________________ પ્રાચીન સમય અનિરુદ્ધ પણ આ જ દેશના દરિયામાંથી પકડાઈ ઉષાના દેશમાં પહોંચે અને શ્રીકૃષ્ણ તેના પ્રદેશ ઉપર ચડાઈ લઈ જઈ અનિરુદ્ધને મુક્ત કર્યો. યાદવાસ્થળી : દ્વારકાથી વિહાર કરવા ગયેલા યાદવ કુમારેએ ષિની મશ્કરી કરતાં મળેલા શાપના પરિણામે યાદ પ્રભાસ પાસે અંદર અંદર લડી કપાઈ મૂઆ અને શ્રીકૃષ્ણ ભાલકાતીર્થમાં જરાના તીરથી ઘાયલ થઈ પ્રભાસમાં સ્વધામ ગયા. શ્રીકૃષ્ણ પછી : શ્રીકૃષ્ણના મૃત્યુ પછી તેના પરમ ભકત અને સખા મહારથી અર્જુન તેમની રાણીઓને લઈ મથુરા જતાં માર્ગમાં લૂંટાયા. પણ અનિરુદ્ધના પુત્ર વજનાભને ઈન્દ્રપ્રસ્થ પહોંચાડયે. આ યુગ પછીને ઈતિહાસ પ્રાપ્ત થતું નથી જે માટે સાધનને ઘણે અવકાશ છે. શ્રીકૃષ્ણને સમય પણ શંકાસ્પદ છે, છતાં વિદ્વાનોએ તે ઈ. સ. પૂર્વે 1500 આસપાસને સામાન્ય રીતે માન્ય રાખે છે. તે પછીને સૌરાષ્ટ્રને ઈતિહાસ ચંદ્રગુપ્ત મોર્યના કાળથી મળે છે. ચંદ્રગુપ્ત મૌર્ય ઈ. સ. પૂર્વે ૪૦૦માં થયે. એટલે લગભગ એક હજાર વર્ષને ઈતિહાસ અંધારની ઘેરી જવનિકા પાછળ છુપાયેલે પડે છે. પરંતુ ચંદ્રગુપ્ત મૌર્યના કાળના સૌરાષ્ટ્રની રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્કૃતિને અભ્યાસ કરતાં જોઈ શકાય છે કે શ્રીકૃષ્ણના સમયમાં જે સંસ્કૃતિ, ધર્મ અને સભ્યતાની સ્થાપના થઈ હતી, તેને વિકાસ થયા હતા અને આ અંધાર યુગમાં પણ સૌરાષ્ટ્ર વિદ્યા, કળા, વાણિજ્ય અને ધર્મ માટે પ્રસિદ્ધ હતું. પાણિનિ જેવા સમર્થ વ્યાકરણકારે પણ તેને ઉલ્લેખ કર્યો છે. પુરાણોની કથાઓમાં તેનાં વારંવાર મળતાં વર્ણનથી પણ તે વસ્તુને સમર્થન મળે છે. ચંદ્રગુપ્ત: ઈસુની સદીથી ચાર વર્ષ પૂર્વે મહાઅમાત્ય ચાણકયની 1 પ્રભાસમાં હજી પણ યાદવાસ્થળીના નામથી જાણીતી જગ્યા છે. 2 જ્યાં ઘાયલ થયા તે સ્થળ ભાલુકા અને જ્યાં તેમના શરીરને અગ્નિસંસ્કાર કર્યો તે દેહત્સગ” નામથી પ્રસિદ્ધ છે. જુઓ લેખકનું " પ્રભાસ-યાત્રા વર્ણન.” 3 પુરાણે ક્યારે લખાયાં તે અને તેમાં લખેલી વિગતોને કાળ નિશ્ચિત કરવાનું કામ કપરું તેમજ જોખમી છે. એલાં પુરાણના આધારે કલ્પના કરવી તે વાસ્તવિક નથી. પુરાણો ઘણું પાછળથી લખાયાં હોવાનું વિદ્યાનું મંતવ્ય છે અને તેથી તેને પ્રમાણભૂત ગણુતાં અચકાવું પડે છે.