________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ આ વાતને આપણું પુરાતન યુગને ઇતિહાસ આલેખતાં મહાભારત તથા પુરાણેથી ટકે મળે છે. શાકય દ્વીપ અને શાક્યગિરિને ઉલ્લેખ ભવિષ્યપુરાણમાં છે. મહાભારતમાં કૌરવ સૈન્યમાં શકે લડેલા; તેમાં વિશેષ ઉલ્લેખ છે કે પહલવ, કિરાત, બર્બર, યવન તથા શક સિંધુના પ્રદેશમાં રહેતા. (સભાપર્વ) શકઠીપમાંથી વહેલી નદી એકસસનું સંસ્કૃત ગ્રંથમાં કહ્યું–કક્ષુ વા વક્ષ નામ છે. (રામાયણ–બાલકાંડ-૪૩–૧૪: મત્સ્ય પુરાણ : ૧૨૧-૪૫-વાયુપુરાણ : 47-44) શ્રી નંદલાલ છે 11441 ey Sun (4612 "Cieographical Dictionary of Ancient and Medieval India" નામના પુસ્તકમાં આ પુરાણ-મહાભારત-ઈત્યાદિ સાથે ટોલેમીએ કરેલા વર્ણનવાળાં સ્થળોની સરખામણી કરી છે અને તેથી સાબિત થઈ શક્યું છે કે શકદીપ, શક જાતિ અને તેમની સંસ્કૃતિ ભારતના આર્યો સાથે સંબંધ ધરાવતી હતી. મહાભારતના અનુશાસન પર્વમાં (6 જણાવ્યું છે કે સિંધુ પ્રદેશમાં શકે રહેતા હતા અને તે પ્રદેશ “સિંધુ શક’ પ્રદેશ (Indo Scythia) કહેવાતે. પુરાણોમાં આ શકોને રાજ્ય વિસ્તાર ઈ. સ. પૂર્વેનાં નજીકનાં વર્ષોમાં સૌરાષ્ટ્રથી ઇરાન સુધી હોવાનો ઉલ્લેખ છે (કળિયુગની વંશાવળી). તેના મહારાજા શકનશાહ અથત શહેનશાહનું બિરુદ ધારણ કરતા ને ઈરાનના શકસ્થાનના વિજય પછી તેમના યુવરાજેએ એ ધારણ કર્યું. એ રીતે શકો ભારત સાથે રામાયણ મહાભારત અને પુરાણના સમયથી આર્યોથી પરિચિત છે. “ભગુસંહિતા” અને “માનવ ધર્મશાસ્ત્રમાં તેઓને ક્ષત્રિય કહ્યા છે. પણ ક્ષત્રિય કમને ત્યાગ કર્યો હોવાથી અને બ્રાહ્મણથી તિરસ્કાર પામેલા હોવાથી તેઓ શુક જેવા થઈ ગયા તેવું વર્ણન છે. “મનુસ્મૃતિમાં. (43-44) પણ કિરાત–પહલવ, કાજ, યવન, પારદ અને શક લકોને ઉલ્લેખ છે. “વાયુપુરાણમાં તે બાહુના પુત્ર સગરે તેના પિતાનું રાજ્ય હૈય, તાલજધા અને શકોએ છીનવી લીધું હતું તેનું વેર લેતાં તેઓને હાંકી કાઢયા એટલું જ નહિ પણ તેમનાં ધાર્મિક રિવાજે વેશભૂષા વગેરે બદલાવવા આજ્ઞા કરી, તેમનાં માથાં અર્ધા મૂંડવાને હુકમ આયે; તેમને વેદપાઠ કરવાની મના કરી અને “વષટકાર’ને ઉચ્ચાર કરવા બંધી કરી. (વિષ્ણુપુરાણમાં 8 મા અધ્યાયમાં આવી જ વાત છે.) પુરાણોની ઉત્પત્તિને કાળ આપણે સામાન્ય રીતે માનીએ છીએ તેટલે પુરાણે નથી. આપણ ઇતિહાસ અને ભૂગાળના આ ગ્રંથમાંથી ઇતિહાસ ઉપર પ્રકાશ પડે છે. તેમાં “મસ્યપુરાણ, બ્રહ્માંડપુરાણ “વાયુપુરાણ” અને “વિષ્ણુપુરાણમાં આવી ઘણી બાબત છે અને તેમાં 18 શક રાજાઓએ સાતવાહન રાજાઓને હરાવી રાજ્ય કર્યાને ઉલ્લેખ છે. ઉપરાંત “કશ્યપ સંહિતા' કક સંહિતા” પારાશર સંહિતા', પાણિનિ (ઈ. સ. પૂ. 400), કારતકા અષ્ટાધ્યાયી, કાત્યાયન (ઈ. સ. પૂ. 300), પતંજલિ (ઇ. સ. પૂ. 200), ભરત મુનિનું “નાટયશાસ્ત્ર' (ઈ. સ. પૂ. 300) ગર્ગ સંહિતા વગેરે અનેક ગ્રંથોમાં શકનાં વર્ણને, રીતભાત વગેરેને ઉલ્લેખ આવે છે. તે પછીના યુગમાં લખાયેલાં સંસ્કૃત નાટકે અને પ્રાકૃત ગ્રંથોમાં અનેક સ્થળે શકોને માટે લખવામાં આવ્યું છે. સારાંશ, શકો ભારતમાં આવ્યા ત્યારે સાવ અજાણ્યા પરદેશી ન હતા પણ આ દેશના હતા અથવા આ દેશથી પરિચિત હતા. ભારતની સીમાઓ તે સમયે કાશ્મીર કે તિબેટ સુધી નહિ પણ મધ્ય એશિયા સુધી હતી તે વાત ભૂલવી ન જોઇએ.