટીયર. 18 (3) પા. 220) 3. બ્રાહ્મણે વિશેની વિગતવાર ચર્ચા અન્યત્ર છે.